Gir Somnath news Gujarati પરાગ સંગતાણી, તાલાલા : ગીર સોમનાથ પોલીસ દ્વારા ચોરીના અનડીટેક્ટ ગુન્હાઓ અનુસંધાને પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 42 ટાયર ચોરીના ગુનાની તપાસ આદરી હતી. જેમાં આરોપીઓ કાનાભાઇ ભાણાભાઇ કેશવાલાની દુકાન પાસેથી ૪૨ જુના નાના-મોટા ટાયરનો ઢગલો પડેલો હતો તેને ઉઢાવી ગયા હતા. આ ઘટનાના સીસીટીવ ફૂટેજમાં ચોર શખ્સો અશોક લેલન્ડ છોટા હાથી જેવું દેખાતું વાહન લઈ ચોરી કરવા આવ્યા હોવાનું ખુલ્યું હતું.
પોલીસે આ વાહનને સાસણથી જુનાગઢ Junagadh તરફ જતું હોવાનું માલુમ પડતા નેત્રમ સીસીટીવી કેમેરા CCTV Camera અને અશોક લેલન્ડ વાહનના નંબરની પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી ઓળખ કરી હતી. જે માહિતીના આધારે માલિકના નામ સરનામાની ખરાઈ થતા આરોપી મહેન્દ્રભાઇ ઉર્ફે લખન જેન્તીભાઇ વડેસરા – ગોલારાણા, અજયભાઇ ઉર્ફે સલમાન ભરતભાઇ પંડયા, એઝાઝભાઇ યુસુફભાઇ પંજા રહે. ત્રણેય જુનાગઢનાઓને ઝડપી લીધા હતા.
આરોપીઓએ આશરે બે થી ત્રણ માસ દરમ્યાન જુનાગઢ જેતપુર, જેતપુર, કેશોદ, ભેસાણ, ગોંડલ, મેંદરડામાથી, પ્રભાસ પાટણ, વંથલી, વિસાવદર, બીલખા, બગસરા અને માંગરોળમાથી સહિત અલગ – અલગ જગ્યાએથી કુલ -૨૯ ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
Gir Somnath News ટાયર ચોરી કરતી ગેંગ ઝડપી પાડતી ગીર સોમનાથ પોલીસ: તાલાલા

આરોપી પાસેથી પોલીસે ગુનામાં વપરાયેલ અશોક લેલેન્ડ અંદાજે કિંમત રૂ.૧ લાખ, ૪૨ ટાયર અંદાજે કીમત રૂ.૪૨ હજાર અને ૧ મોબાઈલ સહિત ૧ લાખ ૪૭ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી મહેન્દ્ર અગાઉ મારામારીના ગુનામાં એ ડીવીઝન જુનાગઢ ખાતે નોંધાયો હતો અને એઝાઝ અગાઉ ચોરીના ગુનામાં જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ ચૂક્યો છે.