Homeગુજરાતગીર સોમનાથસોમનાથ મંદિર બહાર પત્રકારોના ધરણા પ્રદર્શન; પત્રકારો છીએ આતંકી નહીંના સુત્રોચ્ચાર

સોમનાથ મંદિર બહાર પત્રકારોના ધરણા પ્રદર્શન; પત્રકારો છીએ આતંકી નહીંના સુત્રોચ્ચાર

-

પરાગ સંગતાણી, સોમનાથ : ગીર સોમનાથના વેરાવળ (Veraval) ખાતે આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ અને જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર (Somnath Temple) બહાર પત્રકારો ધરણા પર બેઠા છે. શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવનો ખાસ મહિમા હોય લાખો ભાવિકો ઉમટી પડતા હોય છે. ત્યારે આજરોજ 1 ઑગસ્ટના રોજ પત્રકારો (Journalist) સોમનાથ મંદિર ટ્રસ્ટની નિતીથી ખફા થયા અને ધરણા પર બેસી ગયા છે.

સોમનાથ મંદિર બહાર પત્રકારોના ધરણા

જયોતિર્લિંગ સોમનાથ મહાદેવ (Somnath Mahadev)ના દર્શન માટે લાખોની સંખ્યામાં ભાવિકોનો ઘસારો જોવા મળે છે. ત્યારે પત્રકારો પણ ખાસ શ્રાવણ મહિનામાં સોમનાથ દાદાના મંદિરનું કવરેજ કરવા પહોંચતા હોય છે. દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્ટના પ્રત્રકારોના પ્રવેશ પર પાબંધી લગાવી પત્રકારો માટે દરવાજા બંધ કર્યા છે. જેના કારણે પત્રકારોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

પત્રકાર છીએ આતંકી નહીં

ધરણા પર બેઠેલા પત્રાકારોએ સોમનાથ દાદાને મંદિર ટ્રસ્ટને સદબુધ્ધી આપવાની પ્રાર્થના કરવા સાથે સુત્રોચ્ચાર કર્યો હતો કે અમે પત્રકારો છીએ કોઈ આતંકી નથી. પત્રકારો પાસેથી મળતી વિગતો મુજબ મંદિરના સુરક્ષા વિભાગે તેમના પ્રવેશને મંજૂર રાખ્યો હોવા છતાં પણ સોમનાથ મંદિર ટ્રસ્ટ હિટલરશાહીની માફક પત્રકારો માટે પ્રવેશ બંધ રાખે છે.

શું કહે છે સોમનાથ મંદિર ટ્રસ્ટ ?

કાળી પટ્ટી ધારણ કરી સોમનાથ મહાદેવ મંદિરના પ્રવેશ દ્વારા પાસે ધરણ કરતા પત્રકારો મામલે મંદિર ટ્રસ્ટે પણ એ પ્રેસનોટ જાહેર કરી જવાબ આપ્યો છે કે, સોમનાથ મહાદેવના દર્શાનર્થીઓની સંખ્યા આ વર્ષે 1 કરોડ પહોંચી છે. ત્યારે યાત્રીકોની સંખ્યાના વધારાને ધ્યાને રાખી મંદિર પરિસરમાં મીડિયાને પ્રવેશ નહીં આપવાનો નિર્ણય કર્યો છે. પરંતુ મીડિયાને સમયસર શ્રીંગાર દર્શન અને પૂજા વિગેરાના ફોટ અને લાઈવ ફીડ મળી રહે તેવી વય્વસ્થા કરવામાં આવી છે. છતાં પણ કેટલાક લોકો દ્વારા મીડિયાને પ્રેવશ બાબતે બીનજરૂરી અન્ય લોકોને ઉશ્કેરી વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરે છે. જેંથી આ બાબતને ટેકો નહીં આપવા પ્રીન્ટ તેમજ ઈલેક્ટ્રોનીક મીડિયાને વિનંતી છે.

વધુ વાંચો- જુગારનો બોગસ કેસ કર્યાનો મોરબી એ ડિવિઝન પીઆઈ પર આક્ષેપ કરતા ધારાસભ્ય કગથરા

Must Read