Homeવિશેષગરીબોની દિવાળીગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ - 9

ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ – 9

-

Garibo Ni Diwali Kavita – સાહિત્ય મંથન દિવાળી વિશેષાંક, સાહિત્ય પ્રકાર:- પદ્ય, મૌલિક, અછાંદસ ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -9, કવી – મિતસું હાથી, દીપાલી લીમકર, ડો. વિરેન્દ્ર ડોલાસિયા, જતીન આર. વાઘેલા, ધૃતિ સોની, દિપ્તી ઈનામદાર.

Garibo Ni Diwali Kavita – ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ – 9

1. શ્રીમતી મિતસું હાથી, ‘મિત’

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

કોઈ પાસે છે ગેબી તરકીબ, કે જે ઉઘાડી શકે ગરીબનું નસીબ!

દિવાળી ઉજવવા તે છે બદનસીબ! નવું વર્ષ ઉજવવા તે નથી ખુશ નસીબ!

ભાઈ બીજ ઉજવવા તે નથી સદ નસીબ, કોઈ ન જાય ગરીબની કરીબ!

ગરીબનો નથી કોઈ રકીબ કે હબીબ, ગરીબી છે અજીબો ગરીબ!

એક મળી છે તરકીબ, ફટાકડાના અવાજ સાંભળવાની, મીઠાઈ, રંગોળીના ફોટા જોવાની, ધનિકોના બંગલે ઝૂલતા ઇલેક્ટ્રિક તોરણો જોવાની તરકીબ!

આં રીતે દિવાળી ઉજવવાનું માન્યું છે મુનાસીબ? કારણ! ગરીબનું કોઈ નહિ ઉઘાડી શકે નસીબ !

આ કહે છે ઇસ્લામી ખતિબ

મિતસું હાથી, ‘મિત’

2. દીપાલી લીમકર – અબુધાબી

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

પત્થરનાં ચૂલે શેકાતી ગરમ રોટલી ઘી વાળીઅમાસની રજનીને દે છે ચાંદો થઈને અજવાળીપ્રેમળ પત્ની, મિઠો દિકરો ને દિકરી હેતાળીસાથે મળીને અમે ઉજવીએ ગરીબોની દિવાળી

નથી નસીબે મોંઘા કપડાં, મેવા અને મિઠાઇસંતાનો પણ ફટાકડા વિણ જતાં નથી મુંઝાઈસ્વાદ ભરેલું સાદું ભોજન પીરસે છે ઘરવાળીસાથે મળીને અમે ઉજવીએ ગરીબોની દિવાળી

સૂરજનો ફાનસ માથે છે ને દિવડાં તારાનાંભલે બળે છે મારા ઘરમાં બે જ કોડિયાં નાનાંરુશનાઈ પણ ખૂબ માણીએ રાતે નભ નિહાળીસાથે મળીને અમે ઉજવીએ ગરીબોની દિવાળી

નથી અમારા ઝાઝાં સપનાં, નથી અજુગતી આશાસંતોષી જીવતર રાખ્યું છે કરીને દૂર નિરાશાપ્રેમ વસે જો ઘરમાં તો છે રોજે રોજ દિવાળીસાથે મળીને અમે ઉજવીએ એવી એક દિવાળી

દીપાલી લીમકર

3. ડો. વિરેન્દ્ર ડોલાસિયા ‘નિજ’ – રાજકોટ

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ગરીબની ઝૂંપલડીએ આવી રે દિવાળી, મન મારી ઉજવશે ખુદ્દાર એ તો ઓણ રે.

કાળી આ મોંઘવારીમાં,ધાન મોંઘેરું બન્યું,તેલ આકાશે અડ્યું,જીવતર દોહ્યલું બન્યું.

એક રોટલાનાં કરે ટુકડા ચાર એ તો ઓણ રે.

મનડું બાળક થઈને,દોડે ફોડવા લવિંગિયાં.ફૂલડે ફૂલડે જઈને,પકડે હળવા પતંગિયાં.

કોડ મનનાં બધાયે ફોડનાર એ તો ઓણ રે.

ઝૂંપડીનાં અંધકારમાં,દીવો દિલનો પ્રગટાવે.અંતરનાં આંગણિયામાં,રંગ છાલક છલકાવે.

દાબે ભીતરે ગરીબીનો ભાર એ તો ઓણ રે.

ગરીબની ઝૂંપલડીએ આવી રે દિવાળી…મન મારી ઉજવશે ખુદ્દાર એ તો ઓણ રે.

ડો. વિરેન્દ્ર ડોલાસિયા ‘નિજ’

4. જતીન આર. વાઘેલા, ‘મૌન’

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આસો વદ અમાસ ને અંધકાર નો ઘેરો એમાં ઉજાસ નો ઉત્સવ દિવાળી નું આગમન

શહેર આખું ઝાક ઝમક થી ઝગમગતું એક ઝૂંપડું દેખાય છે સુનું અંધકારમાં ઘેરું બેની બેઠી બારણે જુએ પિતા ની રાહ, માં પડી બીમાર ખાટલે બાજુમાં ભઈલો બાળ

સ્થિતિ ગરીબડી ઘરની એમાં મજૂરી પિતાનીઆવક કરતાં જાવક વધુ ને માંદગી નું દુઃખ નાનકડાં આ ઘર માં અજવાસ નું નહિ નામ બાળમન રડતું ધીમે પૂછતુ માં ને ધીરે

“પપ્પા ક્યારે આવશે ને મીઠાઈ ફટાકડા લાવશે, હેં માં બેની ને કે ને બોલાવી આવે ઝટ, હશે ઘણું બધું લીધેલું આપણા માટે પપ્પા એકલા કેમ લેશે માથે”

ચૂપ કરાવતી બેની કહેતી , “હમણાં પપ્પા આવશે પણ કંઈ નહિ કરતો વેન મમ્મી માટે દવા ની છે જરૂર પપ્પા ને કહી કવરાવતો જોઈ લેજે આ વખત ફટાકડા વીણીને વધેલા આપણે ગોતી આવીશું હોને”

આમ બાળ મન બિચારા ગરીબાઈ માં જુએ છે આવી દિવાળી ફોડે છે ફટાકડા બીજા અને ખાઈ છે મીઠાઈ વધેલી જેમ તેમ નાખે કચરા માં ને કરે છે બગાડ

બહુ બનેલા અમીરો નથી કરતા એનું ધ્યાન રઝળતા આ બાળ ને કોઈ નથી આપતા શોધે છે ક્યાંક વધેલા ફટાકડાં કોઈના પડેલા તો કોઈથી ના ફૂટેલા

શું ચાહો છો તમે મનાવો છો દિવાળી??ના , તમે આરોગો છો દિવાળી અને ફોડો છો દિવાળી ઉત્સવ આ અનેરો છે અંધાર માંથી અજવાસ નોકોઈકના ઘર ને જોઇને એક દીવો ઝગમગાવજો ન્યા

આપજો મીઠાઈ કોઈ ભૂખ્યા ને અને કોઈ ગરીબ ને કરજો સહાય આ અજવાસ આપશે તમને આનંદ અનેરો મનાવશો ત્યારે સાચી દિવાળી ખરું થશે નિજ ભાન

જતીન આર. વાઘેલા, ‘મૌન’

5. ધૃતિ સોની “કૃષ્ણા” – વડોદરા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

દિવાળી છે તો પણ દીવા નથી દીવા છે તો પ્રગટાવા તેલ નથી,

નવું વર્ષ છે તો પણ ખુશી નથી નવ વર્ષ ઉજવવાના પૈસા નથી,

બાળકોના માટે ફટાકડાં નથી ફટાકડાં લાવવાના પૈસા નથી,

દિવાળીમાં જમવાના ફાંફાં છે દિવાળીના કોઈ પકવાન નથી,

દિવાળીના નવાં કપડાં પણ નથી કપડાં લાવવા પૂરતાં પૈસા નથી.

ધૃતિ સોની “કૃષ્ણા”

6. દિપ્તી ઈનામદાર,’અમરત’ – વડોદરા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

અગિયારસે આરંભાઈ, રંગોળી પ્રકાશ પર્વ

વાઘબારસે પશુધનના આશરા રંગાયા શીંગ

ધનતેરસે ધનની વણઝાર પ્રગટે દીપ

કાજળઘેરી નરક ચતુર્દંશી કામણ કર્યા

રૂડી દિવાળી દીપોની હારમાળે હરખે બાળ

પાઠવે સૌને શુભ નૂતન વર્ષા હૈયાનો મેળો

ભગિની જમે બાંધવ, વીરા સંગ યમ દ્વિતીયા

દિપ્તી ઈનામદાર,’અમરત’

Must Read