Homeગુજરાતગીર સોમનાથયુવતીને મરવા મજબૂર કરનાર ભાવિ પતી આર્મી જવાન વિરૂધ્ધ નોંધાઈ ફરિયાદ: ગીર...

યુવતીને મરવા મજબૂર કરનાર ભાવિ પતી આર્મી જવાન વિરૂધ્ધ નોંધાઈ ફરિયાદ: ગીર સોમનાથ

-

ગીર સોમનાથ સમાચાર : ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના તાલુકાના દેલવાડા ગામની યુવતીએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યા મામલે આર્મી જવાન વિરૂધ્ધ ગુનો નોંધાયાના અહેવાલ મળી રહ્યાં છે. તાજેતરમાં જ મૃતક યુવતીની સગાઈ આર્મી જવાન ધર્મેશ મેવાડા સાથે કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર ઉના (Una)ના દેલવાડા ગામે રહી ખેતી કામ કરી સંયુક્ત પરિવારમાં રહેતા મૃતક સેજલ બેનની 7 દિવસ પહેલા ઉનાના સિમર ગામના યુવક સાથે થઈ હતી. સિમર ગામનો યુવક ધર્મેશ મેવાડા તેમની જ જ્ઞાતીનો છે અને આર્મીમાં ફરજ બજાવે છે. મૃતક સેજલબેનના પિતાએ રીતરિવાજ મુજબ તેણીની સગાઈ ધર્મેશ મેવાડા સાથ કરી હતી. પરંતુ યુવક ધર્મેશ જેઠવા બાદમાં મૃતક યુવતીને મેણાં-ટોણાં મારતો હોય યુવતીએ કંટાળી ઝેરી દવા પી લેતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી.

વધુ વાંચો- વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન માટે ધારાસભ્ય ચુડાસમાની રજૂઆત

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં રહેતી યુવતીની તાજેતરમાં જ સગાઈ થઈ હતી, પરંતુ સગાઈના થોડા જ દિવસો બાદ ભાવિ પતિ આર્મી જવાને યુવતીને મેણાં ટોણાં મારીને સગાઈ તોડી નાખવા માટે મજબૂર કરીને તેને કહેતો હતો કે, “તું કાળી છે મને તું ગમતી નથી. મારે સગાઈ કરવી ન હતી, તું મારી જા નહીં તો હું મારી જાઉં.” આ વાતચીત બાદ યુવતીએ ઝેરી દવા ગટગટાઈ જતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું છે. હાલ સમગ્ર મામલે આર્મી જવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

વધુ વાંચો- નકલી દૂધ બનાવતી મીની ફેક્ટરી કેવી રીતે બનાવતી હતી

પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક યુવતી સેજલબેનની સગાઈ બાદ જ્યારે ભાવિ પતિ ધર્મેશની તબિયત ખરાબ હોય તેણી પોતાના ભાઈ સાથે તેમના ખબર પુછવા ગઈ હતી. પરંતુ ત્યાં આર્મી જવાને કહ્યું હતું કે, તું વર્ણે શ્યામ છે માટે તું મને ગમતી નથી, મારે તારી સાથે સગાઈ નહોતી કરવી, તું મરી જા કા હું મરી જઉં તેવી વાતો કરી હતી. કથિત રીતે આ વાતની જાણ યુવતીએ ઘરે પરત ફરી પરિવારને પણ કહી હતી. સાથે જ આર્મી જવાને વોટ્સએપ ચેટમાં પણ મેણાં-ટોણાં મારી યુવીને મરવા મજબૂર કરી હતી. કથિત આ ઘટનામાં લાગી આવતા સેજલ દિનેશભાઈ જેઠવા ઉંમર વર્ષ 21એ બપોરે 3 વાગ્યા આસપાસ દવા પી લેતા ઉના હોસ્પિટલ ખસેડી સારવાર શરૂ કરવામાં આવી હતી. બાદમા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમીનું મૃત્યુ થતા ઉના પોલીસે સિમર ગામના યુવક ધર્મેશ લાખાભાઈ મેવાડા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Must Read