Homeગુજરાતગીર સોમનાથહિરાકોટ બંદર પરથી મળ્યો નશીલા પદાર્થનો જથ્થો: ગીર સોમનાથ

હિરાકોટ બંદર પરથી મળ્યો નશીલા પદાર્થનો જથ્થો: ગીર સોમનાથ

-

Gir Somnath News : તાજેતરમાં જ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠેથી માદક દ્રવ્યના વિખેરાયેલા પેકેટ મળી આવ્યા હતા. ત્યાં ફરી એક વખત મોટો જથ્થો ગીર સોમનાથના હિરાકોટ (Hirakot) બંદરથી મળી આવ્યો છે. જેમાં 16 કિલો ચરસના પેકેટ હોવાનું સામે આવ્યું છે.

ગીર સોમનાથ જિલ્લાના હિરોકોટ બંદર પર માદક પદાર્થની માહિતી મળતા એસઓજીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં એઓજીની ટીમને હાથ 16 કિલો જેટલી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો છે. આ મામલે સંડોવાયેલા કોઈ આરોપી પોલીસને હાથ લાગ્યાના અહેવાલ મળ્યા નથી. પોલીસે હાલ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અજાણ્યા આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

વધુ વાંચો- પંચાયતની સામાન્ય સભામાં મહિલા સરપંચને સહી સિક્કા નહી કરતા હત્યાની ધમકી: ગીર સોમનાથ

એસઓજીએ 16 કિલો ચરસના પેકેટ કબ્જે કરી સોમનાથ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગીર સોમનાથની દરીયાઈ પટ્ટી પરથી બની વારસી હાલતમાં 301 કિલોગ્રામ ચરસનો જથ્થો હાથ લાગ્યો હતો. બાદમાં ફરી વખત આ ઘટના સામે આવતા ગીર સોમનાથનો દરિયાકાંઠો ડ્રગ માફિયાઓ માટે રસ્તો બનવા લાગ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ છે.

વધુ વાંચો- રાજકોટ શહેર SOGએ એમડી ડ્રગ સાથે 4 આરોપી ઝડપી પાડ્યા

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...