પરાગ સંગતાણી, Gir Somnath News : કોંગ્રેસ (Congress) દ્વારા આજે વધતી જતી મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર અને લોક સુવિધાઓના કામમાં થઈ રહેલા સતત વિલંબ અને વધારાના વિરોધમાં આજે બંધનું એલાન આપ્યું હતું ત્યારે કોડીનાર (Kodinar)ના ધારાસભ્ય મોહનભાઈ વાળાએ સોમનાથ ભાવનગર પર કોડીનાર બાયપાસ પર ચક્કાજામ કરીને બિસ્માર હાઈવે મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારીનો વિરોધ કર્યો હતો.
કોંગ્રેસ દ્વારા આજે બિસ્માર હાઈવે મોંઘવારી, બેરોજગારી લોકોના પાયાના પ્રાણ પ્રશ્નોમાં થઈ રહેલો વારંવાર વિલંબ તેમજ ભ્રષ્ટાચારને ધ્યાન રાખીને કોંગ્રેસ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં બપોરના 12 કલાક સુધી બંધનું એલાન આપ્યું હતું ત્યારે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર શહેરમાં પણ બંધ ની અસર જોવા મળી હતી.
વિડીયો- આવો દેશી જુગાડ તો ભારતનો ખેડુત જ કરી શકે
સ્થાનિક ધારાસભ્ય મોહનભાઈ વાળા દ્વારા કોડીનાર નજીક કોડીનાર બાયપાસ પર ધરણા કરીને મોંઘવારી, બેરોજગારી લોકોના પાયાના પ્રાણ પ્રશ્નોના વિરોધમાં ચક્કાજામ કર્યો હતો. 15 થી 20 મિનિટ સુધી કાર્યક્રમ આપ્યા બાદ માર્ગ પૂર્વવત થયો હતો પરંતુ ચકાજામના સમયે વાહન વ્યવહારને અસર થવા પામી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા કોડીનારના ધારાસભ્ય મોહનભાઈ વાળા સહિત કોંગ્રેસી કાર્યકરોની પોલીસે અટકાયત કરીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.
વિડીયો- ગણેશોત્સવમાં ઝપાઝપી ! વડોદરામાં ગણેશ વિસર્જન યાત્રામાં બોલી બટાઝટી