Homeગુજરાતગીર સોમનાથ"કલીન ઇન્ડિયા" પોલીસે સફાઈ કરી સામાજિક ઉતર દાયિત્વ પૂરું પાડ્યું

“કલીન ઇન્ડિયા” પોલીસે સફાઈ કરી સામાજિક ઉતર દાયિત્વ પૂરું પાડ્યું

-

ગીર-સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન અને પોલીસ ક્વાર્ટરમાં સફાઈ અભિયાન હાથ ધરાયું

અહેવાલ-પરાગ સંગતાણી- ગીરસોમનાથ(Gir Somnath News)-તા,૧૦ સમગ્ર દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે “કલીન ઇન્ડિયા” (Clean india) પ્રોગ્રામ હેઠળ ગીર સોમનાથ પોલિસ(Police) વિભાગ દ્વારા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન, હેડ ક્વાર્ટર, ઓફિસો, પરેડ ગ્રાઉન્ડ, તેમજ પોલીસ કોલોનીઓ માં પોલીસ કર્મીઓ દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું.

'Gir Somnath News' Clean india The police cleaned up and provided social responsibility
‘Gir Somnath News’ Clean india The police cleaned up and provided social responsibility

વધુ ગીર સોમનાથના સમાચાર“ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત” કાર્યક્રમ હેઠળ વાઈલ્ડ લાઈફ સપ્તાહની ઉજવણી કરવામાં આવી

જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં રેકર્ડ કલેરીફિકેશન કરાયા હતા જેથી ઓફીસ વધુ સ્વચ્છ અને સુગઠિત બને. સાથેજ પોલીસ વિભાગના તમામ આવાસો, ગ્રાઉન્ડ, અને વાહનોની પણ સફાઈ કરવામાં આવી હતી. વિશેષ રૂપે વહીવટી તંત્રના પ્લાસ્ટિક મુક્ત ઓફીસ અભિયાનને અનુસરીને તમામ જગ્યાએથી પોલીસ દ્વારા મોટી માત્રામાં પ્લાસ્ટિક કચરો દૂર કરાયો હતો અને પ્લાસ્ટિક મુક્ત પોલીસ પરિસરોનો નીર્ધાર કરાયો હતો.

Must Read