35 C
Ahmedabad

તાલાળાના ભોજદેમાંથી કુટણખાનું ઝડપાયું, LCB એ દરોડો કરી 5 આરોપીઓને ઝડપી લીધા

Published:

Gir Somnath News પરાગ સંગતાણી, તાલાલા : તાલાલા ગીરના ભોજદે વિસ્તારમાં આવેલા રૂદ્ર ફાર્મ હાઉસ (Rudra Farm House Talala Gir)માંથી પોલીસે દેહ વ્યાપારની પ્રવૃતિ ઝડપી પાડી છે. આરોપીઓ દ્વારા ફાર્મ હાઉસ ભાડે રાખી ગેરકાયદેસર પ્રવૃતિ શરૂ કરી હતી. જેમાં દલાલ મારફતે સ્ત્રીઓને બોલાવી આર્થિક લાલચ આપી દેહ વ્યાપાર ચલાવાતો હતો.

આજરોજ તારીખ 19 જૂન 2022ના રોજ તાલાલા Talala પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ભોજદે ગીરના રૂદ્ર ફાર્મ હાઉસમાંથી દેહ વ્યાપારનો પર્દાફાશ થયો છે. આરોપી પરબદ કાનાભાઈ રામ દ્વારા ફાર્મ હાઉસ આરોપી કૃણાલભાઇ વિનોદભાઇ રાજાણી પટેલ રહે.મેંદરડા અને વિશાલભાઇ જેન્તીભાઇ ડોબરીયા પટેલ રહે.દાદર તા.વિસાવદરને ભાડે આપવામાં આવ્યું હતું.

આ ફાર્મ હાઉસમાં આરોપી રવી બાગીસભાઇ ઉપાધ્યાય બ્રાહમણ રહે. મુળ યુપી બદલાપુર હાલ વાપી અને પરેશ રણછોડભાઇ ગઢીયા, પટેલ રહે. વરાછા, સુરત વાળા બહારથી સ્ત્રીઓ બોલાવી દેહ વ્યાપાર કરાવતા હતા. આરોપીઓ દ્વારા રૂદ્ર ફાર્મ હાઉસમાં ગ્રાહકોને બોલાવી અનૈતિક દેહ વ્યાપારનો ધંધો કરાવમાં આવતો હતો. જેની માહિતી ગીર સોમનાથ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળતા દરોડા કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસે આરોપીઓ વિરૂધ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં ઇમોરલ ટ્રાફીક પ્રિવેન્સન એકટ હેઠળ ગુનો નોંધાવવામાં આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related articles

Recent articles