Homeગુજરાતગીર સોમનાથટોલ ટેક્સ નહીં ભરવા મામલે NHAIના અધિકારીને ફટકાર્યા, 3 પત્રકાર અને ટ્રાન્સપોર્ટર...

ટોલ ટેક્સ નહીં ભરવા મામલે NHAIના અધિકારીને ફટકાર્યા, 3 પત્રકાર અને ટ્રાન્સપોર્ટર સહિત 10 સામે FIR: વેરાવળ

-

Latest Gujarati News શૈલેષ નાઘેરા વેરાવળ : ગીર સોમનાથના વેરાવળમાં આવેલા ડારી ટોલ બુખ પર ટ્રકનો ટેક્સ નહીં ભરવા મામલે ઘર્ષણ થયું હતું. આ મામલે નેશનલ હાઈવે ઓથોરીટીના NHAI અધિકારી મલ્હોત્રાને માર મારવામાં આવતા ઈજ્જાગ્રસ્ત થયા છે. હિંસક હુમલાની ઘટના બાદ પ્રભાસ પાટણ પોલીસે 10 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગઈકાલે સોમવારના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા ડારી ટોલ બુથ પર ટ્રકનો ટેક્સ નહીં ભરવા મામલે સર્જાયેલો વિવાદ મારામારીમાં ફેરવાયો હતો. પોલીસ ફરિયાદ મુજબ શિવમ ટ્રાન્સપોર્ટના સંચાલક જગમાલ વાળા અને તેની સાથે મળતીયાએ NHAI (National Highway Authority Of India) ની ઓફિસમાં ઘસી જઈ અધિકારી પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ટ્રાન્સપોર્ટર જગમાલ સાથે 3 પત્રકાર પણ સામેલ હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

આરોપી જગમાલ વાળા, 3 પત્રકારો સહિત 10 લોકો ગતરોજ વાહનના ટોલ ટેક્સ નહીં ભરવા મુદ્દે ઝઘડો કર્યો હતો. બાદમાં આરોપીઓએ નેશનલ હાઇવે ઓથોરિટીના જનરલ મેનેજર રાજીવ મહેન્દ્રકિશન મલ્હોત્રાને માર માર્યો અને ઈજ્જાગ્રસ્ત કર્યા હતા. આ મામલે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં 10 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે તમામ નીચે આપેલા તમામ 10 આરોપીઓ વિરૂધ્ધ આઈ.પી.સી. કલમ 323, 504, 452, 332, 143, 147, 337, 120 B, 506(2) અને સાર્વજનીક મિલ્કતોને નુકશાન અટકાવવાનો અધિનિયમની કલમ 3 મુજબ FIR નોંધી છે.

પોલીસ ફરિયાદમાં નોંધાયેલા 10 આરોપીઓ

  1. જગમાલભાઇ વાળા (શિવમ ટ્રાન્સપોર્ટ ના સંચાલક)
  2. રામજીભાઇ ચાવડા પત્રકાર
  3. મીલનભાઇ વાળા
  4. અસ્પાકભાઇ મુગલ
  5. માલદેભાઇ વાળા
  6. કનુભાઇ પંડ્યા
  7. વીજયભાઇ જોટવા પત્રકાર
  8. મેઘજીભાઇ ચાવડા
  9. વીશાલભાઇ તંબોલીયા પત્રકાર
  10. દિલ્પેશ રામ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....