Homeવિશેષગરીબોની દિવાળીગુજરાતી કવિતા 'ગરીબોની દિવાળી' ભાગ -1

ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -1

-

Garibo Ni Diwali Kavita – સાહિત્ય મંથન દિવાળી વિશેષાંક, સાહિત્ય પ્રકાર:- પદ્ય, મૌલિક, અછાંદસ ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -1, કવી – ચૈતન્ય જોષી, કૌશલ પુરાણી, મીનાક્ષી રવિન્દ્ર જગતાપ, પારૂલ નાયક, અશોક પેથાણી, સેજલ હુંબલ…

1 ) ચૈતન્ય જોષી. ‘દીપક’ – પોરબંદર – Garibo Ni Diwali Kavita

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

કોડિયાંમાં દીવો કરીને ઊજવાતી ગરીબોની દિવાળી. થોડામાં સંતોષ માનીને ઊજવાતી ગરીબોની દિવાળી.

ફટાકડા ખરીદવાની સગવડતા એની નથી હોતી તોયે, ફૂટતા ફટાકડાને માણીને ઊજવાતી ગરીબોની દિવાળી.

સૌથી વધુ દુઃખ તો જનેતા અનુભવતી હોય છે છાનું, છૂપાવીને અશ્રુઓ સારીને ઊજવાતી ગરીબોની દિવાળી.

દયાદાનથી આવેલ મીઠાઈ આરોગી સંતોષ માની લેતાં, ફૂટેલાનાં સૂરસૂરિયાં કરીને ઊજવાતી ગરીબોની દિવાળી.

ફાટ્યાં વસતર તોય મનથી આનંદિત રહેનારાં શિશુઓ, સામાન્ય રંગોળીને દોરીને ઊજવાતી ગરીબોની દિવાળી.

બેસતા વરસે સગાસંબંધીઓને ઘરે મળવા જવાનુંને, સૂકો મેવો ડીસ્કથી લઈને ઊજવાતી ગરીબોની દિવાળી.

ક્યારેક ખીજાતાં, રીસાતાં,જીદ કરતાં બાળ બિચારાં, કંટાળી,થાકી, ઈશને કોસીને ઊજવાતી ગરીબોની દિવાળી.

ચૈતન્ય જોષી. ‘દીપક’ – પોરબંદર

2. કૌશલ પુરાણી “નિઃશબ્દ” – મોડાસા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

દિવાળીનાં બસ સપનાં, સપનાઓમાં દિવાળી,અંધારું આંગણું નેંદીવામાં તેલ ખાલી, ગરીબોને ત્યાં તો ક્યારેય, હોતી નથી દિવાળી.

મોં મીઠું તો કરે ક્યાંથી, અહીંયા તો પેટ ખાલી, ધનતેરસ ધન વિનાની, દિવા વિના દિવાળી, ગરીબોને ત્યાં દિવાળી, કાળીચૌદસથી કાળી.

ના કોઈ જાય આવે, ના કોઈપણ બોલાવે, કપડા જુના કોઈના, પહેરીને મન મનાવે,કોને ફરક પડે છે,કેવી છે એની દિવાળી? ચાલો હવા બદલીયે,

એને પણ યાદ કરીએ, તેલ આપણાં દિવાનુ, થોડું એને પણ ધરીયે, આપણી ખુશીયો માં ચાલો,એમને પણ સામેલ કરીયે, ગુમસુમ એનાં ચહેરા પર, થોડી મુસ્કાન ભરીયે,ગરીબો પણ મનાવે,ખુશીયો ભરી દિવાળી.

કૌશલ પુરાણી “નિઃશબ્દ” – મોડાસા

3. મીનાક્ષી રવિન્દ્ર જગતાપ.- સૂરત – (Garibo Ni Diwali Gujarati kavita)

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

કંદિલોની રોશની લઈને દિવાળી આવી છે.દિવડાઓનો પ્રકાશ લઈને દિવાળી આવી છે.

ચેવડો, ચકલી, મીઠાઈની બજારમાં ભરમાર છે.કોઠી, રોકેટ, ફટાકડાની ગુંજ થી આકાશમાં બહાર છે.દિવાળી અમાસમાં,પણ ઝગમગ પ્રકાશ ફેલાય છે. જો ત્યાં દૂર ખૂણામાં ક્યાંક અંધાર જ અંધાર છે..

ફાટેલા લુગડા સંતાડતી બાયડીએપૂલની નીચે માંડેલ સંસાર છે. અધીર બાલુડાનેફટકારી ચુલાના પ્રકાશમાં રોટલો શેકાય છે. દુનિયાથી ખોવાયેલી ગરીબડી જાતને ઉત્સવની શી ભાત છે.બે ટંક રોટલા રળવા મથતા, તેમણે દિવાળીની શી વાત છે. દિ આખો રમકડા, ફટાકડા વેચવા માં જાય છે.વધેલા રૂપિયામાં ભાત ને રોટલા ખાય છે.

એનાથી કફોડી દિવાળી વૃદ્ધોની થાય છે.મળતું નહિ કોઈ કામ, ઉંમરની તો લ્હાય છે. આખરે નિરાશ્રિતોમહીં જિન્દગી ગુજરતી જાય છે.ફૂટપાથ ને મંદિર જ જાણે આશ્રયસ્થાન છે.

આવતા જતા લોકો સામે હાથ લંબાવી ઝોળી ફેલાય છે.જોઈને મન દ્રવી ઉઠે, કેવી કરૂણતા સર્જાય છે. દીવડા ફટાકડા લેજો એમની જોડેથી,બોલો એમાં તમારૂ કેટલુ ધન જાય છે? સૌ મળી દાન ,ધર્મ ને મદદ કરીશુંતો ને તોજ ગરીબોની દિવાળી ઉજવાય છે.

મીનાક્ષી રવિન્દ્ર જગતાપ.- સૂરત

4. પારૂલ નાયક. “શ્યામકૃતિ” – અમદાવાદ

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

વેપલો કરશું કોડીયાનો, રંગોળીના રંગ,પાથરણું પાથરી બેસીશું હુતો હુતી સંગ.અમારે તો આજ છે દિવાળી…

નાના ફટાકડાં વેચીશું, પિસ્તોલની સંગ,રોલ ટીકડી ને બપોરિયાનાં વિવિધ રંગ.અમારે તો આજ છે દિવાળી…

વેચીશું ફૂલો ને આસોપાલવના તોરણ,કમળ સંગ પૂજાપો ને સુગંધી ગૂગળ.અમારે તો આજ છે દિવાળી…

ગાડીઓવાળા આવી ભાવ કરાવી જાય,અમ ગરીબની માંડ મૂડી નીકળી જાય.અમારે તો આજ છે દિવાળી…

નૂતન વર્ષે નીકળશું સબરસ લઈ સંગ,કોઈ દેશે રૂપકડી બે ને કોઈ આપશે દસ. અમારે તો આજ છે દિવાળી…

રહેતાં બાળ આનંદમાં, ઓછામાં સંતોષ,થિંગડાવાળા વસ્ત્ર ને દયા દાનમાં મિષ્ટાન્ન.અમારે તો આજ છે દિવાળી…અમ ગરીબની દિવાળી…

પારૂલ નાયક. “શ્યામકૃતિ” – અમદાવાદ

5. અશોક પેથાણી. “સ્નેહી- ગુંદીયાળા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

કપડાં લતા ,માવા મીઠાઈ, ઝવેરાત વાળી તમને મુબારક…

અમારે તો એક ટકની રોટી લઈને આવે, એજ છે અમારી દિવાળી…

રોકેટ,સિંધરી બૉમ્બ,ચક્કરડી,ફુલઝર વાળી તમને મુબારક…અમે તો સુરસૂરિયા ભેગા કરીને આનંદ લઈ એજ અમારી દિવાળી…

તમે તો મોટા માણસો સાહેબ, ઘીના દિવા બારણે જલાવો…અમારે તો એક પાવરુ તેલ ખાવા મળે એજ અમારી દિવાળી…

તમે તો રંગબેરંગી રંગો લાવી આંગણા તમારા સજાવો…અહીં તો ગરીબીના રંગને જ ઓળખે છે ગરીબોની દિવાળી

અશોક પેથાણી. “સ્નેહી- ગુંદીયાળા

6. સેજલ હુંબલ”ભાવેશ”

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

જિંદગીની સવારમાં સોનેરી સપનાંઓ જોયા છે, ગરીબીની લાચારીની હૈયામાં ક્યાંક છુપાવ્યા છે. હર્ષોલ્લાસ સાથે ભેગા મળીને જિંદગીને માણી, દિલમાં દુઃખ હોવા છતાં સુખમાં અમે જીવ્યા છે…

બે ટકનું અન્ન મેળવવા આમતેમ દિવસો વહયા, ઈશ્વર પર ભરોસો રાખીને સમય સાથે ચાલ્યા છે. ભલે ગરીબ હોય છતાં બીજાની મદદ કરીએ, દીપથી દીપ જલાવી,નાતજાતના ભેદ ભુલ્યા છે…

આંગણામાં રંગોળી ચિતરાવી,ઝુંપડીને શણગારી, મહેલોના વૈભવ વિલાસના જીવનને એળે મુક્યા છે. નથી રહેતી ધીરજ કે નથી હવે હૈયામાં થોડી હામ, આંખમાં આસુંને તહેવારોની રંગતમાં ભુલાવ્યાં છે…

આમને આમ જિંદગીની ક્ષણો કિનારે આવી ઉભી, શુ માણ્યું ગરીબીમાં એવા પ્રશ્ન ઈશ્વરને પૂછ્યા છે. સોનાનીનગરીનો રાજા દ્વારકાધીશને ઉઘાડે પગે, દરિદ્ર એવા સુદામાને મળતા એવા મિત્રો મળ્યા છે…જિંદગીનો ચન્દ્રમાં ખીલીને,અમાસના અંધકાર થયો, ભીતરમાં રહેલી નવી આશાના દિપકને જગાવ્યા છે…

એક સુખી તો એક દુઃખી એવું ભૂલીને માનવતાં રાખીએ, ઈશ્વરરૂપી મળેલ દેહને અમીર-ગરીબમાં તોલવ્યા છે…

ચાલને આપણે સાથે મળીને કરીએ નવી શરૂઆત મુશ્કેલીઓમાં એકબીજાની સાથે ઢાલ બનીને ચાલ્યા છે. હસી હસીને મહેકતું જીવન રાખીએ ઉત્સવને વધાવીએ, “ભાવેશ”શબ્દમાં નવાવર્ષની સવારને દિલથી આવકાર્યા છે…

સેજલ હુંબલ”ભાવેશ”

Must Read