Homeગુજરાતગીર સોમનાથમાછીમારના પાકિસ્તાન જેલમાં મૃત્યુ, એક જ ગામના 44 માછીમાર છે જેલમાં: ગીર...

માછીમારના પાકિસ્તાન જેલમાં મૃત્યુ, એક જ ગામના 44 માછીમાર છે જેલમાં: ગીર સોમનાથ

-

Kodinar News : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાનું કોટડા ગામ પાકિસ્તાન (Pakistan)થી આવેલા એક ફોન કોલ બાદ ગમગીનીના વાદળો છવાય ગયા છે. કોટડા ગામના માછીમારનું પાકિસ્તાનની જેલમાં મૃત્યુ (Fisherman Death in Pakistan Jail) થયાના અહેવાલ ગામના અન્ય એક માછીમાર યુવાને આપ્યા છે. સાથે જ આ યુવકે હજુ પણ એક માછીમાર સારવાર હેઠળ હોવાનું જણાવ્યું હતું જેના કારણે માછીમાર સમાજ ખુબ ચિંતિત બન્યો છે.

ઘટનાની વિગત એવી છે કે, બે દિવસ પહેલા ગીર સોમનાથ (Gir Somnath) ના કોડીનાર તાલુકાના કોટડા ગામના યુવાને પાકિસ્તાન જેલમાંથી ફોન કર્યો તો. પાકિસ્તાનથી કરેલા ફોન કોલમાં તેણે જણાવ્યું હતું કે તેની સાથે રહેલા માછીમાર જીતુ જીવા બારીયાનું અવસાન થયું છે, જ્યારે અન્ય એક રામજી રાજા ચાવડા નાદુરસ્ત હોય હાલ સારવાર હેઠળ છે.

અહેવાલ: પરાગ સંગતાણી

કોટડાના 44 માછીમારો પાક. જેલમાં

માછીમાર સમાજના કેટલાક આગેવાનો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાન જેલમાં કોટડા ગામના 44 માછીમારો કેદ છે. ત્યારે પાકિસ્તાનથી એક માછીમારનું મૃત્યુ અને બીજા માછીમારના જીવન મરણ વચ્ચે ઝોલા ખાતો હોવાના અહેવાલ મળતા ચિંતાનું મોજુ પ્રસરી ગયું છે.

પાકિસ્તાનની જેલમાં સબડતા માછીમારો છોડાવવા ઉઠી માગ

માછીમારના પરિવારની મહિલાઓ સમાજના પટેલ પાસે મળવા પહોંચી હતી અને માછીમારોને તાત્કાલીક પાકિસ્તાનથી છોડાવવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનની જેલમાં એક અંદાજ મુજબ 600 જેટલા ભારતીય માછીમારો કેદ હોવાનું માછીમાર સમાજના લોકો દ્વાર જણાવાય રહ્યું છે. ત્યારે ભારત સરકાર દરમિયાનગીરી કરી ભારતીય માછીમારોને છોડાવે તેવી લોક માગણી ઉઠવા પામી છે.

જૂઓ વિડીયો- મેળામાં 50 ફૂટ ઉપરથી નીચે પટકાઈ રાઈડ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....