Homeગુજરાતદ્રોણ ગામે થયેલી હત્યામાં ખુલ્યું ચોંકાવનારું કારણ, પોલીસે બે આરોપીની કરી ધરપકડ:...

દ્રોણ ગામે થયેલી હત્યામાં ખુલ્યું ચોંકાવનારું કારણ, પોલીસે બે આરોપીની કરી ધરપકડ: ગીર સોમનાથ

-

Gir Somnath News : ગીર સોમનાથમાં ગત ૧૧ તારીખના રોજ દ્રોણ ગામ (Dron Village)ની સીમ મછુન્દ્રી નદીના કાંઠે કોઇ અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથીયાર વડે ભનુભાઈ કેશુભાઈ સાંખટની હત્યા નીપજાવી દીધી હતી. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે (Gir Somnath Crime Branch) બે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૧ તારીખના રોજ દ્રોણ ગામની સીમ ભનુભાઈ કેશુભાઈ સાંખટની હત્યા મામલે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યા અનુસાર આ મામલે આરોપી દેવાયતભાઇ ટપુભાઇ રામ આહીર અને રામભાઇ ટપુભાઇ રામ આહીરની ધરપકડ કરી છે. પોલીસે આ માલમે આઈપીસની કલમ 302 અને જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો- ફક્ત પાટીદારો માટે ! વોટ્સએપ ગ્રુપમાં આવો મેસેજ કરી થઈ લાખોની ઠગાઈ

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, આરોપીઓએ મનસુખભાઈ કેશુભાઈ સાખટને રખડતા ભટકતા હોય અને કામધંધો ન કરતા હતા અને તેનો પુત્રો પશુ ચરાવવા જાય ત્યારે ઉછીના પૈસાની માગણી કરતા હતા. જો પૈસા ન આપે તો પરેશાન કરતા હતા અને ગાળાગાળી કરતા હતા. આમ ઉશ્કેરાઈ જઈ આરોપી દેવાયતભાઈ અને રામભાઇ ઉશ્કેરાઇ જઇ પુર્વ આયોજિત કાવતરૂ રચી હત્યા નીપજાવી હતી.

વધુ વાંચો- જીજ્ઞેશ મેવાણી પર હુમલો પુર્વ ગૃહમંત્રી પ્રદિપસિંહના ફોલ્ડરે હુમલો કર્યાનો આરોપ: અમદાવાદ

Must Read

talala chitravad lcb police raid

ચિત્રાવડ ગામથી મોટી માત્રામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો: ગીર સોમનાથ

Gir Somnath News Update : ગીર સોમનાથ એલસીબી (LCB)ની ટીમે તાલાલાના ચિત્રાવડ ગામમાંથી જંગી માત્રામાં શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપી...