Homeગુજરાતગીર સોમનાથપાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથ જિલ્લાના માછીમારનું શંકાસ્પદ મોત

પાકિસ્તાનની જેલમાં બંધ ગીર સોમનાથ જિલ્લાના માછીમારનું શંકાસ્પદ મોત

-

શૈલેષ નાઘેરા – ગીર સોમનાથના(Gir Somnath) સુત્રાપાડાના રહીશ માછીમાર જેન્તીભાઈ કરશનભાઈ સોલંકીનું(Jenti karshanbhai Solanki) પાકિસ્તાનની જેલમાં મૃત્યુ થયુ છે. આ સમાચાર તેમના પરિવારને છેક 1 મહિના બાદ મળતા પરિવારપર આભ ફાટ્યું છે. મળતા અહેવાલ મુજબ મૃતકનો મૃતદેહ વાઘા બોર્ડર ખાતે ભારતીય ફિશરીઝ વિભાગના અધિકારીઓને સોંપવામાં આવશે.

ગત વર્ષ 2020  ફેબ્રુઆરીના રોજ પોરબંદરની ‘રસુલ સાગર’ નામની બોટમાં માછીમારી માટે ગયેલી બોટ પાકિસ્તાની મરીન સિક્યુરિટી દ્વારા અપહરણ કરવામાં આવી હતી. આ માછીમારી બોટમાં જેન્તીભાઈ કરશનભાઈ સોલંકી પણ સવાર હતા. જે બાદ બોટ પર રહેલા લોકોને પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવ્યા હતા.

3 વર્ષ પહેલા પાકિસ્તાનની જેલમાં ગયેલા માછીમાર જેન્તીભાઈના મૃત્યુના સમાચાર મળતા પરિવાર સહિત માછીમાર સમાજમાં ગમગીની છવાઈ ગઈ છે. સુત્રો જણાવે છે કે મૃતકના પરિવાર દ્વારા ફિશરીઝની કચેરી ખાતે અનેક વખત ધક્કા ખાધા બાદ પણ તેમને કોઈ જવાબ મળતો ન હતો. દરમિયાન પરિવારને 1 મહિના પછી પરિજનના મૃત્યુના અહેવાલ મળતા માછીમાર સમાજમાં આક્રોશ જોવા મળે છે.

મૃતક માછીમારનો મૃતદેહ વાઘા બોર્ડરે ભારતીય ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવશે. વાઘા બોર્ડરેથી અમદાવાદ એરપોર્ટ આ મૃતદેહને લાવીને વેરાવળના ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવશે. બાદમાં મૃતદેહને પરિવારને સોંપવામાં આવશે

ઉલ્લેખનિય છે કે, માછીમાર સમાજના લોકોનું કહેવું છે કે 500 કરતા વધારે માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડે છે. મહામારી પહેલા પાકીસ્તાન જેલમાં બંધ જેન્તીભાઈ થી માછીમારો ના પરીવાર જનો ને પત્ર વ્યહવાર થી તૈમજ કયારેક જરૂરી સમયે ફોન થી પણ પરીવાર જનો વાતચીત અને ખબર અંતર જાણતા હતા.પરંતૂ હવે પત્ર વ્યવહાર અને ફોન પણ બંધ થયા છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...