Gir Somnath News કોડીનાર : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં પસાર થતી શંગોડા નદીમાં ભર ઉનાળે પૂર આવ્યું હોવાના અહેવાલ છે. જંગલ વિસ્તારમાં આવેલો શિંગોડા ડેમ ખેડૂતો માટે જીવાદોરી સમાન છે. ત્યારે ખેડૂતો માટે શિંગોડા ડેમના દરવાજા ખોલવામાં આવતા ભર ઉનાળે નદીમાં પાણી વહેતું થયું છે.
કોડનાર Kodinar અને જામવાળા Jamvalaના વિસ્તારમાં વહેતી શિંગોડા નદી ઉનાળાની શરૂઆત પહેલા ખાલી થઈ ગઈ હતી. પરંતુ આજે નદીમાં પાણી-પાણી થઈ જતા લોકો કુતુહલ વશ નદીના દ્રશ્ય જોવા પહોંચવા લાગ્યા છે. શિગોંડા નદી પર બાંધવામાં આવેલા કોડીનાર બ્રીજ પર લોકો વહેતી શિંગોડા નદીના પાણીના દર્શન કરવા પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ વોર્મિંગના કારણે તાપમાન વધી રહ્યું છે બીજી તરફ ભુગર્ભ જળ પણ તળીયે ગયું છે. જેના કારણે ખેડૂતો કુવાના પાણીનો લાભ લેવા ઈચ્છે તો પણ પાણી નથી. જેના કારણે ખેડૂતો શિંગોડા ડેમ તરફ મીટ માંડી બેઠા હતા. એવામાં આજે ડેમનું પાણી છોડવામાં આવતા ખેડૂતો ઉભા પાક બળી જવાની ચિંતા ટળી છે. ખેડૂતો લાંબા સમયથી ડેમના દરવાજા ખોલી પિયત મળે તેવી વ્યવસ્થા માટે માંગણી કરતા હતા જે આજે ફળી હોય તેમ જણાય છે.
Gir Somnath News ભરઉનાળે શિંગોડા નદીમાં પૂર ! વહેતા પાણી જોવા નિકળ્યા: ગીર સોમનાથ
સામાન્ય રીતે નદીઓ વરસાદના કારણે ચોમાસામાં વહેતી જોવા મળે છે. પરંતુ ઉનાળામાં નદીમાં પાણીનું વહેણ જોવા મળે તે વાત ખુબ મોટી કહી શકાય. ભલે આ પાણી કુદરતી રીતે વરસેલા વરસાદનું નથી પણ ડેમનું સંગ્રહેલું પાણી ખેડૂતોના પાકને નવજીવન આપી શકે છે. શિંગોડા નદીમાં પાણી છોડવાના કારણે આસપાસના 20 જેટલા ગામને પાણીનો લાભ મળશે અને પિયતનું ટાણું પણ સચવાઈ જશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.