Homeવિશેષગરીબોની દિવાળીગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ - 8

ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ – 8

-

Garibo Ni Diwali Kavita – સાહિત્ય મંથન દિવાળી વિશેષાંક, સાહિત્ય પ્રકાર:- પદ્ય, મૌલિક, અછાંદસ ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -8, કવી – ચિત્રાંગના જેઠાભાઈ ચૌધરી, નવીન પટેલ, વિનય બારીયા, નિશા શેઠ, ધર્મેશ આર પગી, નીના દેસાઇ.

Garibo Ni Diwali Kavita – ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -8

1. ચિત્રાંગના જેઠાભાઈ ચૌધરી,”પર્લ” – વ્યારા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આવી આવી આવી દીવાળી આવી,લાવી લાવી લાવી ભેટ સોગાત એ લાવી.

અમીરો ગરીબો સૌની દીવાળી આવી,મોટી મોટી આશાઓ ઊરે લઈને આવી.

ગરીબ ગરીબ શબ્દો ભણકારા વાગે,હૃદયે ગરીબના ધવ પાડ્યા કદીયે રૂઝે.

ભલે હું ગરીબ પૈસે પણ આનંદે ભરી દિવાળી,ઉરે આનંદ અનોખો હૈયે હિંમત ભરી દિવાળી.

મન મનાવી મહેનતના પૈસાને મળશે બોનસ,કપડાં લઈશું મીઠાઈ, ફટાકડાને રંગોળીના રંગ.

દિવાળીનો દિવસ ઉગ્યોને થઈ નોખી નોખી,કેમ પૂછો નહીં,દિવાળીને ભરખી ગઈ મોઘવારી.

વારે -તહેવારે એતો ખીલી ઊઠે સોળે કળાએ,મોઘવારી વધે વધેને આસમાને પૂનમચંદ્ર જેવી.

ચિત્રાંગના જેઠાભાઈ ચૌધરી,”પર્લ

2. નવીન પટેલ, ‘નવનીત’, બોરસદ

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આવ્યો અમ્ આંગણ વર્ષનો મોટો તહેવાર..એવો છે દિવાળી હિન્દુ ધર્મનો મોટામામોટો તહેવાર.. નવીન વર્ષની ઉજવણી સાથે કરતાં કરીયે બોનસ નો વ્યવહાર…

નવીન વર્ષની સાથે આગતાસ્વાગત કરતાં પ્રારંભ…. ત્યાં તો ગયા વર્ષ સાથે ઓણ પણ આવી પડયો ઓચિંતા વિશ્ર્વભરમાંથી કોરોના મહામારીનો માર…

નાનાંમોટાં સૌ સાથે ગરીબો ના દિલમાં દિવાળી ઉત્સવનો ઉત્સાહ ઉમંગ કેરો હરખ હણાઈ ગયો હદપાર… દિવાળી પર્વ ની છે ગરીબો સાથેને ઉજવાતો સૌના માટે

આ મહિમાની પ્રિત… કુદરત કેરા કહેરની છે આ રીત… માનવ કેરા યુધ્ધમાં ન કોઈ શકે કુદરત સામે જીત…

હે દેવોના દેવ કરીએ તમારી ભક્તિ સાથે માંડી મીત… જરૂર અમ્ માનવોને આપે શક્તિ જેથી દિવાળી ઉત્સવોની હરખભેર ઉજવીએ રીત..

નવીન પટેલ, ‘નવનીત

3. વિનય બારીયા “વિન” – દીવ

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

તોરણ બંધાવો બારણે આવી દિવાળી,દીવો પ્રગટાવો બારણે આવી દિવાળી.

અમીર-ગરીબ સૌ સાથે ઉજવે,તેલ નથી ગરીબના પારણે આવી દિવાળી.

અમીર ના ઘરે ઘી ની નદીઓ વહે,પાણી નથી ગરીબના ઓતલે આવી દિવાળી.

શું જાણે વ્યથા ગરીબોની, અમીરો !ગરીબોની શુ જાણે દશા અમીરો આવી દિવાળી.

આભ ને ધરતીનો કોઈ છેડો ન જડે,મેળાપ ન થાય કોઈ અમીર- ગરીબ વચ્ચે આવી દિવાળી.

દિવસ ને રાત્રી ન થાય ક્યારેય સાથે,અમીર અને ગરીબ ન થાય ક્યારેય સથવારે.

કંચન ને લોહનો કોઈ જોટો ન જડે,ગરીબ અને અમીર નો કોઈ ફરક ના પડે આવી દિવાળી.

સુખ દુઃખ એક સિક્કાની બે બાજુ,ગરીબ ને અમીર આવક-જાવકના બે પાસા આવી દિવાળી.

વિનય બારીયા “વિન”

4. નિશા શેઠ, ‘શીખા’

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ઘર માં નથી એક પણ દિવો, છતાં દિલ માં દિવાળી ઉજ્વાય છે,હાઁ,ગરીબોની દિવાળી પણ દિલ થી ઉજવાય છે.

મીઠાઈ ભલે ને નથી મળતી દુખ નથી,પરિવાર સાથે મળી દિવાળી ઉજવાય છે.

ઘરમાં ભલે ને દિપકની રોશની નથી,છતાં કોડિયા બનાવી બીજાનાં ઘરમાં રોશની કરાય છે.

નવા વસ્ત્ર પહેરવા ભલે પાસે નથી,કોઈએ આપેલા વસ્ત્રને જ નવા માની પહેરાય છે.

અવનવા પકવાન ભલે ઘરમાં બનતા નથી,રોટલો ને છાશ ખાઈને જીવન રંગીન મનાય છે.

અમીર જેવી દિવાળી ભલે ઉજવી સકતા નથી,શીખા કહે રંગોળી ના રંગ પ્રેમ થકી દિલ માં પુરાય છે.

નિશા શેઠ, ‘શીખા’

5. ધર્મેશ આર પગી “ધર્મ”

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

મુશીબત, દર્દની હેલી ગરીબોની દિવાળી છે,પુછોના દોસ્તો કેવી ગરીબોની દિવાળી છે,

અમીરોની દિવાળી તો નફાવાડી હશે કિંતુ,સદા નુકશાનના જેવી ગરીબોની દિવાળી છે,

પ્રથમ પંક્તિમાં ઊભી છે અમીરોની દિવાળી ને ,બિચારી સાવ એ છેલ્લી ગરીબોની દિવાળી છે,

પુછે બાળક અમીરોના ઘણાં નિર્દોષભાવે કે,અરે પપ્પા આ તે કેવી ગરીબોની દિવાળી છે ?

અનુભવથી કહું છું હું ફકત વાતો નથી કરતો,અમે જાતે’ય ઉજવેલી ગરીબોની દિવાળી છે,

કદી લાચાર થઈ જોઇશના તું માનવી સામે,છે ભગવાન જો બેલી ગરીબોની દિવાળી છે,

સદા શ્રીરામને માને કદી એ “ધર્મ”ના છોડે,છતાં ચિંતામાં ડૂબેલી ગરીબોની દિવાળી છે.

ધર્મેશ આર પગી “ધર્મ”

6. નીના દેસાઇ, ‘નિજ’

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

વિતેલું વર્ષ ભૂલાવી ઉજવીયે, નૂતન સાલ.નવલું વર્ષ દિવડાં પ્રગટતાં, ઉજાસ રેલે.

હર્ષ ઉલ્લાસે વધાવીયે આનંદે, દિવાળી પર્વ.ઘર સફાઈ ગૃહિણી ઉમળકે, રંગરોગાન.

અગિયારસ રંગોળી ચિતરાતી, તોરણ શોભે.વાઘ બારસ માતા અંબા પધારે, મન પ્રસન્ન.

ધન તેરશ લક્ષ્મી ‘મા’ આગમને, જગ હરખે.કાળી ચોદશ દુઃખ ભય વિસરી, કંકાસ ટળે.

દિવાળી આવી ત્રિલોક શુભકારી, મંગલકારી.લાભ પાંચમ સમૃદ્ધિ સુખાકારી, કલ્યાણકારી.

આસો પાલવ બારણિયેં બંધાતા, સાથિયા પૂર્યા.આતશબાજી ગગન ચમકતું, પ્રકાશમય.

મેવા મિઠાઈ ઘર ઘર ઉમંગે, અભિવાદન.દુઃખ દરદ વિસરાવી જગત, આનંદે ઝૂમે.

દેવ દિવાળી ત્રિલોક શુભકારી, મંગલ કારી.

નીના દેસાઇ, ‘નિજ

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....