Homeગુજરાતગીર સોમનાથ1 ઈંચ વરસાદમાં વેરાવળની આ હાલત ? ખુલ્લી ગટરોથી અકસ્માતનું જોખમ: વેરાવળ

1 ઈંચ વરસાદમાં વેરાવળની આ હાલત ? ખુલ્લી ગટરોથી અકસ્માતનું જોખમ: વેરાવળ

-

પરાગ સંગતાણી, વેરાવળ : ગીર સોમનાથના વેરાવળમાં રેડ એલર્ટને પગલે વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસતા 1 ઇંચ વરસાદથી વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. ઘણા વિસ્તારોમાં દર વર્ષે માત્ર થોડાક જ વરસાદમાં પાણી ભરાય જાય છે.જેમાંથી અમુક વિસ્તારોમાં પાણી ઓસરી જાય છે તો અમુક વિસ્તારોમાં આઠ આઠ દિવસ સુધી ઓસરતાં નથી.

વેરાવળ ના લોહાણા હોસ્પિટલ રોડ પર ગઈકાલથી 3 ઇંચ વરસાદના પગલે દુકાનમાં પાણી ઘૂસી ગયા હતા.પાલિકાએ આ વર્ષે 20 લાખ જેટલો ખર્ચ પ્રિ મોન્સુન કામગીરી પાછળ કર્યો હોવા છતાં ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ અંગે પાલિકા તરફથી જાણવા મળ્યું હતું કે અમુક જગ્યાઓએ કચાસ રહી ગઈ છે તે અમો જેમ જેમ ફરિયાદ આવે તેમ ટેકનિકલ સ્ટાફની મદદથી કામગીરી કરી રહ્યા છીએ. વારંવાર રજૂઆત કરવા છતાં રોડ બન્યો નથી.કેટલીક વાર ફરિયાદ કરી છે.

veraval patan nagar palika rain 2022 News Update

આ બાબતે સ્થાનિક વેપારી જીગ્નેશ ધનેશા જણાવે છે કે, ‘રોજ 4 થી 5 લોકો અહીં પડે છે.ગટરો પણ ખુલ્લી છે જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.10 થી 15 વખત પાલિકાને લેખિત અને મૌખિક જાણ પણ કરી છે.તંત્રના જણાવ્યા અનુસાર કોન્ટ્રાકટ અપાઇ ગયો હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી.વહેલી તકે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તો વેપારીઓની હાલાકી દુર થઈ શકે’

veraval patan nagar palika rain news in gujarati

આ મામલે વેરાવળ પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ જણાવ્યું હતું કે, ‘ઘણા વિસ્તારોમાં પાણી દર વર્ષે ભરાય છે.મે માસથી પ્રિ મોન્સુન કામગીરીની શરૂઆત થઈ છે.વોર્ડ નં.5 અને 6 માં સૌથી વધુ ફરિયાદ હતી જેમાં 50 ટકા કામ થયું છે. સટ્ટાબજાર વિસ્તારમાં પણ અમોએ અનુભવીઓ પાસેથી સલાહ લઈને કામગીરી કરી છે. આવનારા દિવસોમાં જેમ જેમ ફરિયાદો આવે છે તેમ તેમ તેનું નિવારણ કરીએ છીએ.આગામી દિવસોમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ ની કામગીરી કરવામાં આવશે જેથી વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થઈ શકે.’

veraval patan nagar palika rain latest news in gujarati

Must Read