Homeગુજરાતગીર સોમનાથદારૂ ખરાબ નથી ! જગમાલ વાળાની સભામાં બફાટ થયો વાયરલ

દારૂ ખરાબ નથી ! જગમાલ વાળાની સભામાં બફાટ થયો વાયરલ

-

પરાગ સંગતાણી, Gir Somanth News : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરતી દેખાય છે. ત્યારે દિલ્હીમાં દારૂના કથિત કૌભાંડને લઈ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીને ઘેરવામાં આવી હતી. ભાજપના નેતાઓ નિવેદન આપી રહ્યાં હતા કે ગુજરાતને બેફામ દારૂના અડ્ડાની જરૂર નથી. પરંતુ હવે આમ આદમી પાર્ટી AAPના ગીર સોમનાથના જ નેતા જગમાલ વાળાનો એક વિડીયો (Video Viral) સામે આવ્યો છે. જેમાં તેઓ દારુ મામલે નિવેદન આપી આમ આદમી પાર્ટીને મુશ્કેલીમાં મુકતા જોવા મળ્યા હતા.

ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના નેતા જગમાલ વાળાએ એક સભામાં આપેલુંં નિવેદન હાલ વાયરલ થઈ રહ્યું છે. દારૂને લઈ કરેલા તેમના નિવેદનને કારણે માત્ર ગીર સોમનાથ જ નહીં પણ રાજ્યની રાજનીતીમાં ગરમાવો આવે તેવી શક્યતાઓ છે.

જૂઓ જગમાલ વાળાનો Viral Video

વિડીયો- પત્નીએ પતિને ગર્લ ફ્રેન્ડ સાથે હોટલમાં ઝડપ્યો પછી શું કર્યું જૂઓ વિડીયો

આ નિવેદનના વાયરલ વિડીયો તેઓ જણાવે છે કે, 800 કરોડની વસ્તી છે 196 દેશ છે પણ આખા દુનિયામાં દારૂ પિવાની છુટ છે દેશમાં પણ બધે દારૂ પીવાની છુટ છે પણ ગુજરાતમાં જ દારૂબંધી છે. માટે સાબિત થઈ જાય છે કે દારૂ ખરાબ નથી, પણ દારૂ આપણને પી જાય છે આપણે દારૂને પીવાનો છે, આપણે દારૂ પીએ તો ખરાબ નથી પણ દારૂ આપણને પી જાય છે તે એક જ પ્રોબ્લેમ છે. માટે તાકાત હોય તો દારૂ પીવો બાકી મોટા મોટા ડોકટર આઈપીએસ અને આઈએએસ દારૂ પીવે છે.

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...