Homeગુજરાતગીર સોમનાથવરલી મટકાનો જુગાર રમાડતા વૃધ્ધને ઝડપી પાડતી ગીર સોમનાથ LCB: ઉના

વરલી મટકાનો જુગાર રમાડતા વૃધ્ધને ઝડપી પાડતી ગીર સોમનાથ LCB: ઉના

-

Gir Somnath News ઉના : વરલી મટકાનો જુગાર રમાડતા વૃધ્ધને ઝડપી પાડતી Gir Somnath LCB: ઉના. ગીર સોમનાથ એલ.સી.બી.એ ઉના બસ સ્ટેશન પાસે આશીર્વાદ હોસ્પિટલ પાસે ગલીમાં વરલી મટકાના આંકડાનો જુગાર ઝડપી પાડ્યો હતો. જાહેરમાં ગરેકાયદેસર રીતે વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા 65 વર્ષીય આરોપી બાલુભાઈ સોલંકીને ઝડપી લઈ કાર્યાવાહી કરવામાં આવી હતી.

ઉના Una બસ સ્ટેશન પાસે આશીર્વાદ હોસ્પિટલની સામે ગલીમાં જાહેરમાં એક ઇસમ ગેરકાયદેસર વરલી મટકાના આંકડા લખી હારજીતનો જુગાર રમાડતો હોય જે અંગે રેઇડ કરી આરોપી બાલુભાઇ જીણાભાઇ સોલંકી ઉં.વ.૬૫ ધંધો વેપાર રહે ઉના ૮૦ ફુટ રીંગરોડ બાપા સીતારામની બાજુમાં તા.ઉના જિલ્લો ગીરસોમનાથ વાળાને રોકડ રૂપિયા ૧૬,૭૧૦/- તથા વરલી મટકાના જુગારના સાહીત્ય તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ નોકીયા કંપનીનો કાળા કલરનો સાદો કીપેડ મોબાઇલ નંગ-૧ જેની કી.રૂ.૫૦૦/- મળી કુલ કી.રૂ. ૧૭,૨૧૦/-ના વરલી મટકાના આંક ફેરના જુગારના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી ઉના પો.સ્ટે. જુગાર ધારાનો ગુનો રજી. કરાવેલ.

વધુ વાંચો- હાઈપ્રોફાઈલ જુગાર કેસમાં ભાજપના ધારાસભ્ય સહિત 26ને 2 વર્ષની સજા: હાલોલ

એલ.સી.બી. ગીર સોમનાથના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર કે.જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ પ્રફુલભાઇ વાઢેર, શૈલેષભાઇ ડોડીયા, રાજુભાઇ ગઢીયા, પો.કોન્સ. સંદિપભાઇ ઝણકાટ ઉદયસિંહ સોલંકી,તથા ડ્રા.પો.કોન્સ ગોપાલભાઇ મકવાણા દ્વારા બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....