Homeગુજરાતગીર સોમનાથપૂર્વ મંત્રી જશા બારડ પર 45 દુકાનોના કૌભાંડનો આક્ષેપ કરતા ચેતન બારડ:...

પૂર્વ મંત્રી જશા બારડ પર 45 દુકાનોના કૌભાંડનો આક્ષેપ કરતા ચેતન બારડ: સુત્રાપાડા

-

આજના તાજા સમાચાર ગુજરાત Gujarat : રાજ્ય સરકાર દ્વારા રમત-ગમત માટે મેદાન ફાળવવામાં આવતા હોય છે. એજ રીતે વર્ષો પહેલા ગીર સોમનાથ Gir Somnath જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પણ બી.એમ. બારડ એજ્યુકેશન ટ્રસ્ટને પણ રમત-ગમત માટે મેદાન ફાળવવામાં આવ્યું હતું. પરંતુ ચેતન બારડ નામના સ્થાનિક આર.ટી.આઈ. RTI એક્ટિવિસ્ટ દ્વારા માહિતી માંગતા ચોંકાવાના તથ્યો સામે આવ્યા હતા.

એક મીડિયા સમક્ષ આ કથિત કૌભાંડનો ખુલાસો કરતા ચેતન બારડે જણાવ્યું હતું કે, આ રમત-ગમતના મેદાન પર વાણિજ્ય હેતુંનું કોમ્પલેક્ષ ખડુ કરી દેવામાં આવ્યું છે. બી.એમ. બારડ એજ્યુકેશન ટ્રસ્ટ રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ Jasha Barad નું છે. આ રમત-ગમતના મેદાનમાં કથિત રીતે ગોબાચારી કરી કૌભાંડ કરી ગેરકાયદેસર રીતે દુકાનો સાથેનું કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવી દેવાયાની જાણ ચેતન બારડ Chetan Barad દ્વારા કલેકટર સમક્ષ પણ કરાવામાં આવી છે.

Gir Somnath news Gujarati પૂર્વ મંત્રી પર 45 દુકાનોના કૌભાંડનો આક્ષેપ કરતા ચેતન બારડ: સુત્રાપાડા

ચેતન બારડના મીડિયામાં જણાવ્યા મુજબ, બી.એમ. બારડ એજ્યુકેશન ટ્રસ્ટ સરકાર દ્વારા રમત-ગમતના મેદાન તરીકે જાહેર કરાયેલી જગ્યા પર 45 દુકાનો સાથેનો કોમર્શિયલ કોમ્પલેક્ષ બનાવી દેવાયો છે. તેમજ આ દુકાનો પી.જી.વી.સી.એલ. તેમજ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક તેમજ સુત્રાપાડા ખરીદ વેચાણ સંઘને ભાડા પટ્ટે આપવામાં આવી છે.

સાથે જ આક્ષેપ કરતા ચેતન બારડે તમામ ભાડા પર રહેલી સંસ્થાઓ સાથે ભાડા કરાર થયાની વાત પણ કરી હતી. તેમજ અન્ય દુકાનો રૂપિયા 10 લાખમાં નું વેચાણ પણ કરવામાં આવી હોવાનું તેમનું કથન છે. તેમજ આ બાબતે ચેતન બારડે જિલ્લા કલેકટરે મહેસુલ અધિનિયમ 1889 ની કલમ 89 A મુજબ ટ્રસ્ટ વિરૂધ્ધ કારણદર્શક નોટિસ પણ પાઠવ્યાનું તેમણે જણાવ્યું છે.

આજના સમાચાર વાંચો

ડિજિટલ માર્કેટિંગ/ વિધાનસભા ચૂંટણી પહેલા નેતાઓ સોશિયલ મીડિયા પર સક્રિય, હાયર કરી રહ્યાં છે એક્સપર્ટ્સ

ઉંઘતી રાજકોટ મનપાના લીધે રખડતા ઢોરે એક પરિવારનો માળો વિખેર્યો !

રાશિફળ અને Rashi Bhavishya 2022 Gujarati ગુજરાતીમાં વાંચો

રાશિ ભવિષ્ય 2022 સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી આ 3 રાશિના જાતકોને લાભ થશે તેવું માનવામાં આવે છે

રાશિ ભવિષ્ય 2022 સૂર્ય અને ચંદ્ર ગ્રહણથી આ 3 રાશિના જાતકોને લાભ થશે તેવું માનવામાં આવે છે

Must Read