Homeગુજરાતગીર સોમનાથભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનમાં જનરલ કોચમાં થઈ શકશે મુસાફરી

ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનમાં જનરલ કોચમાં થઈ શકશે મુસાફરી

-

Gir Somnath News પરાગ સંગતાણી, વેરાવળ : તારીખ 01 જુલાઈથી ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી તમામ લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચમાં મુસાફરી માટે રેલ્વે સ્ટેશનથી જનરલ ટિકિટ (General Ticket)ની સુવિધા ફરી શરૂ કરવામાં આવશે. સાથે જ ભાવનગર ડિવિઝનમાંથી પસાર થતી તમામ લાંબા અંતરની ટ્રેનોના જનરલ કોચ 01 જુલાઈના રોજથી અનારક્ષિત થઈ જશે.

gir-somnath-news-general-coaches-will-be-able-to-travel-in-long-distance-trains-passing-through-bhavnagar-division

રેલ્વે બોર્ડના નિર્દેશો મુજબ, પશ્ચિમ રેલ્વેએ 1લી જુલાઈ, 2022 થી ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી તમામ લાંબા અંતરની મેલ એક્સપ્રેસ (Mail Express)/સુપરફાસ્ટ (Super Fast) ટ્રેનોના જનરલ કોચને અનારક્ષિત (ડી-રિઝર્વ) કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડી.સી.એમ. માશૂક અહમદના જણાવ્યા અનુસાર, યાત્રી હવે ભાવનગર ડિવિઝનમાંથી ચાલતી લાંબા અંતરની ટ્રેનોમાં અનરિઝર્વ્ડ ટિકિટ લઈને મુસાફરી કરી શકશે. કોરોના કાળથી અત્યાર સુધી મુસાફરોએ જનરલ કોચ માટે રિઝર્વેશન કરાવવું પડતું હતું.

વધુ વાંચો- RMCના સ્વિમિંગ પુલ તેમજ રમત-ગમતની મેમ્બરશીપ માટે રજીસ્ટ્રેશન થશે શરૂ

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...