Homeગુજરાતગીર સોમનાથવેરાવળના નાગરિકો શુધ્ધ પાણીથી પણ વંચિત ? ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં દુર્ગંધયુક્ત...

વેરાવળના નાગરિકો શુધ્ધ પાણીથી પણ વંચિત ? ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં દુર્ગંધયુક્ત પાણી

-

વેરાવળ : વેરાવળના નાગરિકો ઘણાં વર્ષથી પીવાના શુધ્ધ પાણીની પ્રતિક્ષા કરી રહ્યાં છે. ત્યારે 1 વર્ષ 25 દિવસ પહેલા 5 કરોડ 60 લાખના ખર્ચે બનેલા ફિલ્ટર પ્લાન્ટનું તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ આજે પણ વેરાવળના નગરજનો પીવાના શુધ્ધ પાણીથી દૂર છે.

વેરાવળ (Veraval)ના સ્થાનિકોના મત મૂજબ વેરાવળમાં ગટરના પાણી હોય તેવી દુર્ગંધયુક્ત પાણી નગરપાલિકા દ્વારા સપ્લાઈ કરવામાં આવે છે. ગંદા પાણીના કારણે બિમારી અને રોગચાળાનો ભય છે પરંતુ નગરપાલિકાનું તંત્ર જાણે ઉંઘમાં હોય તેમ કોઈ વ્યવસ્થા કરતું નથી.

વધુ સમાચાર- છે ને વિકાસ ! નગરપાલિકા પ્રમુખનો જ વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત: વેરાવળ

veraval nagarpalika water filter plant news gir somnath news gujarati 2022
ગંદા પાણીના વિતરણ

વેરાવળના જાગૃત નાગરિકો દ્વારા અવાર-નવાર આ મામલે સોશિયમ મીડિયા મારફતે તંત્રને ઢંઢોળવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પાણીના ફિલ્ટર પ્લાન્ટના લોકાર્પણના એક વર્ષ કરતા વધારે સમય બાદ પણ લોકને પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા નથી થઈ શકી.

આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, હાલ ડેમ તાજેતરમાં પૂરેપૂરો ભરાયો છે અને ઓપન સોર્સ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી ટર્બીડિટીના લીધે માટીના સૂક્ષ્મ કણો પાણીમાં ભડી ગયા હોઈ જેને નિવારવા 800 થી 1000 કિલો ફટકડીનો ઉપયોગ પણ કરવામાં આવશે. જેથી થોડા દિવસોમાં જ ચોખ્ખું પાણી આપવામાં આવશે.

Read More Gir Somnath News in Gujarati

Must Read