ગીર સોમનાથ Somnath News in Gujarati ગુજરાત Gujarat Shailesh Naghera : ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રજાના ખર્ચે બનેલા બાંકડા મુદ્દે ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચૂડાસમા એ પાટણ-વેરાવળ નગરપાલિકાના બગીચામાં બાંકડા મુકાવ્યા હતા. આ બાંકડાને નુકશાન પહોંચાડી બાંકડા ખોલી નાખવાની ઘટના નોંધાઈ હતી. જે બાદ ધારસભ્ય એ પોલીસ ફરિયાદ કરતા ભાજપના વેરાવળ નગરપાલિકા પ્રમુખ ફોફંડી રાજકિય Politics તેવર બતાવી રહ્યાં છે.
કોંગ્રેસના ધારાસભ્ય ચૂડાસમા ચૂડાસમા એ પાટણ-વેરાવળ નગરપાલિકા સંચાલિત બગીચામાં લોકોને બેસવા બાંકડા મુકાવ્યા હતા. આ બાંકડાને નુકશાન પહોંચતા વિમલ ચૂડાસમા સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. જે મામલે તેઓ એ નગરપાલિકાના મહિલા સદસ્યના પતિ સાથે ટેલિફોનિક વાત કરી હતી. આ ટેલિફોનિક વાતનું કથિત રેકોર્ડિંગ પણ સામે આવ્યુ હતુ. જે બાદ આજે સમગ્ર મામલો લઈ ધારાસભ્ય પોલીસ પાસે પહોંચ્યા છે.
ગીર સોમનાથ ગુજરાત – પ્રજાના પૈસે મુકાયેલા બાંકડાનું રાજકારણ પોલીસ સ્ટેશન પહોંચ્યું
આ મામલે પાટણ-વેરાવળ નગરપાલિકાના પ્રમુખ પીયુષ ફોફંડી એ રાજકારણ શરૂ કરી દિધું છે. તેમને કોંગ્રેસ પર રાજકારણ કરવાનો આરોપ લગાવતા જણાવ્યુ કે, ધારાસભ્ય પાંચ વર્ષે જાગ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે,નગરપાલિકા ની જગ્યામાં પ્રમુખ ની મંજૂરી વિના બાંકડા મૂકી શકાય નહીં. તેમજ નગરપાલિકાએ બાંકડા પર જય સોમનાથ લખ્યું છે પણ ધારાસભ્ય એ પ્રસિધ્ધી માટે પોતાનું નામ બાંકડા પર લખાવ્યું છે. ઉપરાંત બેન્ચ તોડવાની વાતનું ખંડન કરતા તેમણે કહ્યું કે, એક પણ બેન્ચ નથી તૂટી તેમને મુકેલી પાંચેય બેન્ચ સલામત છે.
જાણવા જેવું 24/01/2022
જાણો પ્રાકૃતિક અને ઑર્ગેનિક ખેતી વચ્ચેનો તફાવત તેમજ જીવામૃત કેવી રીતે બને
અત્રે ઉલ્લેખનિય છે કે ધારાસભ્યની ગ્રાન્ટ જનતાની તિજોરીમાંથી પ્રજાની સુખાકારી માટે વાપરવા મળતી હોય છે. પરંતુ અહિં તો નગરપાલિકાનો અહમ અને કોંગ્રસ સાથેના ટકરવાને કારણે પ્રજાની સુખાકારી માટ મુકાયેલા બાંકડા જ ખોલી નાખવામાં આવ્યા છે. રહી વાત નગરપાલિકાની મંજૂરીની તો નગરપાલિકાએ સમજવું જોઈએ કે આ બાંકડા પર નગરજનો બેસી બગીચામાં આનંદ માણશે. જો મંજરી વિના બાંકડા મુકાયા હોય તો બાંકડાને ખોલી નાખવા કરતા કાયદેસરની પ્રક્રિયા અનુસરી કાર્યવાહી કરી શકાય છે.
આમ પાટણ-વેરાવળ નગરપાલિકાના અહમ અને ધારાસભ્યના બાંકડા વચ્ચે વેરાવળની જનતા પીસાતી હોય તેમ જણાય છે. ત્યારે નગરજનોમાં ચર્ચા છે કે ચૂંટીને સત્તા પર બેસાડેલા નેતાઓ રાજકારણ સિવાય કશું કરતા નથી. જો કરતા હોત તો વેરાવળમાં હજારો પ્રશ્નો છે જે ઉકેલાય ગયા હોત.