Homeગુજરાતગીર સોમનાથસોમનાથમાં માનવ મેહેરામણ ઉમટ્યું, બધીજ જગ્યા ભીડ, સેલ્ફીનું પણ આકર્ષણ

સોમનાથમાં માનવ મેહેરામણ ઉમટ્યું, બધીજ જગ્યા ભીડ, સેલ્ફીનું પણ આકર્ષણ

-

Gir Somnath – દિવાળીના(Diwali) તહેવારોમાં(Festival) લોકો(People) સોમનાથ દાદાના દર્શને પહોચ્યા, તેમજ વોક વે(Walk Way) સેલ્ફી (Selfie) પોઈન્ટ બન્યો, હોટેલથી લઈને CNG પંપ સુધી બધેજ ભીડ જોવા મળી.

  • સોમનાથ મંદિરે દિવાળીના તહેવારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું,
  • નવનિર્મિત વોક વે સહેલાણીઓ માટે ફોટો શૂટ નું કેન્દ્ર બન્યું
  • દિવાળીના દિવસે સોમનાથ મંદિરે ખાસ રંગોળી અને દાદાને ખાસ શ્રૃંગાર કરવામાં આવ્યા હતા.
  • સહેલાણીઓની સીએનજી પેટ્રોલ પંપમાં પણ કતારો લાગી

પરાગ સંગતાણી, ગીર સોમનાથ (Gir Somnath) – સોમનાથ મંદિરે દિવાળી અને નૂતનવર્ષના તહેવારોને લઇને માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.દિવાળી ના દિવસથી સામાન્ય રીતે લોકોને 5 દિવસ સુધી રજાઓ હોઈ છે.જેને લઇને લોકો સોમનાથ દર્શનાર્થે આવ્યા હતા.ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ અતિથિ ગૃહોના આગામી તા.10 સુધી તમામ રૂમ ફૂલ થઈ ગયા હતા.ઉપરાંત વેરાવળમાં પણ તમામ હોટેલમાં સહેલાણીઓનો ઘસારો જોવા મળ્યો હતો અને તમામ હોટેલો ફૂલ થઇ ગઇ હતી. ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત વોક વે નો પણ તમામ સહેલાણીઓએ લાભ લીધો હતો.

ખાસ કરીને વોક વે સહેલાણીઓ માટે ફોટો શૂટ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.સ્થાનિક વેપારીઓમાં પણ કોરોના મહામારી બાદ 2 વર્ષ બાદ વેપાર ધંધા ખુલ્યા હોવાથી હર્ષની લાગણી જોવા મળી હતી અને બજારોમાં રોનક જોવા મળી હતી.

નોંધનીય છે કે હાલમાં પેટ્રોલ ડીઝલ ના ભાવ વધ્યા છે, ત્યારે સામાન્ય રીતે વધારે પડતા લોકો સીએનજી ગાડીઓ દ્વારા સફર કરવાનુ વધુ પસંદ કરે છે.જેથી હરવા ફરવાનું બજેટ ઓછું થઈ જાય છે.આમ, સોમનાથ અને વેરાવળમાં માત્ર 2 થી 3 જ સીએનજી પંપ હોવાથી ત્યાં પણ લાંબી કતારો લાગી હતી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....