Homeગુજરાતબાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખાસ સમાચાર

બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખાસ સમાચાર

-

Gir somnath: Veraval city news in Gujarati – i khedut portal yojana

પરાગ સંગતાણી, ગીર-સોમનાથ, તા. -૧૫: ગીર-સોમનાથ જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડુત મિત્રોએ બાગાયત ખાતા, ગુજરાત રાજય, ગાંધીનગર દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે વર્ષ ૨૦૨૧ – ૨૨ માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલછે. લાભ લેવા માંગતા બાગાયતદારોએ www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઈન અરજીકરવાની રહેશે.

સમયમર્યાદામાં વિવિધ સહાયલક્ષી યોજનાઓમાં અરજી કરી તેની નકલ સાથે જરૂરી કાગળો તાજેતરના ૭ / ૧૨ અને ૮-અ ના ઉતારાની અસલ નકલ, બેંક પાસબુકની નકલ, આધારકાર્ડ ની નકલ, ડ્રીપ ઇરીગેશન અંગેના પુરાવાની નકલ સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, નગરપાલિકા સામે, વિનાયક પ્લાઝા-૧, ત્રીજો માળ, વેરાવળ ખાતે બીનચુક જમા કરાવવાના રહેશે. તેમ બાગાયત નિયામકશ્રી, ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.

Must Read

ahmedabad crime branch arrested spy

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું મોટું ઓપરેશન જાસૂસની કરી ધરપકડ, પાક. કનેકશન ખુલ્યું

Gujarat Crime News : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આજે મોટું ઓપરેશન પાર પાડ્યું છે. અમદાવાદના કોટ વિસ્તારમાંથી એક જાસૂસની...