Homeગુજરાતગીર સોમનાથ25મી ઓક્ટોબરથી સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-2021 નો પ્રારંભ | Gir Somnath News

25મી ઓક્ટોબરથી સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ-2021 નો પ્રારંભ | Gir Somnath News

-

વર્ષ-૨૦૨૧ના સર્વેક્ષણનો રાષ્ટ્રીય કક્ષાએ તા.૦૯ સપ્ટેમ્બર-૨૦૨૧ થી પ્રારંભ કરવામાં આવ્યો,રાજ્યમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧નો તા.૨૫ ઓક્ટોબર-૨૦૨૧ થી ૨૩ ડિસેમ્બર-૨૦૨૧ સુધી ચાલશે

પરાગ સંગતાણી-ગીર-સોમનાથ(Gir Somnath News) તા ૧૨, ગીર-સોમનાથ જિલ્લામાં તા.૨૫મી ઓક્ટોબરથી સ્વચ્છતા સર્વેક્ષણ(swachchhta sarvekshan) ગ્રામીણ-૨૦૨૧નો પ્રારંભ કરવામાં આવશે. તા.૨૩ ડિસેમ્બર સુધી ચાલનાર આ સર્વેમાં કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત એક એજન્સી મારફતે ગ્રામીણ વિસ્તારમાં નિયત માનાંકોના આધારે સ્વચ્છતાના સ્તરનુ સર્વગ્રાહી મૂલ્યાંકન કરશે. આ સર્વેક્ષણમાં નાગરિકો ઓનલાઈન મોબાઈલ એપના માધ્યમથી પણ પોતાના પ્રતિભાવ આપી શકશે.

કેન્દ્ર સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પેયજળ અને સ્વચ્છતા વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ-૨૦૨૧ હેઠળ ભારત સરકાર દ્વારા નિયુક્ત કેન્દ્રીય એજન્સી મારફતે ગીર-સોમનાથ જિલ્લાના તાલુકાના તમામ ગામોમાં સ્વચ્છ ભારત મિશનની કામગીરીનું મૂલ્યાંકન હાથ ધરવામાં આવશે. સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧ અંતર્ગત કુલ ૧૦૦૦ ગુણમાંથી એજન્સી દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં સર્વિસ લેવલ પ્રગતિના ૩૫૦ ગુણ, સીધા મૂલ્યાંકનના ૩૦૦ ગુણ અને નાગરીકોના પ્રતિભાવોના ૩૫૦ ગુણ (મોબાઇલ એપ) નાગરીકોના પ્રતિભાવોને ધ્યાને લેવામાં આવશે.

વર્ષ-૨૦૨૧ના સર્વેક્ષણનો રાષ્ટ્રીય કક્ષાએ તા.૦૯ સપ્ટેમ્બર-૨૦૨૧ થી પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યમાં સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ-૨૦૨૧નો તા.૨૫ ઓક્ટોબર-૨૦૨૧ થી ૨૩ ડિસેમ્બર-૨૦૨૧ સુધી ચાલનાર છે. મહત્વનુ છે કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ-૨૦૧૮ થી સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ હાથ ધરવામાં આવે છે.

નાગરિકોએ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રતિભાવ આપવા માટે પ્લે-સ્ટોરમાંથી SSG-2021 મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેમજ સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ વેબસાઇટ પરથી ઓનલાઇન પ્રતિભાવો આપી શકશે. તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.|||

Must Read