Homeગુજરાતગીર સોમનાથવેરાવળમાં દુકાનમાંથી રાત્રીના તાળા તોડી 10 હજારની રોકડ ચોરી કરનાર 2 શખ્સને...

વેરાવળમાં દુકાનમાંથી રાત્રીના તાળા તોડી 10 હજારની રોકડ ચોરી કરનાર 2 શખ્સને પોલીસે ઝડપ્યા

-

પરાગ સંગતાણી, Veraval News : વેરાવળમાં ગત તા.૨ના રોજ મહંમદહનીફભાઇ હુશેનભાઇ ચૈાહાણ રહેવેરાવળ આરબ ચોક વાળાએ દુકાનમાંથી કોઈ અજાણ્યા શખ્સોએ તા.૧ ના રાત્રે શટરના તાળા તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનના થડામાંથી રોકડા રૂા.૧૦,૦૦૦ ની ચોરી કરી લઇ ગયેલની ફરિયાદ નોંધાવી હતી.

જે અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણીએ પો.સબ.ઇન્સ એચ.બી.મુસાર તથા જરૂરી પો.સ્ટાફની ટીમો બનાવી ગુન્હો શોધી કાઢવા તજવીજ હાથ ધરેલ અને નેત્રમ સીસીટીવી તેમજ ફરિયાદીની દુકાનમાં લગાવેલ સીસીટીવી ફુટેજ આધારે ટેકનીકલ સર્વેલન્સથી જીણવટપુર્વક બનાવ બાબતે માહીતી મેળવી જે માહીતી આધારે બે અજાણ્યા ઇસમોએ રાત્રીના ફરિયાદીની દુકાનમાં લાગેલ તાળા તોડી એક ઇસમ બહાર દેખરેખ રાખી તથા બીજા ઇસમે દુકાનમા અંદર પ્રવેશ કરી દુકાનના થડામાં રહેલ રોકડ રૂા.૧૦,૦૦૦ ની ચોરી કરતા જોવામા આવેલ હોય જે સીસીટીવી ફુટેજ આધારે સુભાષ રોડ રબારી વાડા નાકા પાસેથી પાસેથી હુશેનભાઇ ફારૂકભાઇ પંજા તથા યુનુસભાઇ હુશેનભાઇ બાનવા રહે.બન્ને વેરાવળ વાળાને ચોરી કરેલ રોકડ સાથે પકડી પાડી ધોરણસર અટક કરી હતી.

વધુ વાંચો- મોરબીમાં કારખાનાની ઓરડીમાં દુષ્કર્મ થયાની ફરિયાદથી ચકચાર

ચોરીનો વણશોધાયેલ ગુન્હો ડીટેક્ટ કરવામાં આવેલ છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણીના માર્ગદર્શન હેઠળ ,પો.સબ.ઇન્સ એચ.બી.મુસાર, એ.એસ.આઇ. દેવદાનભાઇ માણંદભાઇ, પો. હેડ કોન્સ. નટુભા ભાભલુભા, મયુરભાઇ મેપાભાઇ, અરજણભાઇ મેસુરભાઇ, પો.કોન્સ પ્રદિપસિંહ વાલાભાઇ, કમલેશભાઈ અરજનભાઈ, અશોકભાઈ હમીરભાઇ, પ્રવિણભાઇ હમીરભાઇ, રોહિતભાઈ જગમાલભાઈ સહિતના જોડાયા હતા.

વધુ વાંચો- SRP જુથ 6 ના કર્મચારી બાહેંધરી ન આપે તો… વાળી વર્ધી રદ્દ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....