Homeગુજરાતગીર સોમનાથરસીકરણ માટે મોડી રાત સુધી ઓરોગ્ય કર્મીઓએ ઉઠાવી જહેમત

રસીકરણ માટે મોડી રાત સુધી ઓરોગ્ય કર્મીઓએ ઉઠાવી જહેમત

-

જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ ટીમ વર્કથી કામ કરીને મહત્તમ રસીકરણ કરવામાં સફળતા મળી છે. ઉપરાંત ચૂંટાયેલી પાંખ, ધાર્મિક-સામાજિક અને સ્થાનિક અગ્રણીઓના સહયોગથી વેક્સિનેસનમાં ગીર સોમનાથ જિલ્લો અગ્રેસર રહ્યો છે.

પરાગ સંગતાણી-ગીર-સોમનાથ(Gir somnath) તા. -૧૩, કોરોના મહામારીમાંથી બહાર આવવા માટે રસીકરણ(vaccinations program) અમોઘ શસ્ત્ર સાબિત થઈ રહ્યું છે, ત્યારે આ માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ૧૦૦ ટકા રસીકરણ થાય તે માટે નવતર પ્રયોગો સાથે અથાગ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જેના પરિણામે આજે ગીર સોમનાથ જિલ્લાના ૩૪૩ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ થયું છે. સાથે જ સમગ્ર જિલ્લામાં ૮૦ ટકા જેટલું રસીકરણ થઈ ચૂક્યું છે. તેમજ રાજ્ય સરકારે પણ કોરોનાની ત્રીજી લહેર ન આવે અને કોરોના વાયરસના સંક્રમણને ખાળવા માટે મહત્તમ રસીકરણ થાય તે દિશામાં અનેક પગલાં ભર્યાં છે. તે માટે સમગ્ર રાજ્યમાં રસીકરણ મહાભિયાન પણ હાથ ધરવામાં આવ્યું. 

તંત્ર દ્વારા રસીકરણ માટે જાગૃતિ લાવવા કરેલા પ્રયાસો – Gir somnath vaccinations program

  • કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે સહિતના જિલ્લાના ટોચના અધિકારીઓએ ગ્રામસભા-રાત્રિસભા યોજી લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કર્યા
  • નવતર પ્રયોગ : ગેરમાન્યતાઓ દૂર કરવા અને રસીકરણ અંગે જાગૃતિ લાવવા માટે મસ્જિદના માઈક પર રસીકરણલક્ષી સંદેશો પ્રસારિત કરાયો
  • રસીકરણ માટે મોડી રાત સુધી ઓરોગ્યકર્મીઓએ વેકસીનેશન માટે ઉઠાવેલી જહેમત
  • ધાર્મિક, સામાજિક, રાજકીય અને સ્થાનિક આગેવાનોને સાથે રાખીને વ્યાપક જનજાગૃતિ ઉભી કરીરસીકરણ વધારવામાં મળેલી સફળતા
  • ગીર જેવા આંતરયાળ-દુર્ગમ વિસ્તારમાં મોબઈલ વેનના માધ્યમથી ડોર-ટુ-ડોર વેક્સીનેસન
  • જિલ્લા ઓરોગ્ય તંત્રના સક્રિય પ્રયાસોથી સમગ્ર જિલ્લામાં ૮૦ ટકા રસીકરણ કરાયું: જિલ્લાના ૭.૯૫ લાખ લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો
  • ગીર સોમનાથ જિલ્લાના ૩૪૩ ગામોમાં ૧૦૦ ટકા રસીકરણ

સમગ્ર જિલ્લામાં રસીકરણની કામગીરીની વિગતો આપતા બાળ આરોગ્ય અધિકારી (RCHO) અને કાર્યકારી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરૂણ રોયએ જણાવ્યું કે, કોરોના મહામારીમાંથી બહાર આવવા માટે ઝૂંબેશ સ્વરૂપે રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. 

આ  માટે જિલ્લા ઓરોગ્ય તંત્રના  અધિકારી-કર્મચારીઓ દિવસ-રાત સખત મહેનત કરી રહ્યા છે. તેના સારા પરિણામો પણ પ્રાપ્ત થયા છે. હાલ ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૭.૯૫ લાખ જેટલા નાગરિકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. આમ, સમગ્ર જિલ્લામાં ૮૦ ટકા જેટલુ રસીકરણ થઈ ચૂક્યું છે. ઉપરાંત ૩.૨૪ લાખ લોકોએ રસીનો બીજો ડોઝ પણ લઈ લીધો છે.

આ રસીકરણની કામગીરી જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલના વડપણ અને જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. તેમજ હાલ રજા ઉપર રહેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એચ. એચ. ભાયાની દોરવણી હેઠલ મહત્તમ રસીકરણની કામગીરી કરવામાં આવી છે.  

જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓએ ટીમ વર્કથી કામ કરીને મહત્તમ રસીકરણ કરવામાં સફળતા મળી છે. ઉપરાંત ચૂંટાયેલી પાંખ, ધાર્મિક-સામાજિક અને સ્થાનિક અગ્રણીઓના સહયોગથી વેક્સિનેસનમાં ગીર સોમનાથ જિલ્લો અગ્રેસર રહ્યો છે.|||

Must Read