પરાગ સંગતાણી તાલાલા : રાજ્યમાં દારૂબંધી વચ્ચે સમાચારો મળતા રહે છે કે હોટેલ કે રિસોર્ટમાં Hotel & Resort માંથી દારૂની મહેફિલ ઝડપાય. ત્યારે દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળે છે. એવામાં પ્રવાસન સ્થળ તરીકે વિકસેલા ગીરના હ્રદય સમા તાલાલા વિસ્તારના રિસોર્ટમાં દારૂની મહેફિલ liquor party માણતા 3 આરોપી ઝડપાયા છે.
ગઈકાલે શનિવારે ગીર સોમનાથના તાલાલાના ચિત્રોડા ગામના કિનારે નામના ફાર્મ હાઉસ Kinare Farm માં એલ.સી.બી.ની ટીમ ત્રાટકી હતી. કિનારે ફાર્મ હાઉસમાં તપાસ કરતા રૂમ નંબર 106માં દારૂની મંડાયેલી મહેફિલ ઝડપી પાડવામાં આવી હતી. પોલીસે ચાલુ મહેફિલ પર દરોડો કરી ત્રણ આરોપી ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીને પગલે ગીર વિસ્તારના ફાર્મ હાઉસ Farm Houseમાં કે જ્યાં મહેફિલની સુવિધાઓ મળી રહેતી ત્યાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે આ મામલે કિનારે રિસોર્ટ Kinare Resortના માલિક વિરૂધ્ધ પણ સગવડતા પુરી પાડવા બદલ કાર્યવાહી કરી છે.
પોલીસે દરોડો કરી આરોપી ડેનીશ રાજેશભાઈ લીલા, વિવેક ચંદુભાઈ રૈયાણી, રૂપેશ વિરજીભાઈ પીપળીયાને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જ્યારે કિનારે રિસોર્ટનો સંચાલક પોલીસના ચોપડે ઝડપાયો નથી. આ પોલીસે કુલ 4 આરોપી વિરૂધ્ધ પ્રોહિબીશનની કલમ 66(1)બી, 65(એ)(એ), 85, 81, 75(એ) મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.
Gir Somnath News Gujarati ચિત્રોડાના કિનારે ફાર્મમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ: તાલાલા

પોલીસે ઝડપાયેલા આરોપી પાસેથી રૂપિયા 40,000ની કિંમતના મોબાઈલ નંગ 4, વિદેશી દારૂ ભરેલી કિનલી કંપનીની પ્લાસ્ટીકની પાણીની બોટલ, કાચના ગ્લાસ, રૂપિયા 4 લાખની કિંમતની ફોર્ડ ઈકો સ્પોર્ટ કાર એમ કુલ મળી 4 લાખ 40 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે.