પરાગ સંગતાણી, તાલાલા ન્યુઝ : ગીર જંગલ બોર્ડર અને 10 કી.મી ની ત્રિજ્યા માં ઇકો સેન્સેટિવ ઝોનનો સૂચિત કાયદો ગીર પંથક (Gir Somnath)ના ખેડૂતો માટે મોટી સમસ્યા બની છે. છેલ્લા દસેક વર્ષ થી આ કાયદાને લઈ અનેક આંદોલન અને સરકાર માં રજુઆત થઈ છે પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. આ ઉપરાંત ગીર બોર્ડર પર ના 16 જેટલા સેટલમેન્ટના ગામોમાં ગામતળને લઈ મોટી સમસ્યા છે.

આ તમામ મુદ્દે આજે તાલાલા ગીરના ધારાસભ્ય ભગવાન બારડની આગેવાનીમાં તાલાલા (Talala) મીલ કમ્પાઉન્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને કાયદાના વિરોધમાં મિલ કમ્પાઉન્ડ થી મામલતદાર કચેરી સુધીની વિશાળ રેલી સાથે પહોંચી સરકારને વધુ એકવાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
વધુ વાંચો- રાજકોટ પોલીસની મહત્વની બ્રાન્ચ ફરી છાપે ચઢી !બુકી ઉઠાવી પૈસા ખંખેર્યાનો અહેવાલમાં દાવો

તાલાલા ગીરના ધારાસભ્ય ભગવાન બારડના જણાવ્યા મુજબ ઇકો ઝોનના સૂચિત કાયદાનું જાહેરનામું પણ રદ થઈ ચૂક્યું છે. ત્યારે આ સૂચિત કાયદા ને લઈ ગીર વિસ્તારના ખેડૂતો અને પ્રજાજનો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે અને જંગલ ખાતા સાથે વારંવાર ઘર્ષણ સર્જાય છે. સરકારે તાત્કાલિક અસરથી આ સૂચિત કાયદા અંગે યોગ્ય નિર્ણય લઈ પ્રજાજનો ને રાહત આપવી જોઈએ.
