Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - "ગરીબોની દિવાળી"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – “ગરીબોની દિવાળી”

-

લેખક – જુલી પ્રવિણભાઇ સોલંકી, ટુંક સાર – માટીનો બનાવેલો નાનકડો ઘડો, એમાં રંગીન રંગ પૂરી તૈયાર કરી, એમાં દીપ પ્રગટાવવામાં આવે છે અને આ ઘડાને ‘ ગરબો ‘ સંબોધન આપવામાં

Garibo Ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ : જુલી પ્રવિણભાઇ સોલંકી
  • વિષય : ગરીબોની દિવાળી
  • વિભાગ : ગદ્ય
  • પ્રકાર : લેખ
  • ગામ : ભુજ કચ્છ

શ્રાવણ માસથી શરુ થતાં અનેક તહેવારો દિવાળી સુધી આવીને અટકે છે. આખા શ્રાવણ માસમાં ભગવાન શિવની શક્તિની આરાધના કરવામાં આવે છે. આગળ વધતાં ગણેશ ચતુર્થીના રોજ જોરશોરથી ગણેશની પૂજાથી માંડી અંબાજી માતાની પૂરા નવ દિવસ આરધના અને ગરબાથી ભક્તિ કરવામાં આવી.

              ગરબાની રમઝટ તો પ્રાચીન સમયથી ચાલી આવી છે. માટીનો બનાવેલો નાનકડો ઘડો, એમાં રંગીન રંગ પૂરી તૈયાર કરી, એમાં દીપ પ્રગટાવવામાં આવે છે અને આ ઘડાને ‘ ગરબો ‘ સંબોધન આપવામાં આવ્યું. સૌ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી માતાજીની આરાધનાના નવ દિવસ ક્યારે નીકળી ગયા એની જાણ પણ ન થઈ.

            ગરબાની રમઝટ પછી તો આવ્યો દિવાળીનો તહેવાર. સૌ ખરીદદારી કરવા બજારમાં પહોંચી ગયા. કોઈકે ખરીદ્યા ફટાકડાં તો કોઈકે રંગોળીના રંગો . અરે, કોઈએ તો આખો ઘર પોતાનો રોશનાઈથી સજાવી દીધો. જાણે એના ઘરમાં શુભ પ્રસંગ આવ્યો.

             ધનતેરસ, કાળીચૌદશ આવી તો ગઈ પણ આજના મોંઘવારીના જમાનામાં ધનતેરસના અમૂક જ વ્યક્તિએ સોનું કે ચાંદીની ખરીદી કરી. પણ એક બાજુ ગરીબની દિવાળી જોઈએ તો એના ઘરમાં અજવાળું પણ નથી. પૂરતી વ્યવસ્થા ન હોવાના કારણે એ લોકો કોઈ પણ તહેવારો મનાવવા સક્ષમ નથી હોતા. પણ મનમાં તો આનંદ તો હોય જ છે. ભૌતિક વસ્તુઓથી સુખ મળે છે પણ અંતરના આનંદથી તો સ્વર્ગ મળે. ચાલો, સૌ મનાવીએ આજ ખુશીની દિવાળી.

Must Read