Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - ગરીબોની દિવાળી લેખ...

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – ગરીબોની દિવાળી લેખ…

-

લેખક – જાદવ મનીષાબેન, ટૂંક સમય – “અમીરોના ઘરમાં બળે રોજ ઘીના દિવડા, અમારે તો અહિં ખાવા તેલનું ટીપું દોહ્યલું.”

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ- જાદવ મનિષાબેન
  • ઉપનામ – મની
  • પ્રકાર – લેખ
  • શીર્ષક- ગરીબોની દિવાળી

દિવાળી એટલે અંધકાર પર પ્રકાશની જીત. આ તહેવાર સૌપ્રથમ અયોધ્યામાં ભગવાન શ્રીરામ રાવણનો વધ કરી, તેમજ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી અયોધ્યા પરત ફર્યા હતા.

તે ખુશીમાં અયોધ્યાવાસીઓ એ સમગ્ર નગરમાં દિવડા પ્રગટાવી રોશનીથી આ તહેવારની ઉજવણી કરી હતી.

અત્યારે સમાજમાં બે વર્ગ જોવા મળે છે.એક ગરીબ વર્ગ અને બીજો તવંગર વર્ગ. સમાજનું અર્થતંત્ર એવું છે કે ગરીબોનું જીવન વધું કઠિન થતી જાય છે.

તેમાં પણ દિવાળી, હોળી જેવા તહેવારની ઉજવણી તેમના માટે મુશ્કેલ બની જાય છે. જેના માટે સામાન્ય જીવન પણ જીવવું મુશ્કેલ તો આ દિવાળીની ઉજવણી કરવી કઈ રીતે?

એક કહેવત છે કે ગુજરાતમાં લોકો ઉત્સવપ્રિય હોય છે. કોઈપણ તહેવાર આવે સૌ ધામધૂમથી તે તહેવારની ઉજવણી કરે છે.

કોઈપણ તહેવાર આવે સૌ હોંશભેર ઉજવણી કરે. પરંતું દિવાળીના તહેવારની મજા કંઈક અલગ જ છે. 

દિવાળી એટલે દિવડાનો ઉત્સવ. રંગોળીનો ઉત્સવ. ફટાકડાની મોજ. નવાં નવાં કપડાં ને મીઠાઈના પેકેટ. ફરવાની મોજ ને શાળાની રજા.

પણ આ બધું કોને ત્યાં. માત્ર અમીરોને ઘરે.ગરીબો માટે દિવાળીની ઉજવણી કહો કે સંકલ્પના બધું અલગ જ છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by – Jadav Manishaben (Symbolic image)

દિવાળી આવે એટલે નાનાં મોટાં સૌના દિલમાં દિવડાની રોશની કરતાં પણ વધું રોશની ઝળહળી ઉઠે. આ તહેવાર જ છે મજાનો. સૌને છુટી હોય અને એકસાથે પાંચ તહેવારોની ઉજવણી.

એમાં પણ રંગોળી અને રોશની. મીઠાઈ અને ફટાકડા. રજામાં બધાં સાથે એટલે તહેવારોનો મજા પણ અનેક ગણી.

“અમારે તો શું દિવાળી કે હોળી, રોજ ઘરમાં ખાવાનાં ફાંફાં, અમારે તો બધાં જ દિવસો સરખા.”

દિવાળીનો જે આનંદ એક અમીર ઘરમાં જોવા મળે. એનાથી પણ કંઈક વિશેષ હોય છે. પરંતુ બંનેના જે સ્વપ્ન છે, ઈચ્છાઓ છે તેમાં તફાવત છે. આનંદ તો બંને ઘેર સરખો જ છે.

એક નવું વસ્તુઓની ખરીદી માટે આનંદિત છે. ત્યાં ગરીબ વર્ગ અમુક બોનસ ભેટ માટે દિવાળીની રાહ જુએ છે.

દિવાળીની ઉજવણી માટે તનતોડ મહેનત કરે, ત્યારે માંડ  દિવાળીની રંગોળી મનાવી શકે.

“દિવાળી તું આવજે વહેલી રે, ઘરમાં મારી ખુશીઓની લાવજે રેલી રે….”

દિવાળી આવે એટલે પંદર દિવસ અગાઉ જ સાફસફાઇ ની તૈયારી ચાલું થઈ જાય. ઘરમાંથી જુનો સામાન કાઢી નવા સામાનની ખરીદી થાય. ગરીબ માટે દિવાળીની સાચી ખુશી એ જ છે.

તેમના બાળકોને પહેરવા બે-ત્રણ જોડી કપડાં મળી જશે. આને સાફસફાઇના બહાને બે-ચાર દિવસ થોડી કમાણી મળી જશે તો એમને પણ ત્રણ ટાઈમ પુરતું ભોજન તો મળશે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by – Jadav Manishaben (Symbolic image)

દિવાળીમાં મીઠાઈની ભેટ આપવાનો રિવાજ છે. ભલે એ નાનકડી ભેટ સ્વરૂપે કે જેને અમારાં બાળકોએ ખાવાની તો વાત દૂર જોઈ પણ નથી. આજ એ મીઠાઈનો સ્વાદ તો માણી શકશે.

તહેવારના દિવસે ક્યાંક સારું જમવાનું મળશે. જુનાં રમકડાંની થોડી ભેટ મળી જશે. અમારાં બાળકો પણ રમકડે રમતાં થશે.

“અરમાન દિલમાં મોટા મોટા હતાં, દિવાળીના સ્વપ્ન અધુરાં અધુરાં. આતો ભાઈ ગરીબોની દિવાળી, જ્યાં દિવડા પણ ઝાંખા ઝાંખા હતાં.”

શહેરમાં ચારેબાજુ રોશની જ રોશની હવે. એમને ઘેર તો રોજ દિવાનો પ્રકાશ હોય. આજ દિવાળીના તહેવારે અમને થોડી રોશનીના દર્શન થશે.

રંગોળી કરવાના બહાને રંગ ખરીદવા નીકળશો તો એમને પણ રોજી રોટી કમાવાની તક મળશે. આને એ પણ કંઈક અંશે સારું જીવન જીવવાની તક તો મળશે.

તહેવાર નજીક આવે એટલે તેમનું કામ વધી જાય. રાત દિવસ જાગીને કોડિયાં બનાવે અને દિવાળી પહેલાં તેને વેચી દે અમુક રકમ કમાવા મળે. દિવાળીની ખુશી તેનાં વેચાયેલા દિવા પર આધારિત છે.

“અમીરોના ઘરમાં બળે રોજ ઘીના દિવડા, અમારે તો અહિં ખાવા તેલનું ટીપું દોહ્યલું.”

દિવાળીના તહેવાર નિમિત્તે આ ભેદભાવ દૂર થાય. આને સૌ સાથે મળીને આ દિવાળીને રંગીન બનાવીએ. નાતજાતના ભેદ થાય દૂર. સૌ મળે સંગાથે.

દિવાળી ઉજવે બની એક. દિવાળીની રોશની ફેલાવે ખુશીઓના રંગ.

  • ચાલો આ દિવાળીએ કંઈક નવીન કરીએ…!
  • લાવીએ રોશનીનો પ્રકાશ સૌના જીવનમાં હેતથી પ્રેમની પ્યારી રંગોળી કરીએ…!
  • ચાલો આ દિવાળીએ કંઈક નવીન કરીએ….!

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....