Homeવિશેષગરીબોની દિવાળીગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ - 7

ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ – 7

-

Garibo Ni Diwali Kavita – સાહિત્ય મંથન દિવાળી વિશેષાંક, સાહિત્ય પ્રકાર:- પદ્ય, મૌલિક, અછાંદસ ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -6, કવી – પંચાલ મનોજકુમાર રમણલાલ, ગીતા સંજય પટેલ, નાયક દેવલ, પરમાર જયાબેન, ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ, માનસી દિવાકર.

Garibo Ni Diwali Kavita – ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ –7

1. પંચાલ મનોજકુમાર રમણલાલ ‘મન’ – પાલનપુર

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

માનવીની આમ તો સૌની દિવાળી ખાસ છે,તેલ દીપક માં રહે એ હર દિવાળી માસ છે.

આંખમાં તોલાય સપનાં જે દિવાળી ઉજવવા,રોટલી ને તેલ જે ઘર, ત્યાં દિવાળી નામ છે.

આ દિવાળી વાર સૌની એ ખુશીનું ટાસ્ક છે,મોજ સપનાંની દિવાળીમાં ફક્ત એ નાશ છે.

માન ને સન્માન સૌ માટે જરૂરી છે ખરા,શું ગરીબોની દિવાળી રોજ હોળી રાસ છે.

સંગ દિલોનો દિવાળીમાં ગરીબોનો જોઈએ,પેટ ને ભોજન મળે એમાં દિવાળી રાજ છે.

પંચાલ મનોજકુમાર રમણલાલ ‘મન’

2. ગીતા સંજય પટેલ ‘ શક્તિ ‘ – વાપી

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

અમે તો ગરીબ તમે અમીર પૈસાદાર,દિવાળીની ખુશીઓ આવે ના મારે દ્વાર.

નિત નવી ખરીદી બજારોમાં થાય,નવલા શણગારે ઉત્સવ ઉજવાય,અમારા કપડામાં તૂટેલા તાર….દિવાળી.

અવનવી મીઠાઈને મેવા મળે,વિધવિધ આઈસ્ક્રીમની રંગત ફળે,અમને સૂકા રોટલાનો આધાર….દિવાળી.

તમારે ઝળહળતી રોશની થાય,ફટાકડા ફોડી આનંદે મલકાય,અમારે તો દિલની જ્યોત પર મદાર….. દિવાળી.

નવા નવા કપડાની ફેશન મળે,અરસ પરસ રૂપિયાના વહેવાર ભળે,અમારા નસીબમાં કેવળ મહેનતનો હાર….. દિવાળી.

મોંઘેરી ગાડીઓમાં મુસાફરી થાય,દેશ-વિદેશના પ્રવાસ પણ થાય,અમારે તો સાયકલ રહે પાણીદાર….. દિવાળી.

દિવાળીએ લક્ષ્મી ચોપડાપૂજન,ધનતેરસે સોનાનાં કરતાં શુકન,અમ પર ઈશ્વરની કેવળ કૃપા અપાર…..દિવાળી.

ગીતા સંજય પટેલ ‘ શક્તિ ‘

3. નાયક દેવલ સચિન – અમદાવાદ

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

નથી સુંદર પોષાક,નથી પાંચ પકવાન,ક્યાં આવી દિવાળી? કોશે તે ભગવાન,પૂનમ- અમાસ જ્યાં સરખા છે l,મારા રામગરીબ ની દિવાળી ક્યાં સમજે ધનવાન?

નથી સુગંધી અત્તર નથી પૂજા વિધાન,ક્યા આવી દીવાળી? ન જડે નિદાન,ઉષા- તિમિર જ્યાં સરખા છે,મારા રામગરીબની દિવાળી ક્યાં સમજે ધનવાન?

નીંદર અધુરી, પાથરવા છે બારદાન,સતત લાચારી, ધિક્કારને અપમાન,તહેવાર પડતા પર પાટું છે,મારા રામગરીબની દિવાળી ક્યાં સમજે ધનવાન?

ધનતેરસ,કાળીચૌદસ છે એક સમાન,નથી દિવાળી કે નવું વર્ષ કશાનું ભાન,પાણીથી દીવા કોણ પ્રગટાવે,મારા રામગરીબની દિવાળી ક્યાં સમજે ધનવાન?

નાયક દેવલ સચિન

4.પરમાર જયાબેન ‘ ખૂશી ‘

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

ઘરમાં નથી એકેય ઉજાસ કેરા દિવાનું નામઘરમાં નથી એકેય રૂપિયાની મ્હોરનું માનએવી છે ગરીબોની દિવાળી

આવી દિવાળી ને લાવી છે ખુશીઓપણ ખુશિયો પામવાને ક્યાં છે રૂપિયોએવી છે ગરીબોની દિવાળી

અમીરો ઘરમાં મનાવે છે દિવાળીગરીબના મનમાં રહે છે દિવાળીએવી છે ગરીબો ની દિવાળી

નથી મળ્યા ફટાકડાને નથી મળી ફૂલઝડીજુએ આકાશમાં ફૂટતી અમીરોની ફૂલઝડીએવી છે ગરીબોની દિવાળી

હોય ભલે ખિસ્સું ખાલી ને હૈયુ ભારીકરે છે તોય મોજ હૈયા ઉભરાવી

પરમાર જયાબેન ‘ ખૂશી ‘

5. ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ, ‘નંદી’ નવી મુંબઈ વૅસ્ટ

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

અમે સર્વે ઇચ્છાઓને બાળી, ઉજવી અનેરી દિવાળી.બસ તાજો રોટલો ને ચટણી, સંગે હો સ્વચ્છ પાણી.ન પામી એટલું થાળી…

નથી શમણા મારા કંઈ મોટા, ઇરાદા પણ નથી ખોટા.થી એકે ખેવના સુંવાળી…

વિણ્યો ભંગાર જગભરનો, ઠાલવ્યો ભંગાર જીવતરનો.તોયે દેતું નસીબ તાળી…

ઉતરેલા વસ્ત્રો, વધ્યું ઘટ્યું ખાણું, મેળવી થાતું જીવન ઉજાણું.તોય નિતીને રસ્તે જિંદગી વાળી..

મળે જો પ્રેમની દ્રષ્ટિ, લાગે સોનેરી આ સૃષ્ટિ.ફોરે અંતર માનવતા ભાળી..

રાખી અકબંધ નિષ્ઠાને, ના અડવું લોભ વિષ્ટાને.જીવું દુર્મતિનો તકાજો ખાળી..

નંદી તો ન્યાલ થઈ જાશે, અમી દ્રષ્ટિ તારી થાશે.અમ પાપોને પ્રજાળી..

ઉજવશું અનેરી દિવાળી…

ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ, ‘નંદી’

6. માનસી દિવાકર, ‘મન’ – વલ્લભવિદ્યાનગર

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

છો ને હોય જીવનમાં ઓછા રંગ,પરંતુ દિવાળીનો છે અનેરો ઉમંગ.

મનપસંદ મીઠાઈ ભલે નથી મળતી,જે મળે એમાં જ ઉજવીએ પ્રસંગ.

નવા વસ્ત્રો નહિ હોય પહેરવા પાસે,બ્રાન્ડેડની લાગણી જૂના વસ્ત્રો સંગ.

ખાઈએ અમે સુકો રોટલો ને કસ્તુરી,છતાં માણીએ છીએ જીવનની તરંગ.

ખુશી મોં પર છલકાવી કરીએ મોજ,ભલે હોય પરિસ્થિતિ ચોતરફથી તંગ.

લડી રહ્યા સહુ જુદા જુદા કારણથી,કારણ આ જિંદગી જ છે એક જંગ

માનસી દિવાકર, ‘મન’

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....