Homeગુજરાતગીર સોમનાથGir Somnath - વેરાવળ સીવીલ, ઉના નગરપાલિકાને સાંસદની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી.

Gir Somnath – વેરાવળ સીવીલ, ઉના નગરપાલિકાને સાંસદની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી.

-

Gir somnath સાંસદ રાજેશ ચૂડાસમાના(Rajesh Chudasama) ગ્રાન્ટ(Grant) વેરાવળ(Veraval) અને ઉના(Una) નગરપાલિકાને એક-એક એમ્બ્યુલન્સ મળી

પરાગ સંગતાણીગીર-સોમનાથ(Gir Somnath) તા. -૨૫, સાંસદ રાજેશભાઈ ચૂડાસમાના(Rajesh Chudasama) અનુદાનમાંથી વેરાવળ(Veraval) અને ઉના(Una) નગરપાલિકાને(Nagar Palika) એક-એક એમ્બ્યુલન્સ(ambulance) ફાળવવામાં આવી છે. આ બેન્ને દર્દીવાહિનીને વેરાવળ સરકારી હોસ્પિટલ ખાતેથી સાંસદ રાજેશભાઈ ચૂડાસમાએ રાજ્ય બીજ નિગમના પૂર્વ ચેરમેન રાજશીભાઇ જોટવા સહિતના મહાનુભાવોની ઉપસ્થતિમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. અંદાજે ૧૯.૯૯ લાખની એક ઓક્સિજન સહિતની સુવિધાયુક્ત લાઈફ સેવિંગ સી-ટાઈપ દર્દીવાહિની મળવાથી લોકોની આરોગ્યલક્ષી સુવિધામાં વધારો થયો છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
સાંસદ રાજેશ ચુડાસમાની ગ્રાન્ટમાંથી 2 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી, Civil Veraval, અને Una Nagar Palika ને.

આ દર્દીવાહિનીના લાકાર્પણ પ્રસંગે પ્રદેશ મંત્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકા પ્રમુખ પીયુષભાઇ ફોફંડી, તાલુકા ભાજપ પ્રમુખ સરમણભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, અગ્રણી બચુભાઇ વાજા, સરકારી હોસ્પિટલ સુપ્રીટેન્ડેન્ટ ડો.જિજ્ઞેશ પરમાર, ડો.અરૂન રોય, ડો.બામરોટીયા અને નગરપાલિકાના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.|||

ગીર સોમનાથના વધુ સમાચાર – ૧૦૦ કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી, જેની ખુશીમાં વેરાવળ સિવિલમાં કાર્યક્રમ યોજાયો

Must Read