Homeગુજરાતગીર સોમનાથગીર-સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે પરવાનાવાળા હથિયારો જમા કરવા હુકમ

ગીર-સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે પરવાનાવાળા હથિયારો જમા કરવા હુકમ

-

હથિયારો શસ્ત્ર નિયમો-૨૦૧૬ના નિયમ-૪૭ અને ૪૮ હેઠળ સંબંધીત પોલીસ સ્ટેશનમાં સલામત અને સુરક્ષીત રીતે રાખવાના રહેશે. જમા લીધેલ હથિયારની પહોંચ આપવાની રહેશે.

પરાગ સંગતાણી – ગીર-સોમનાથ(Gir Somnath News) તા. -૨૪, ગીર-સોમનાથ જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર જિલ્લામાં આવેલ તમામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પાક રક્ષણ તેમજ સ્વરક્ષણનો પરવાના તળેના હથિયારો(Deposit Licensed Weapons) સંબંધકર્તા પરવાનેદાર પાસેથી મેળવી જમા લેવા શસ્ત્ર અધિનીયમ-૧૯૫૯ની કલમ-૨૨(૧) (બી) ની જોગવાઇ હેઠળ હુકમ જિલ્લા મેજીસ્ટ્રે્ટ આર.જી.ગોહીલ દ્વારા કરવામાં આવેલ છે.

આ હુકમ હેઠળ જમા લેવાયેલ હથિયારો શસ્ત્ર નિયમો-૨૦૧૬ના નિયમ-૪૭ અને ૪૮ હેઠળ સંબંધીત પોલીસ સ્ટેશનમાં સલામત અને સુરક્ષીત રીતે રાખવાના રહેશે. જમા લીધેલ હથિયારની પહોંચ આપવાની રહેશે. તથા ચૂંટણી આંચારસંહિતા પુર્ણ થયા બાદ સંબંધીત પરવાનેદારને તેનું હથિયાર પરત સોંપવાનું રહેશે.

આ હુકમ બેંક કે અન્ય સંસ્થાઓ કે જયાં સીકયોરીટીના પ્રશ્ન હોય તેવા પરવાનેદારને લાગુ પડશે નહીં. પોલીસ અધિક્ષક ગીર-સોમનાથએ આ હુકમની અમલવારી કરાવી હથિયારો જમા લેવામાં આવે તથા પરત કરવામાં આવે ત્યારે પોલીસ સ્ટેશનવાઇઝ સંકલીત અહેવાલ જિલ્લા મેજીસ્ટ્રેટ ગીર-સોમનાથને રજુ કરવાનો રહેશે.|||

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....