Homeગુજરાતગીર સોમનાથ15 દિવસમાં એક જ વાડીમાંથી 5 દીપડા પાંજરે પુરાણા: કોડીનાર

15 દિવસમાં એક જ વાડીમાંથી 5 દીપડા પાંજરે પુરાણા: કોડીનાર

-

કોડીનાર Kodinar : ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારને કારણે અનેક રહેણાક વિસ્તારોમાં દીપડા દેખા દેતા રહે છે. જેને કારણે સ્થાનિકો અને ખેત મજૂરોને સતત ભયના ઓથાર નીચે જીવવું પડે છે. એવામાં કોડીનાર તાલુકાના ડોળાસા ગામનો એક ગજબનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ડોળાસા ગામની સીમમાં દીપડાના ધામાને કારણે ગ્રામજનો અને ખેડૂતો ભયભીત હતા. જેના કારણે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરવામાં આવી હતી. વન વિભાગે આ કવાયતમાં માત્ર 15 દિવસના ટૂંકા ગાળામાં જ 5 દિપડા પાંજરે પુર્યા છે.

આ ઘટનાની ઉંડાણ પૂર્વક તપાસ કરીએ તો ડોળાસાની સીમમાં વાડી ધરાવતા ખેડૂત કાળુભાઈ નારણભાઈ બારડની વાડીમાં તેઓ પરિવાર સાથે વસવાટ કરે છે. કાળુભાઈની વાડીમાં થોડા દિવસોથી દીપડાનો પરિવાર આંટાફેરા કરતા જોવા મળતો હતો. ગભરાયેલા ખેડૂતે આ મામલે જામવાળા વન વિભાગને જાણ પણ કરી હતી.

Gir Somnath News Gujarati 15 દિવસમાં એક જ વાડીમાંથી 5 દીપડા પાંજરે પુરાણા: કોડીનાર

વન વિભાગે પણ કાર્યદક્ષતા દાખવી પાંજરા ગોઠવી દીપડાને પાંજરામાં પૂરવા કવાયત હાથ ધરી હતી. આ કવાયતમાં વન વિભાગના દિપકસિંહ રાઠોડ, અલીભાઈ, સેવરાભાઈ, સાગરબાપુ, જીતુભાઈ ગોહિલ અને જીતુભાઈ મોરી કામે લાગ્યા હતા. જેમણે 15 દિવસમાં જ 5 દિપડા પાંજરે પુર્યા હતા.

કાળુભાઈની વાડીમાંથી કેદ થયેલા દીપડા- દિપડીના પરીવારે ઘણા સમયથી ગામ અને આસપાસના વિસ્તારમાં ધામા નાખ્યા હતા. અવારનવાર દીપડા જોવા મળતા સ્થાનિકો પણ સતત ભયમાં જીવી રહ્યા હતા. જો કે, પાંચ દીપડા પકડાતા હવે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Must Read