Monday, May 16, 2022

પાક.ની નાપાક હરકત, ભારતીય જળસીમામાં ઘુસી માછીમારોના અપહરણ

Gir Somnath news updates : પાકિસ્તાન મરીન સિક્યોરીટીની અવળચંડાઈનો ફરી દેશના માછીમારો ભોગ બન્યા છે. જેમાં પાકિસ્તાની મરીન દ્વારા ભારતીય માછીમારોને ઉઠાવી જવાની ઘટના સામે આવી રહી છે. આ મામલે માછીમારો દ્વારા અગાઉ પણ સરકારને રજૂઆત કરી યોગ્ય કરવા જણાવાયું છે, પરંતુ સ્થિતીમાં કોઈ ફેર નથી. ત્યાં ફરી વખત પાકિસ્તાની મરીનની નાપાક કહેવાય તેવી માછીમારોના અપહરણની ઘટના સામે આવી છે.

જૂઓ વીડિયો 31 વર્ષ નાની પત્નીના પ્રાઈવેટ વીડિયો શેર કરતા પાક. સાંસદ ભરાયા

દીનુ બોઘા ફરી વિવાદમાં, હત્યાની ધમકીનો લાગ્યો ગંભીર આરોપ

Gir Somnath News Updates : ભારતીય જળસીમામાં ઘુસી માછીમારોના અપહરણ

18 સાગરખેડૂના અપહરણ

ભારત-પાકિસ્તાનની India-Pakistan આંતરરાષ્ટ્રીય જળ સીમાં પાસે માછીમારી કરતા સાગર ખેડૂ પર સતત જોખમ ઝળુંબતું રહે છે. કારણ કે અવાર નવાર પાકિસ્તાની મરીન દ્વારા માછીમારોને ઉઠાવી જવાની ફરિયાદો ઉઠતી રહે છે. આ પ્રકારનું કૃત્ય પાકિસ્તાની મરીન દ્વારા ફરી કરવામાં આવ્યું છે. જેમાં 18 જેટલા માછીમારોને 3 બોટ સાથે ઉઠાવી લેવાયાના અહેવાલ છે. જેના કારણે સાગર ખેડૂત સમાજમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે.

જૂઓ વીડિયો : મગફળીની લારી પર પહોંચેલા IPS નો વીડિયો વાયરલ

ત્રણેય બોટ ગુજરાતની હોવાની સંભાવના

ઈન્ટરનેશલ મરીન બોર્ડર લાઈન (IMBL) પાસેથી પાક. મરીન દ્વારા માછીમારોને અપહરણ કરી લેવાયાના અહેવાલ છે. જેમાં કુલ 18 માછીમારો અને 3 બોટને ઉઠાવી પાક. મરીને નાપાક કૃત્ય કર્યાના અહેવાલ છે. મળતા અહેવાલ મુજબ અપહરણ થયેલી ત્રણેય બોટ ગુજરાતની જ હોવાની શક્યાતા છે. જ્યારે બોટ અને અપહૃતોને પાકિસ્તનાના કરાંચી ખાતે લઈ જવાયા છે.

ટૂંકા સમયમાં બીજી ઘટના

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ પાક. મરીનના આવા કૃત્ય સામે આવી ચૂક્યા છે. જેમાં તાજેતરમાં જ 6 ફેબ્રુઆરીની ઘટનામાં પાક. મરીન એ આંતરરાષ્ટ્રીય જળ સીમા પાસે જ 2 બોટ પરના 12 જેટલા માછીમારોને ઉઠાવી જવાનું નાપાક કૃત્ય કર્યું હતુ. ત્યારે ફરી થોડા જ દિવસો બાદ આવી જ અપહરણની ઘટના બનતા માછીમારી સાથે સંકળાયેલા સાગર ખેડૂમાં રોષ જોવા મળી રહ્યો છે.

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...