Homeવિશેષગરીબોની દિવાળીગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -5

ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -5

-

Garibo Ni Diwali Kavita – સાહિત્ય મંથન દિવાળી વિશેષાંક, સાહિત્ય પ્રકાર:- પદ્ય, મૌલિક, અછાંદસ ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’ ભાગ -5 , કવી – મંજુલા રામદાસ બોકડે, રામાનંદી અંજના, પૂર્વી પટેલ, મીનાક્ષી ત્રિવેદી, સુનિલ પટેલ, પીપલીયા જીવતી (જયશ્રી)

Garibo Ni Diwali Gujarati Kavita – ગુજરાતી કવિતા ‘ગરીબોની દિવાળી’…

1. મંજુલા રામદાસ બોકડે

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

દિવાળી આવીને ખુશીઓનો ખજાનો લાવી,પણ ગરીબોના ઘરઆંગણે તો ઉદાસીનતા જ દિઠી. બાળકને ચાહ હતી ફટાકડાની ફટાકડા ફોડવાની, દુકાનની બહારહાથમાં સિક્કા લઇ વારંવાર ગણતા જોયા.

એ બાળકની આંખમાં ખુશીને બદલે,દિવાળીમાં અરમાનોને મરતા જોયા. એને પણ ચાહ હતી નવા નવા કપડા પહેરવાની,થાળ ભરીને મીઠાઇ ખાવાની ગેલ અને આનંદ કરવાની.પણ તેને જુના કપડા ખંખેરીને તેને જ પહેરતા જોયા.

આપણે તો સમસ્યા આવે ને ફરિયાદ કરીએ છીએ, પણ તે બાળકને ફરિયાદ ને યાદ બનાવતા જોયા. આપણને બીજાના ગમ દેખાતા નથી અનુભવાતા નથી, બસ આપણાં જ ગમોની નુમાઈશ કરતા રહીએ છીએ.પણ તે બાળકને મેં ગમોને ચુપચાપ પિતા જોયા.

તે બાળકને પૂછ્યું કે કંઈક જોઈએ છીએ, તો ના કંઈ તેમણે માથું ધુણાવતા જોયા. નાની વયના બાળકને મોટા ને શરમાવે તેવા વ્યવહાર સાથે, તેમનીઅંદર સ્વાભિમાનને જન્મતા જોયા. દિવાળીની ઉજળી રાત માં પણ અંધકારનીઆલમમા, ગરીબોને તેની ઝુંપડીમાં બેબસ ને લાચાર જોયા.

ગરીબ થવું આ દુનિયામાં કોઈ ગુનો છે? એવું તેમણે ઇશ્વરને પૂછતા જોયા. અમને દિવાળી મનાવવાનો કોઈ હક નથી,એવા ઈશ્વરને સવાલ પૂછતા અને દલીલ કરતા જોયા. અમે તો જીવીએ છીએ આન બાન શાનથી,પણ તે ગરીબ ને મે આન બાન શાનથી મરતા જોયા.

કેમ સમ ના થઈ શકે બંને ની દિવાળી ચાલો આપણે સૌ પ્રયત્ન કરી ઉજળી કરીએ ગરીબોની દિવાળી.

મંજુલા રામદાસ બોકડ

2. રામાનંદી અંજના એ, ગાંધીધામ.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

રંગોળી ના રંગ-બેરંગી રંગો ને વહેંચીને જાણે છે એ જીવન ને રંગીન બનાવાની કળા!

આકાશમાં ફૂટતા પ્રકાશમય ફટાકડાઓ જોઈ જાણે છે એ જીવન ને પ્રકાશિત કરવાની કળા!

મીઠાઈ ની દુકાન પર આંખો દ્વારા આસ્વાદ લઈ જાણે છે એ પોતાના જીવનમાં મીઠાસ ભરવાની કળા!

દિવાળીમાં અવનવા આકાર ના દીવાઓ વહેંચી ને જાણે છે એ જીવનને ગમે તે આકારમાં ઢાળવાની કળા!

અનેક એવી અસગવડતાઓ ને નજરઅંદાજ કરી જાણે છે એ એક અનેરા અંદાજમાં જીવવાની કળા!

દિવસ ના તીખા તડકામાં માવતર ને મજુરિ કરતા જોઈ જાણે છે એ એના ખંભા પર નો ભાર ઊંચકવાની કળા!

( એક ગરીબનું બાળક ઘણું બધુ જાણતું હોય છે એટલે જ એ હસ્તા રમતા ખુમારી સાથે જીવન જીવી જાય છે )

રામાનંદી અંજના

3. પૂર્વી પટેલ, વલસાડ.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આમ જ કયાં દુનિયા રંગીન દેખાય છે,આવે ત્યૌહારને સપનાં રંગીન દેખાય છે,રોનક જોઈ હાટની ને હૈયું વલોવાય છે,ને આંખોમાં સપનાંઓ રંગીન રેલાય છે.

આવે ત્યૌહારને સખત મહેનત કરાય છે,સ્મિત સાથે આશાનું કિરણ છલકાય છે.ચીંથરેહાલ ઝીણી વેદના ઉભરાય છે,ને આંખોમાં સપનાંઓ રંગીન રેલાય છે.

આડો પડ્યો ખાટમાં ત્યાં નીંદર વેરાન છે,આંખ સામે જીવનની વેદના ડોકાય છે,સામે જ બચ્ચાંઓની માંગણી કરાય છે. ને આંખોમાં સપનાંઓ રંગીન રેલાય છે.

પડી સવારને જયારે ઉજાસ વેરાય છે,ત્યારે એનાં હૈયામાં ઉમંગ ઉભરાય છે,સામે જ દિવાળીનો ત્યોહાર દેખાય છે.ને આંખોમાં સપનાંઓ રંગીન રેલાય છે.

પરસેવે રેબઝેબ થઈ મહેનત કરાય છે,ઉત્સાહ ને ઉમંગ કામમાં વરતાય છે,થોડું પામવા ને મહેનત ઝાઝી કરાય છે.ને આંખોમાં સપનાંઓ રંગીન રેલાય છે.

સાંજ પડે મહેનતનું વળતર મેળવાય છેબોનસનાં નામે સો ની નોટ પકડાવાય છે.થોડાં રૂપિયાથી ખુશ-ખુશ તો થવાય છે.ને આંખોમાં સપનાંઓ રંગીન રેલાય છે.

સંગિનીની આંખોમાં પણ ચમક દેખાય છે,ત્યારે હૈયામાં હરખ તો માંડ સમાવાય છે.ને દિવાળીનાં મોજની ઈચ્છા વરતાય છે. ને આંખોમાં સપનાંઓ રંગીન રેલાય છે.

અંતરમાં ઉજાસનાં દીપો પ્રગટાવાય છે. ને સંબંધોમાં સમજણની રંગોળી પૂરાય છે. પરિવારમાં સ્નેહની મિઠાઈ વહેંચાય છે.પૈસા નથી ઝાઝાં છતાં હરખ છલકાય છે. થોડાંક ફટાકડાંથી બચ્ચાંને મનાવાય છે.

થોડી મિઠાઈ પણ વહેંચીને ખવાય છે.દિવાળી પરિવાર સંગ-સંગ મનાવાય છે.ને સૌનાં ચહેરાં પર સંતોષ વરતાય છે.વિના રંગોલી ઘરમાં ખુશિયાં છલકાય છે ને આંખોમાં ચમક પણ અનેરી વર્તાય છે.

આમ જ ગરીબોની દિવાળી ઉજવાય છે. ને અંતરમાં ઉજાસનાં દીપો પ્રગટાવાય છે….

પૂર્વી પટેલ,

4. મીનાક્ષી ત્રિવેદી ‘મૌની’ – વડોદરા

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

આવક જાવક ના મળે ના પાસાં! આ માઝા મૂકી મોંઘવારી એ.. હવે કહેવું તો કોને કહેવુ! રસ્તો કોઈ મળે ના.. ગરીબને તો દિવાળી શું?

ગરીબ બિચારો શું કરે! બજાર મોંઘાદાટ છે! મેળ હજી કાંઈ પડતો નથી.. ફરમાઇશ સૌની અલગ અલગ! કેમ કરી રીઝવું સૌને.. મારવું પડે આ મનને! મોંઘવારીએ તો માઝા મૂકી.. ગરીબ ને તો દિવાળી શું!

પગાર મળે અડધો! બોનસની તો વાત નહીં! કરવું શું! બહુ થયું હવે.. નવા કપડાં લેવાશે મીઠાઈનું તો બજેટ નહીં! ફટાકડા ફોડાશે નહીં! આનંદ કરશું દીવડા પ્રગટાવી.. ચિકનગુનીયાનો ચાલે વાવર! ડેંગ્યુ ના કેસ ઘરેઘરે..

હવે ભજન કરી હરિ ને વિનવીશું! સુધારજે દિવાળી ગરીબોની..

મીનાક્ષી ત્રિવેદી ‘મૌની’

5. સુનિલ પટેલ,મુ.પો.કુકેરી,તા.ચીખલી

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

અંધકાર મટી અજવાળા આવ્યા, દિવાળીના દીવડાથી, અંતરના કમાડ ખોલી ,નવા આશા અરમાન જગાવતા, ગરીબો પણ દિવાળી ઉજવતા‌.

ઘર નાનું પણ મન મોટું ,તેઓ પ્રેમભાવ રાખતા, આનંદ અને ઉમંગથી ,તેઓ દીવડા પ્રગટાવતા, ગરીબો પણ દિવાળી ઉજવતા.

દીપ પ્રગટાવવા માટે ઘરમાં, નથી ઘીના ડબ્બા ડુબ્બી; તેલના ટીપાંથી પણ, દીપજ્યોતને તેઓ જલાવતા, ગરીબો પણ દિવાળી‌ ઉજવતા.

પહેરવા નથી મળતો અંગે, સુતરનો નવો તાંતણો તાણાંવાણાં જેવા કુટુંબ સાથે,તે આનંદમાં રહેતા, ગરીબો પણ દિવાળી ઉજવતા.

મીઠાઈ માવાને ઘારી જલેબી,તેમને ખાવા નથી મળતી પણ ભેગાં મળી સાથે ,સાદું ભોજન હોંશેથી જમતાં, ગરીબો પણ દિવાળી ઉજવતા.

કોઠી, તારામંડળ અને ફટાકડા, ફોડીને એ આનંદ લેતાં આંગણામાં સાથિયા પુરીને, રંગોળીની સજાવટ કરતાં, ગરીબો પણ દિવાળી ઉજવતા.

ખિસ્સામાં નથી થોડાક રૂપિયા, તો ક્યાંથી જાય તીર્થમાં? છતાં રોજ સવારનો નિત્યક્રમ, એ પ્રભુને સ્મરણ કરતાં, ગરીબો પણ દિવાળી ઉજવતા.

વેરઝેરના બાવળને ભુલીને ,અબોલને પણ તેઓ તોડતાં એકબીજાને ગળે ભેટીને,સૌને સાલમુબારક એ કહેતાં, ગરીબો પણ દિવાળી ઉજવતા.

સુનિલ પટેલ

6. પીપલીયા જીવતી (જયશ્રી) ટંકારા.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર

મોંઘવારીએ માઝા મૂકી, દલિતનાં દિલ દળાય જો, સબળ ચૂસતા રાત દિન પણ વેદના કોને કળાય જો!

વેઠી ઉજાગરા પ્રસ્વેદ પાડે, દિવાળી નજીક આવતી જાણી,પરિવાર સંગે ખુશી માણવા, પાંચ પૈસા વધુ રળાય જો.

ગરીબી છે શ્રાપ ભયંકર! પણ ઉર ઊર્મિ કદી સૂકાય ના,મોંઘા ફરસાણ, મીઠાઈ છો ના! ખુશી ખાખરા તળાય જો.

હરખતાં હૈયે, ગાર માટીના ખોરડાં ખડીથી ચમકાવતાં!ગળી, હળદર, કંકુંના રંગે, સચવાતી સંસ્કૃતિ ભળાય જો.

ગરીબોની દિવાળી, અગવડતામાં પણ અનેરો પ્રકાશ ફેલાવતી,પામવા મોંઘેરી મિરાત, લઈ હૂંફાળો સાથ ઝૂંપડે જઈ મળાય જો.

નિરક્ષરતા, અંધશ્રદ્ધા ને વહેમો ટાળવા હોકાયંત્ર બનીએ,સ્વશક્તિની પિછાણ થશે તો ગરીબીના હાડ ગળાય જો.

આ દિવાળી કરું સંકલ્પ, સ્વરોજગારી દઈ રાહબર એની બનું,સાચી દિવાળી ઉજવી ગણાશે, ગરીબીનો અંધકાર વળાય જો.

પીપલીયા જીવતી (જયશ્રી)

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....