Homeગુજરાતગીર સોમનાથવિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સમર્થીત આહિર આગેવાનોની બેઠકમાં આ થઈ ચર્ચા: ગીર...

વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ સમર્થીત આહિર આગેવાનોની બેઠકમાં આ થઈ ચર્ચા: ગીર સોમનાથ

-

સાસણ ગીર Sasan Gir : રાજ્યમાં વિધાનસભા ચૂંટણી 2022 નજીક છે ત્યારે વિવિધ સમાજ દ્વારા બેઠકોનો દૌર શરૂ થઈ ચૂક્યો છે. એવામાં આજરોજ ગીર સોમનાથ જિલ્લાના ભાજપ સમર્થીત આહિર સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી Election મુદ્દે ચર્ચા કરાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સાસણ ગીરના કંજ ફાર્મ હાઉસ ખાતે એક બેઠક મળી હતી. આ બેઠકમાં ગીર સોમનાથ જિલ્લાના ભાજપ સમર્થીત આહિર સમાજના આગેવાનો ઉપસ્થીત રહ્યાં હતા. આ બેઠકમાં આગેવાનો એ સોમનાથ અને તાલાલા વિધાનસભા બેઠક પર આહિર સમાજને ટિકિટ મળે તેવી માંગણી કરી હતી.

આ બેઠકમાં ભાજપના સંગઠન સાથે સંકળાયેલા આહિર આગેવાનો તેમજ ચૂંટાયેલા પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠક પ્રદેશ ભાજપ મંત્રી અને જિલ્લાના પ્રભારી રઘુભાઈ હૂંબલની આગેવાનીમાં યોજવામાં આવી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા ભાજપ સમર્થીત આહિર આગેવાનોની બેઠક

ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની ચૂંટણીમાં જુનાગઢ જિલ્લાની 8 વિધાનસભા બેઠકો પૈકી 7 વિધાનસબા બેઠકો પર ભાજપનો કારમો પરાજય થયો હતો. ભાલકા તીર્થ ખાતે જાહેર સમારોહ માં જાહેર મંચ પરથી વર્તમાન સાંસદ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય રાજેશ ચુડાસમા એ સ્વીકાર કરેલ કે, 2017 માં આહીર સમાજની અવગણના ભાજપને ભારે પડી હતી. પરિણામે સૌરાષ્ટ્ર માં સફાયા સાથે ગીર સોમનાથ અને જુનાગઢ ની આઠ વિધાનસભા બેઠકો પૈકી સાત માં ભાજપ નો કારમો પરાજય થયો હતો. આગેવાને જાહેર મંચ પર ચર્ચા પણ કરી હતી કે ભાજપે આહિર સમાજને ટિકિટ ન આપવાની ભૂલ કરી તે ભારે પડી છે.

Latest Gujarati News Read Here:

ઉનાળુ પાક માટે ખેડૂતોની ચિંતા શરૂ, સરદાર સરોવરમાં પાણીની અછતને પગલે પાક માટે…

જૂઓ રૂ. 10 સિક્કા ન સ્વીકારો તો શું થાય ? પરિપત્ર જાહેર કરતા પાટણના નિવાસી અધિક કલેકટર

108 ફૂંટ ઊંચી હનુમાનની પ્રતિમાનું આજે મોરબીમાં પ્રધાનસેવક મોદીના હસ્તે અનાવરણ

વાયરલ વીડિયો Latest Viral Video:

દિલ્હી મેટ્રો સ્ટેશન પરથી કુદીને આત્મહત્યા, CISF જવાનો એ બાચાવવા પુરતા પ્રયાસ કર્યા પણ…

વીડિયો જુઓ એક મહિલા આકાશમાં પક્ષીની જેમ ઉડતી જોવા મળી

Must Read

Whatsapp Group message

વોટ્સએપ ગ્રુપમાં મૂકેલા મેસેજ અંગે ઝઘડો કરી મહિલાને છાતીના ભાગે માર...

Upleta News update: રાજકોટના ઉપલેટામાં વોટ્સએપ ગ્રુપમાં(Whatsapp Group) મૂકેલા મેસેજ બાબતે ઝઘડો થયા હતો. જેમાં ફરિયાદી અને આરોપીઓને સમાજને લગતા મેસેજ મૂકવા બાબતે ઝઘડો...