Gir Somnath News : આપણે દુનિયામાં થતા કડવા અનુભવોની ગાથા ગાઈએ એટલી ટુંકી છે, પણ શું વિતતી હશે એ બાળક પર જેણે આંખ નથી ઉઘાડી ત્યાં ત્યજી દેવા જેવા કડવા અનુભવમાંથી પસાર થતું હોય છે. કદાચ એ વેદના અને એ પિડાને આપણે ક્યારેય શબ્દોમાં નહીં વર્ણવી શકીએ. માટે કુમળા બાળકને ફેંકી દેવાયાની ઘટના જોઈ લોકોના હ્રદય ફાટી જાય તેવી કંપારી ચઢે તેવો અનુભવ થાય તે સ્વાભાવિક છે. ત્યારે કુમળા બાળકને જીવતા જ ત્યજી દઈ (ફેંકી દઈ) દાનવ જેવા કામ અને દેવ સ્વરૂપ મનુષ્યએ બાળક બચાવ્યાની કેટલીય ઘટના સામે આવતી રહી છે. તેવી જ ઘટના ગીર સોમનાથના ડારી ગામ (Dari Village) માંથી સામે આવી છે.
રામ રાખે તેને કોણ ચાખે તેવી કહેવતને સાર્થક કરતી ઘટના ગીર સોમનાથ જિલ્લાના ડારી ગામમાંથી સામે આવી છે. જેમાં નિર્દય રીતે કોઈએ કુમળા બાળકને ઝાડીમાં ફેંકી દીધું હતું. દરમિયાન રાત્રિના સમયે પસરા થઈ રહેલા જાવેદભાઈ શામદાર (Javedbhai Shamdar) અને તેમના મિત્રોને ઝાડીઓમાંથી બાળકનો કણસતા હોવાનો અવાજ આવ્યો હતો.

વધુ વાંચો- વેરાવળ પોલીસ અને હોમગાર્ડ જવાનની સતર્કતાએ વૃધ્ધાનો જીવ બચાવ્યો: ગીર સોમનાથ
કણસતા બાળકના અવાજને આધારે તપાસ કરતા જાવેદભાઈ અને તેમના મિત્રોને હ્રદય ફાટી જાય તેવા નિર્મમ કૃત્યનો સામનો કરવો પડ્યો હતો. તેમને જોયું તો બાળકને સિમેન્ટ ભરવાના કોથળામાં પુરી ઝાડીમાં ફેંકી દેવાયું હતું. કોથળાની અંદર લોહીથી ખરડાયેલું અને કાદવ કિચડવાળું બાળક કણસી રહ્યું હતું.

કોથળાની અંદર દાનવ જેવા માણસોએ બાળકને જીવન અને કાંટાળી ધરતીને સમજે તે પહેલા જ કાંટામાં ફેંકી દઈ નિર્દયતાના દર્શન કરાવી દીધા હતા. કુમળું બાળક ઘાયલ હાલતમાં કોથળાની અંદર જિંદગી સામેનો જંગ લડી રહ્યો હતો. જાણે ક્રુર મનુષ્ય સામે બાળકની જીતવાની ઈચ્છા સામે કુદરતે પણ હથિયાર હેઠા મેળી તેની મદદ કરી હોય તેમ બાળકને બહાર લાવવા જાવેદભાઈને મોકલ્યા હોય તેમ તેનો બચાવ થયો છે.
બાળક મળતા તાત્કાલીક ડારી ગામના લોકોએ 108, મરીન પોલીસ અને આરોગ્ય વિભાગને જાણ કરી બાળકને બચાવવા કવાયત હાથ ધરી હતી. બાળકીના જીવ બચાવવા જાણે ચારે તરફથી કુદરત મદદ પુરી પાડતો હતો તેમ 108ની સજ્જ ટીમે તુરંત હેમખેમ બાળકને ચાલુ સારવારે સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો અને ત્યાં દાકતરોની ટીમ સજ્જ થઈને તૈયારીમાં હતી.

વધુ વાંચો- રોયલ મેળામાં ટિકીટ નહીં આપવા મામલે રાજકોટ કલેકટરનો આઘાત જનક જવાબ
લોકો કહે છે કે, જાણે બાળકને બચાવવા માટે ઑપરેશન ચાલી રહ્યું હોય તેમ તુરંત દાકતરી સારવાર અને બાળકનું શરીર સ્વચ્છ થઈ ગયું. પળવારમાં તો ડોકટર ઝાલા અને તેમની ટીમે બાળકને ઓક્સિજન આપવાનું શરુ કરી દીધું હતું.
ફુલ જેવા બાળકને બચાવવા દરેક જગ્યાએ ઈશ્વર હાજર હતો અને બાળકી જીવવાની જીદને સમર્થન કરી રહ્યો હતો તેવું જણાય છે. તાત્કાલીક બચાવ કાર્ય અને સારવાર સહિતની સેવાઓને કારણે બાળક જીવનના પ્રથમ કપરા પડાવની જંગ જીતી ગયો છે. ત્યારે આપણે બસ આશા જ કરી શકીએ કે બાળક આજ પ્રકાર જીવનની દરેક જંગ જીતી જાય.
જન્મજાત કમળાથી નબળું પડેલું પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને કોથળામાં વીટીને મરવા માટે જ અવાવરૂ રસ્તા ની બાજુમાં ઝાડીઓમાં ફેકી દેવાયેલું બાળક રડે છે અને ત્યાંથી નીકળતા રાહદારીને બાળકની એ નબળી કણસ સંભળાય છે અને બાળકનો બચાવ થાય છે. આ ઘટના સામાન્ય નથી આ એ વાતનો પુરાવો છે કે આપણા સૌની ઉપર કોઈ શક્તિ છે જે મૃત્યુના મુખમાંથી પણ બાળકને જીવાળીને સલામત હાથોમાં પહોંચાડે છે. કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, જે આવી સ્થિતિમાં પૂરેપૂરી સાર્થક સાબિત થાય છે.

વધુ સત્યઘટના આધારીત વાર્તા વાંચવા માટે અહીં ક્લીક કરો