Homeગુજરાતગીર સોમનાથGir Somnath અંડર-૧૯ રમતોત્સવનું સમાપન વિજેતા ખેલાડી-ટીમ રાજ્યકક્ષાએ રમશે.

Gir Somnath અંડર-૧૯ રમતોત્સવનું સમાપન વિજેતા ખેલાડી-ટીમ રાજ્યકક્ષાએ રમશે.

-

 આઝાદી કા અમૃત મહોત્સવ: ગીર સોમનાથ જિલ્લાકક્ષાનો અંડર-૧૯ રમતોત્સવનું સમાપન જિલ્લાકક્ષાએ વિજેતા બનેલ ખેલાડી-ટીમ રાજ્યકક્ષાએ રમશે

પરાગ સંગતાણી-ગીર સોમનાથ(Gir Somnath) આઝાદી કા અમૃત મહોત્સવ(Azadi ka Amrut Mahotsav) અંતર્ગત આયોજિત જિલ્લાકક્ષાનો શાળાકીય અંડર-૧૯ રમતોત્સવ ૨૦૨૧-૨૨નું(ramotsav-2021) સમાપન થયું છે. જેમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તાલુકાકક્ષાએ કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટિક્સમાં જિલ્લાના ૬ તાલુકાઓના અંદાજિત ૧૨૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
અંડર-૧૯ રમતોત્સવનું સમાપન જિલ્લાકક્ષાએ વિજેતા બનેલ ખેલાડી-ટીમ

આ તાલુકાકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ ટીમ-ખેલાડીઓ જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઉપરાંત જિલ્લાકક્ષાએ ૨૧ જેટલી રમતો સીધી યોજાઈ હતી. આમ, આ રમતોત્સવમાં જિલ્લાકક્ષાએ અંદાજિત ૧૦૦૦ જેટલા ખેલાડીઓ સહભાગી થયા હતા.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
 આઝાદી કા અમૃત મહોત્સવ

હવે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં વિજેતા બનેલ ખેલાડી-ટીમ રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનુ પ્રતિનિધિનત્વ કરશે. તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રીની એક યાદીમાં જણાવાયું છે.    

Must Read