Homeગુજરાતગીર સોમનાથઇણાજ ખાતે જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

ઇણાજ ખાતે જિલ્લા કલેકટર શ્રી રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

-

પરાગ સંગતાણી-ગીર-સોમનાથ(Gir Somnath) તા. -૨૧, રાજ્ય સરકારના પ્રજાલક્ષી અભિગમ અંતર્ગત વહિવટી પ્રક્રીયામાં પારદર્શિતા લાવવા અને લોકોને ઘર આંગણે જ વિવિધ સરકારી સેવા-યોજનાઓનો લાભ મળી રહે તેવા આશય સાથે ગીર-સોમનાથ જિલ્લામાં આજે ૭માં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવશે. જિલ્લાના આ પ્રથમ સેવાસેતુ વેરાવળના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજવામાં આવશે. જેનો સવારે ૦૯:૦૦ કલાકેથી પ્રારંભ થશે. આ સેવાસેતુમાં નાગરિકો ૫૬ જેટલી પ્રજાલક્ષી સેવાઓનો લાભ મેળવી શકાશે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

         ગીર-સોમનાથ જિલ્લામાં યોજાનાર ૭માં તબક્કાના સેવાસેતું કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહીલના અધ્યક્ષસ્થાને ઇણાજ જિલ્લા સેવા સદન ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરએ સેવાસેતું કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના છેવાડાના માનવીને આ કાર્યક્રમનો લાભ મળી શકે અને લાભાર્થીઓના પ્રશ્નોનો ત્વરીત નિકાલ થાય તેવી વ્યવસ્થા અને તકેદારી રાખવા માર્ગદર્શનની સાથે દિશાનિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં અધિક કલેકટર લીંબાસીયા, પ્રાંત અધિકારી શર્યુબેન ઝણકાટ, જિલ્લા પુરવઠા અધિકારી સુશીલ પરમાર સહિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

         આ સેવાસેતુમા સામાન્ય વહીવટ વિભાગ, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક, આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ, નાણાં, બંદરો અને વાહન વ્યવહાર, મહેસુલ, સામાજિક અને ન્યાય અને અધિકારીતા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, મહિલા અને બાળ વિકાસ સહિતના વિભાગોની સેવાઓનો લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. તેમજ લાભાર્થીઓના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.|||

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....