Homeગુજરાતગીર સોમનાથજિલ્લામાં ૯ ખરીદ કેન્દ્ર પરથી પ્રતિમણ રૂ. ૧૧૧૦ના ભાવે મગફળી ખરીદી કરાશે

જિલ્લામાં ૯ ખરીદ કેન્દ્ર પરથી પ્રતિમણ રૂ. ૧૧૧૦ના ભાવે મગફળી ખરીદી કરાશે

-

લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી,વેચાણ માટે નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદ કેન્દ્ર પર મગફળી લાવવાની SMSથી જાણ કરાશે,

પરાગ સંગતાણી – ગીર-સોમનાથ (Gir somnath) ગીર સોમનાથ જિલ્લામાં લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી(Peanuts) ખરીદી(Buy) શરૂ કરવામાં આવશે. આ માટે જિલ્લાના ૯ ખરીદ કેન્દ્ર પરથી  પ્રતિમણ રૂ. ૧૧૨૦ના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે.

આગામી તા. ૯ થી તા.૦૬-૦૨-૨૦૨૧ સુધી, કુલ-૯૦ દિવસ ચાલનારી આ ખરીદી જિલ્લાના કાજલી અને પ્રાંસલી માર્કેટીંગ યાર્ડ અને કોડીનારના(Kodinar) બિલેશ્વર સુગર ફેક્ટરી ખાતે બે-બે ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. ઉપરાંત તાલાલા(Talala) માર્કેટીંગ યાર્ડ, ઉના(Una) તાલુકાના ખરીદ કેન્દ્ર અને ગીર ગઢડા તાલુકાના ખરીદ કેન્દ્ર ખાતે એક-એક મગફળી ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવશે. આમ, કુલ-૯ કેન્દ્રો પર મગફળીની ખરીદી કરવામા આવશે

ટેકાના ભાવે મગફળીના વેંચાણ માટે નોંધણી કરાવેલ ખેડૂતોને મોબાઈલ પર એસએમએસથી વેચાણ માટે તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ત્યાર બાદ જ ખેડૂતોએ પોતાના મગફળી વેંચાણ કેન્દ્ર પર લઈ જવાની રહેશે. સાથે જ ખેડૂતો મગફળીના વેચાણ માટે આવે ત્યારે નોંધણી સ્લીપ પણ ફરજિયાત પણે લાવવાની રહેશે. તેમજ ટેકાના ભાવે મગફળી વેચાણ બાબતે કોઈ પ્રશ્ન હોય તો જિલ્લાકક્ષાએ કાર્યરત હેલ્પલાઈન નં.૦૨૮૭૬-૨૮૫૦૦૨ પર સંપર્ક કરવાનો રહેશે.

ખેડૂતોને પોતાની જણસનો પોષણક્ષણ ભાવ મળે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૧-૨૨ અંતર્ગત લઘુત્તમ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે ગુજરાત સરકારે નોડલ એજન્સી તરીકે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ. લી.ની નિમણૂંક કરવામાં આવી છે.

ઉપરાંત મગફળીના વેચાણ સમયે કોરાના મહામારીના પગલે કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શક સૂચનાઓનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.|||

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...