Monday, May 16, 2022

વડનગર ગ્રામપંચાયત સામે થશે તપાસ, ભ્રષ્ટાચાર મામલે કપીલ ગાધેની લાંબી લડાઈ બાદ નિર્ણય

ગીર સોમનાથ Somnath News Gujarati : ગ્રામપંચાયત થી સંસદ સુઘી રાજકારણ અને ભ્રષ્ટાચારને નજીકનો સબંધ રહ્યો છે. એજ રીતે ભ્રષ્ટાચાર, ગુંડાગીરી અને રાજકારણ Politics ના સબંધથી સૌ કોઈ વાકેફ છે. એવી જ એક ઘટના સામે આવી રહી છે કોડીનાર તાલુકાના વડનગર ગ્રામપંચાયતથી. જેમાં ગામના પૂર્વ સરંપચ પર કથિત ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. આ મામલે ગ્રામપંચાયતના સદસ્ય કપીલ ગાધે લાંબા સમયથી અવાજ ઉઠાવી રહ્યાં છે.

Gir Somnath News Gujarati/વડનગર ગ્રામપંચાયત સામે ભ્રષ્ટાચાર મામલે થશે તપાસ

સમગ્ર ઘટના એવી છે કે, વડનગર ગ્રામ પંચાયતના પૂર્વ મહિલા સરપંચના કાર્યકાળમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે હાલના ગ્રામ પંચાયત સદસ્ય કપીલ ગાધે દ્વારા કલેકટર સહિતના અધિકારીઓને રજૂઆત કરાઈ હતી. કપીલ ગાધે જણાવે છે કે, ગામમાં પૂર્વ મહિલા સરપંચ દ્વારા પાણીના ઓવર હેડ ટેન્ક કોઈ પણ ઠરાવ વીના તોડી પાડ્યા હતા, વળી તોડી પાડી તેનો કાટમાળ પણ બારોબાર વેચી નાખ્યો હતો. આ મામલે તેઓ એ ઉચ્ચ કક્ષાએ અરજી કરી હતી.

લાંબા સમયથી ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અરજી કરી રહેલા કપીલ ગાધે એ હાલના ઉપસરપંચ ભરત સોલંકી અને તેમના ભત્રીજા ખુબ માથાભારે હોવાનું જણાવે છે. તેઓ પંચાયત કચેરીમાં આવી બળજબરી પૂર્વક સહિઓ પણ કરાવે છે તેવું જણાવી રહ્યા છે. પરિણામે કપીલ ગાધેએ પોતાના જીવના રક્ષણ માટે પોલીસ રક્ષણની પણ માંગણી કરવી પડી છે.

હાલ ઓવરહેડ ટેન્ક મામલે તાલુકા પંચાયત કક્ષાએથી તપાસ પણ થવા જઈ રહી છે. જેમાં પૂર્વ સરપંચ મીણીબેન તેમજ અરજી કરનાર કપીલ ગાધેને પણ હાજર રહેવા જણાવાયું છે. આ મામલે વી.આર. સોડીગલા, એ.એસ ગોહિલ અને બી.કે. જનાણી તાલુકા કક્ષાએથી તપાસ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેઓ 11 એપ્રિલના રોજ વડનગર ખાતે જઈ મામલાની તપાસ કરી અરજદારને સાંભળી એક અહેવાલ તૈયાર કરશે. જે અહેવાલ તાલુકા વિકાસ અધિકારી પાસે સુપ્રત થયા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

હાલના ગ્રામ પંચાયત સદસ્ય ભ્રષ્ટાચાર મામલે કપીલ ગાધે વધુમાં જણાવે છે કે, વડનગર ગ્રામ પંચાયતમાં WASMO ની પાણીની પાઈપલાઈન પીવીસીની મંજૂર થઈ હતી. પરંતુ ઉચ્ચકક્ષાએ રજૂઆત કરતા સારી ગુણવત્તાની એચડીપીઈ પાઈપલાઈન મંજૂર કરવામાં આવી હતી. પણ તપાસ થાય તો બહાર આવે કે 2 કિ.મી. લાંબી જમીનમાં નાખેલી ઉચ્ચગુણવત્તાની પાઈપલાઈન કાઢી વેચી નાખી અને નબળી ગુણવત્તાની નાખી દેવામાં આવી છે.

- Advertisment -

Must Read

rajkot district congress leader protest against price hike arjun khatariya

લીંબુ-મરચાના હાર પહેરી મોંઘવારીનું બેસણું કરે તે પહોલા કોંગ્રેસીઓને અટકાયત: રાજકોટ

Rajkot News રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાની આગેવાનીમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ...