Sunday, May 15, 2022

તાલાલા પંથકની કેસર કેરીનો પાક આ વર્ષે જુજ, ખેડૂતો વિમા માટે કરે છે માંગણી

ખેડૂત સમાચાર Khedut : Gir Somnath ગીર સોમનાથ News Gujarati પરાગ સંગતાણી, વેરાવળ : તાલાલા ગીર પંથકમાં કેરીનો પાક ખેડૂતો માટે જીવાદોરી સમાન હોય કેસર કેરીના પાકને પાક વિમા માં સમાવેશ કરવાનું ખેડૂતો જણાવે છે. આ મામલે સ્થાનિક ખેડૂતો જણાવે છે કે, જો હવે કેરીના પાકને વિમામાં સમાવેશ કરવામાં વિલંબ થાય તો ખેડૂતો ના છુટકે આંબાના વૃક્ષો કાપે તેવી સ્થિતી સર્જાય શકે છે. જો ખરેખર આવું થાય તો તાલાલા પંથકના આંબાના બગીચા ભુતકાળ બની જશે તેવી ભિતી સ્થાનીકોને જણાય છે.

Gir Somnath News Gujarati/તાલાલા પંથકની કેસર કેરીનો પાક આ વર્ષે જુજ

તાલાલા પંથક પર કુદરતના મારની વાત કરીએ તો છેલ્લા બે વર્ષમાં કુદરતી હોનારતો એ ખેડૂતોને ખુબ નુકશાન કર્યું છે. ગત વર્ષે આવેલ તાઉ તે વાવાઝોડાને કારણે કિસાનોને મોઢે આવેલ કોળીવી કુદરતે ઝુંટવી લીધો હતો. બાદમાં આ વર્ષે માવઠું અને ત્યારબાદ વાતાવરણમાં આવેલ અવિરત બદલાવને કારણે કેસર કેરીનો પાક નિષ્ફળ ગયાનું ખેડૂતો જણાવે છે.

ખરેખર જો તાલાલા પંથકમાં કોઈ પણ ગામના કેસર કેરીના બગીચામાં નજર કરો તો બગીચામાં આંબા ઉપર બળી ગયેલ મોર નજરે પડે છે. સતત બે વર્ષથી કેસર કેરીના પાકની અક્પનીય નુકશાની થી પડી ભાંગેલ કિસાનોને બેઠા કરવા કેરીના નિષ્ફળ પાકનું વિના વિલંબે સર્વે કરાવી કેસર કેરીના ઉત્પાદક કિસાનોને યોગ્ય વળતર ચૂકવવા તાલાલા પંથકની ૨૭ ગામની સહકારી મંડળીઓએ માંગણી કરી છે.

ભાનુભાઈ વાઘસિયા બાગાયતી ખેડૂત જણાવે છે કે, તાલાલા પંથકમાં ગત વર્ષે 10 કી.ગ્રા ના અંદાજે 20 લાખ થી પણ વધુ બોક્સનું ઉત્પાદન થયું હતું તે પૈકી 9 લાખ 87 હજાર 931 બોક્સ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા. ગત વર્ષે તા.4 મે યાર્ડમાં કેરીનું વેચાણ શરૂ થયું હતું, તા.17 મે ના તૌઉતે વાવાઝોડું આવ્યું ત્યારબાદ કેરીની આવક ઘટી ગઈ હતી, છતાં પણ તા.૩/૯/૨૦૨૧ એટલે કે યાર્ડમાં 35 દિવસની સિઝન ચાલી હતી. આ વર્ષે કેરીનો પાક પાછોતરો અને જુજ હોય કેસર કેરીનું પીઠું ગણાતાં તાલાલા યાર્ડ શરૂ થવાના કોઈ અણસાર જોવા મળતા નથી તેવું બાગાયતી ખેડૂતો નું કહેવું છે.

બીજી તરફ રમરેચી સેવા સહકારી મંડળી ના પ્રમુખ લક્ષ્મીદાસ ઝાટકીયા ના જણાવ્યા મુજબ તાલાળા પંથકની ૨૭ સહકારી મંડળીઓએ કેસર કેરીના ઉત્પાદક ખેડૂતોને રૂ.90 કરોડ બાગાયતી ધિરાણ કર્યું છે. આ ઉપરાંત બેંકોમાંથી પણ ધીરાણ મેળવ્યું હોય, તાલાલા ગીર પંથકમાં ૧૨૫ કરોડથી પણ વધુ કિસાનોએ બાગાયત ધિરાણ મેળવ્યું હોવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે. ત્યારે કેસર કરીના પાકને છેલ્લા બે વર્ષથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોય કેરીના ઉત્પાદક ખેડૂતો દયાજનક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, માટે નોંધારા થઈ ગયેલ કિસાનોને બેઠા કરવા તાલાલા પંથકના કેરીના ઉત્પાદક કિસાનોનું ચાલુ વર્ષનું બાગાયતી ધિરાણ માફ કરવા રાજય અને કેન્દ્ર સરકાર ખાસ પેકેજ જાહેર કરવા ની પ્રબળ માંગ ઉઠી છે.

કેસર કેરીનો પાક અનુકૂળ આબોહવાના અભાવે ક્રમશઃ ઓછો થતો જાય છે તાલાલા પંથકની કુલ 29 હજાર હેકટર જમીન પૈકી 13 હજાર હેક્ટર જમીનમાં કેસર કેરીના બગીચામાં 15 લાખ થી પણ વધુ આંબાના વૃક્ષો છે.

પરીણામે તાલાલા પંથકનો મુખ્ય પાક બાગાયતી કેસર કેરીપાક ગણાય છે, જેને કારણે કેરીનો પાક તાલાલા પંથકની જીવાદોરી સમાન હોય કેસર કેરીના પાકને પાક વિમામાં સમાવેશ કરવા હવે વિલંબ કરવામાં આવશે તો ખેડૂતો આંબા કાપવા લાગશે અને તાલાલા પંથકના આંબાના બગીચા ભુતકાળ બની જશે તેવી ભિતી વ્યક્ત થઈ રહી છે.

જૂઓ વીડિયો – ગ્લોબલ વોર્મિંગને કારણે આંબા વાડીઓમાં આશ્ચર્યજનક ઘટનાઓ: ગીર સોમનાથ

- Advertisment -

Must Read

instant load fraud application scam vadodara women photo viral police registered fir

ઈનસ્ટન્ટ લોનની એપ્લિકેશમાંથી લોન લેતા ચેતજો ! મહિલાને બદનામ કરવા આવા...

Gujarat News Live વડોદરા : મહિલા સુરક્ષાની વાતો વચ્ચ મહિલાઓ સબંધીત ગુનામાં વિકાસ જોવા મળે છે. પરંતુ વડોદરા પોલીસ...