વેરાવળનાં નવાપરા ગામ માં રેઇડ કરી કુલ રૂ. ૧,૮૦,૦૧૦ / -ના મુદામાલ સાથે નવ આરોપીઓને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ ગીર સોમનાથ
પરાગ સંગતાણી તા. ૦૭ વેરાવળ – એલ.સી.બી.ગીર સોમનાથના એ.એસ.આઇ. એ.જી.પરમાર તથા પો.હેડ.કોન્સ . એન.જે. પટાટને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી આધારે હકીકત મળેલ કે સોમનાથ મરીન પો.સ્ટે.ના નવાપરા ગામે રહેતો દિનેશ મોહનભાઇ પરમાર પોતાના રહેણાંક મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમવાની સગવડતા પુરી પાડી જુગારનો અખાડો ચલાવે છે . તેવી બાતમી આધારે નવાપરા ગામે તેના મકાને જુગાર અંગે રેઇડ કરી આરોપીઓને પકડી પાળ્યા હતા.
પકડાયેલા આરોપીના નામ –
- મકાન માલીક દિનેશ મોહનભાઇ પરમાર રહે- નવાપરા
- આમદભાઇ નુરભાઇ કબીરાણી રહે- સુપાસી
- ભરતભાઇ નાનજીભાઇ કમાણી રહે – ખોરાસા ગીર તા – માળીયા હાટીના
- ડાયાભાઇ પુંજાભાઇ ચાવડા રહે – ચોરવાડ
- મુસ્તાક અહમદભાઇ બાનવા રહે – સીડોકર તા – વેરાવળ
- વીમલભાઇ કેશવભાઇ મીઠાણી રહે – ચોરવાડ તા- માળીયા હાટીના
- રામશીભાઇ રાજશીભાઇ રામ રહે વાવડી આદ્રી તા – વેરાવળ
- કાસમભાઇ નુરાભાઇ કેશુર રહે – મસુંઢા તા – વેરાવળ
- અહમદભાઇ અલીભાઇ ઇશાકાણી રહે – સીડોકર તા – વેરાવળ
વાળાઓને જુગાર રેઇડ દરમ્યાન રોકડ રૂપિયા- ૧,૦૨,૫૧૦ / તથા મોબાઇલફોન નંગ- ૯ કિા ૩૨,૫૦૦ / તથા મોટર સાયકલ નંગ -૩ કિા ૪૫,૦૦૦ / મળી કુલ રૂા ૧,૮૦,૦૧૦ / ના મુદામાલ સાથે ઝડપી લઇ સોમનાથ મરીન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી કરાવેલ છે .
જુગાર રેઇડની કામગીરી કરનાર એલ.સી.બી.ના પોલીસ ઇન્સ . તથા સ્ટાફ– વી.યુ. સોલંકી ઇ.ચા.પોલીસ ઇન્સ . એ.એસ.આઇ.અજિતસિંહ પરમાર , એમ.જે.વરૂ , એમ.બી.શામળા તથા પોલીસ હેઙ.કોન્સ . શૈલેષભાઇ સંગ્રામભાઇ ડોડીયા , રાજુભાઇ બાલુભાઇ ગઢીયા , પ્રફુલભાઇ જેસીંગભાઇ વાઢેર , ભાવસિંહ ટપુભાઇ સીસોદિયા , નરેન્દ્રભાઇ જગમાલભાઇ પટાટ વુ.પો.હેડ.કોન્સ દેવીબેન અમરાભાઇ રામ ડ્રા . પોલીસ .કોન્સ ગોપાલભાઇ કાળુભાઇ મકવાણા ડ્રા . પોલીસ .કોન્સ વિરાભાઇ ભીખાભાઇ ચાંડેરા ડ્રા . પોલીસ .કોન્સ જગતસિંહ અરજણભાઇ પરમાર ડ્રા . પોલીસ .કોન્સ રાજુ દેવશીભાઇ પરમાર નાઓ રેઇડની કામગીરી કરેલ છે .