Homeગુજરાતગીર સોમનાથવેરાવળમાં ભાજપની બેદકારી ! વિરોધ કરવા કુમળા બાળકોને ટોળે વાળતા નેતા –...

વેરાવળમાં ભાજપની બેદકારી ! વિરોધ કરવા કુમળા બાળકોને ટોળે વાળતા નેતા – શરમજનક

-

Gir Somanath તુષાર બસિયા/શૈલેષ નાઘેરા : રાજ્યમાં કોરોનાની સ્થિતી ગંભીરથી અતીગંભીર બનવા તરફ જઈ રહી છે. રાજ્ય સરકારે વાઈબ્રન્ટ ગુજરાતથી માંડી લગભગ દરેક મોટા કાર્યક્રમો રદ્દ કર્યા છે. પરંતુ સત્તામાં બેઠેલા ભાજપના કેટલાક નેતાઓ (BJP Leaders) છે કે જેઓ સુધરવા જ નથી માંગતા, અને ટોળા (Crowd) એકત્ર કરી કોરોનાને આમંત્રીત કરવા માંગે છે તેવું જણાય છે

હમ નહીં સુધરેંગે !

ગીર સોમનાથના (Gir Somanath) વેરાવળમાં ભાજપ દ્વારા આજરોજ પ્રધાનમંત્રીની સુરક્ષામાં ચૂક મામલે વિરોધના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ટાવર ચોક વિસ્તારમાં થયેલા આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓ દ્વારા શાળાના બાળકોને (School Kids) બોલાવી સંખ્યા દેખાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ભાજપના નેતાઓની આ સંખ્યા દેખાડવાની રીત કોરોના ફેલાવે તેવી જોવા મળી હતી.

તેમને એટલો સુધ્ધા વિચાર ન કર્યો કે આ કોરોનાની સ્થિતીમાં કુમળી વયના બાળકો માટે મોટુ જોખમ સર્જાય શકે છે. આ કાર્યક્રમનું આયોજન ગીર સોમનાથ ભાજપના બક્ષીપંચ મોરચાના (BJP OBC Cell) પ્રમુખ જીવાભાઈ વાળા દ્વારા કરવામાં આવ્યુ હતુ. જ્યારે વેરાવળ (Veraval) યુવા ભાજપના (Youth BJP) પ્રમુખ હાર્દિક ઝાલા પણ હાજર હતા.

PM ના વહાલા થવા જીવાભાઈ એ બાળકોને જોખમમાં મુક્યા

કુમળી વયના શાળાના બાળકોને પોતાના રાજકિય તાયફામાં બોલાવી જીવાભાઈ શું સાબિત કરવા માંગે છે   ? શું પ્રધાનમંત્રીની સુરક્ષાની ચૂક ના વિરોધના નામે કાર્યક્રમ કરશો તો પ્રધાનમંત્રના વહાલા બની જશો અને તમને ઘરે તેડાવશે ? શું તમે સત્તાપક્ષના નેતા હોવાથી ફુલ જેવા બાળકોની જિંદગીને જોખમમાં મુખવાનો પરવાનો મળી ગયો છે ? તમારા જ પક્ષના પ્રધાનમંત્રી કોરોનાથી બચવા ગાઈડલાઈનના પાલનની સલાહ આપે છે તો કમ સે કમ એમની સલાહ તો માનવી હતી જીવાભાઈ. આ બાળકોમાંથી રખે ને કોઈને કોરોના સંક્રમણ થાય તો તેની અને તેના પરિવારની જવાબદારી તમે લેશો કે છટકી જશો ?

Gir Somanath – Veraval BJP ની બેદરકારી – બાળકોને બોલાવી વિરોધ કાર્યક્રમ

Gir Somanath - Veraval BJP ની બેદરકારી , બાળકોને બોલાવી વિરોધ કાર્યક્રમ
Gir Somanath – Veraval BJP ની બેદરકારી – બાળકોને બોલાવી વિરોધ કાર્યક્રમ

જીવાભાઈની જુબાની અચરજ પમાડે તેવી

આ બાબતે જીવાભાઈ વાળા સાથે ટેલિફોનીક વાત કરતા તેમને જણાવ્યું હતુ કે, કાર્યક્રમના આયોજક તેઓ પોતે જ હતા અને વેરાવળ ‘ભાજપના યુવા હાર્દિક ઝાલા પણ હાજર હતા’. આ કાર્યક્રમમાં 200 થી 225 લોકોની સંખ્યા હાજર હતી. આ કાર્યક્રમનો ઉદ્દેશ પ્રધાનમંત્રી મોદી પર હુમલાના ષડયંત્ર થયુ તે બાબતે ત્યાંની સરકાર અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષનો વિરોધ કરવાનો હતો. તેમજ આ કાર્યક્રમમાં શાળાના બાળકોની ઉપસ્થિતી તેમને પણ સ્વિકારી હતી.

ખાખી કાર્યવાહી કરવામાં પાછી પાની તો નહીં કરે ને ?

નગરજનોમાં ચર્ચા કરી રહ્યાં છે કે, સામાન્ય માણસો અને વેપારીઓને કોરોનાના ગાઈડલાઈન અને મંજૂરીના નામે પોલીસ કાર્યવાહી કરે છ ત્યારે, વેરાવળ શહેરમાં ભાજપના આ રાજકિય કાર્યક્રમના જોખમી તાયફા પર પોલીસ કાર્યવાહી કરશે કે કેમ ? સત્તાપક્ષના નેતાઓ હોવાથી ખાખી કાર્યવાહી કરવામાં પાછી પાની તો નહીં કરે ને ?  

નેતાજીએ ફેરવી તોળ્યું !

જ્યારે ‘સત્યમંથન’ના તંત્રી એ કોરોનાની આ સ્થિતીમાં બાળકોને એકઠા કરવાની વાત પર સવાલ પેદા કર્યો ત્યારે જીવાભાઈ એ ફેરવી તોળતા જણાવ્યું હતુ કે, સમગ્ર કાર્યક્રમ માસ્ક અને ડિસ્ટન્સ સાથે કર્યો હતો તેમજ શાળા છૂટવાનો સમય હોવાથી બાળકો પોતાની રીતે કાર્યક્રમમાં જોડાઈ ગયા હતા, એક કરતા વધારે સ્કૂલના બાળકો હોવાની વાત તેમને કહી હતી.

ભાજપ ધણીધોરી વીના ચાલે છે કે શું ?

આ મામલે ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર સાથે વાત કરતા તેઓ આ કાર્યક્રમથી અજાણ હોવાનું જણાવ્યું હતુ. શિસ્તબધ્ધ પાર્ટી હોવાની વાત કરતા ‘ભાજપમાં પાંદડુ પણ ઉપરના નેતાને પુછ્યા વિના હલતું નથી’ તે સૌ કોઈ જાણે છે. પરંતુ  આ કાર્યક્રમમાં પ્રમુખ પોતે હાજર નહીં હોવાથી આપણે તેમની વાત માની લઈએ કે તેઓ અજાણ હતા. તો બીજી તરફ પ્રશ્ન ઉદભવે છે કે ગીર સોમનાથ જિલ્લા ‘ભાજપ ધણીધોરી વીના ચાલે છે કે શું ?’

નેતા તો સમજૂ હોય ને ?

અત્રે સવાલ એ પેદા થાય છે કે રાજકીય તાયફામાં બાળકોને બોલાવી શા માટે ભોગ બનાવવા જોઈએ. બાળકો અણ સમજૂ બની તમારા કાર્યક્રમમાં જોડાઈ ગયા તો આપ સમજૂ હોય તો તેમને ત્યાં કેમ ટોળે વાળ્યા ?

આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ પ્રોફેસર ડૉ. જીવાભાઈ વાળા, શહેર ભાજપ પ્રમુખ દેવાભાઈ ધારેચા, ભુપેન્દ્રભાઈ વિઠલાણી, યુવા મોરચાના પ્રમુખ હાર્દિક ઝાલા, મહામંત્રી યજ્ઞેશભાઈ, ઉપપ્રમુખ વિશાલભાઈ, ચિરાગભાઈ, મંત્રી હિરેનભાઈ, જિતેનભાઈ, ભાર્ગવભાઈ, અંકિતભાઈ હાજર હતા તેવુ અખબારી યાદીમાં જણાવાયું છે.

Must Read