Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - "ગરીબોની દિવાળી"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – “ગરીબોની દિવાળી”

-

લેખક: ઝંખના અખિલેષ વછરાજાની, ટુંકસાર – નેતા આવે બિસ્કિટનું પાકીટ,કેળું તો કોઈ લાડુ,ગાંઠિયા આપે ભેળો ફોટો ય પડાવે બોલો…

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ:-ઝંખના અખિલેષ વછરાજાની.
  • ગામ:-વડોદરા.
  • વિભાગ:-ગદ્ય.
  • પ્રકાર:-લેખ

દિવાળીનાં દિવસોમાં ઘર,ઘર દિવડાં થાય,ફટાકડા ફટફટ ફૂટે બાળક સહુ હરખાય.

આ શાળામાં ગવડાવતાં ગીત  સાંભળતો હું શાળાનાં ઉગાડેલા ઝાડ,ફૂલોનાં ક્યારાં સાચવતો. મન વિચારે ચડે હા દિવા થાય ઘરે,ઘરે ને અમારાં જેવા ગોઠવણમાં રહીએ કે રાંધવા પુરતું તેલનો જોગ કેવી રીતે કરવો? ને હા અમને યાદ નથી અમે ક્યારે પૈસાથી ફટાકડા ખરીદી ફોડ્યા હોય!  જીવનમાં બે ટંકનું માંડ પુરુ પડતું હોય ત્યાં -અરે,હા એ જ તો ગરીબી બીજું શું? હા ઉપરવાળો મન મોટે આપે ગરીબોને તે સાંભળી,જોઈ ને ઉજવણાં તે ગરીબોની દિવાળી.

ને હવેતો તહેવારો ઝાંખા જ થવા લાગ્યા છે. પૈસો છે તે ફરવા જતા રે,શાળાની નોકરી પછી એક શેઠાણીનો બંગલો સાચવવાની નોકરી, બે છેડા ભેગા કરવાં કરવું પડે બેવડું કામ! તંય ઘરમાં દિવાળી જેવું લાગે, આંગળીનાં વેઢે ગણતરી મંડાતી જાય મનસા પુરી કરવા હાટુ,દરસાલ કંઈક તો છુટતું જ જાય. ને થાય કે દિવાળીનાં ચાર દિવસ ભગવાન પૈસાદાર બનાવી દે તો! ગરીબોને તો ધોળે દહાડે ય સપના જોવાની ટેવ હો.  આ વખત જ એવો થતો જાય છે કે મારી ઘરવાળી ય કામ કરે  તોય  ગરીબ જ. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Zankhna Akhilesh Vachharajani (Symbolic image) Diwali crackers

ગરીબ એટલે? આ રોજબરોજ બજારમાં જઈએને ભાવ સાંભળીએ કાયમ પનો ટૂંકો જ પડે!

થોડાક ફદિયાં બચાવી આ ટાંકણું તો સચવાઈ જશે ! એમ વિચારી બજારમાં જઈએ ,પસંદ કરીએ ને ભાવ સાંભળીને હાથ ખિસ્સામાં જ રહી જાયને મન મારી વસ્તુ વગર પાછાં ફરતા કોષવા હારું તો ભગવાન જ મળે. કોઈ દિ’ તો મનનું કરવા દે! કાયમ આમ દુકાનોમાં જ જોવાનું? આ ભવ ભલે આવતે ભવ આમ ગરીબ ન કરતો હો એમ મનમાં માંગી પણ લઈએ. આ કોરોનાએ તો સપુચા વરાળ કરી દીધાં તે તાણ જ પૈસેટકે.

આ અવતાર જ એવો,દયાભાવે ઉતરેલા કપડાં,ને કોક શેઠ મીઠાઈનો ડબ્બો ને થોડાક રોકડ આપે તહેવાર આવે તે. ને કોક શેઠાણી તો સાડી,છોકરાઓનાં કડાં નવાં નકોર આલે તે ઘરમાં તો સહુ રાજીનાં રેડ થઈ જાય.અમારે ગરીબોની દિવાળી એટલે અંધારું થાયને સંધાય બહાર ઓટલે બેસી જઈએ ને આકાશમાં ફટાકડાની રોશનીએ થતી રંગોળી ઊંચી ડોકે જોઈએ.

લખીછાપ ટેટા,સાંતળી બોંબ નાં ધડાકા કાને હાથ રાખીને ય સાંભળે મારાં કનિયો,મનીયો ને ધની.હાચું કહું હુંને મારાં છોકરાવ અમીરોની રાત શરુ થાયને તંય અમે ફાટેલા ફટાકડામાં  ફાટેલા ટેટા,લવંગિયા વેણવા નીકળીએ. ને કોક વાર ભૂલમાં ફુલજરીનું પાકીટને કોઈ ઝાડનું અધુરું ખોખું હાથમાં આવે ત્યારે તો એમાં જ જાણ ભગવાનનો પાડ માનીએ હો.

કોક વાર તો પોલીસની ઝપેટે ય આવીએ ને ડંડો ય ખાવો પડે! એને તો વગર માંગે બધે મળી જાય! એ શું જાણે ગરીબોની દિવાળીની હોંશ! તો વળી કોક પોલીસ છોકરાવને હારે જોઈ પોતાની પાસેથી આપેય  ને એ ચડતી રાતે ચાનું કટિંગ ય પીવડાવે ને હા ,મીઠી ધમકી આલી ઘર ભેગા થાવાનો હકમ ય કરે. ગરીબો  પર દયા બહુ આવે ખાસ તહેવારોમાં કોઈ નેતા આવે બિસ્કિટનું પાકીટ,કેળું તો કોઈ લાડુ,ગાંઠિયા આપે ભેળો ફોટો ય પડાવે બોલો. 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Zankhna Akhilesh Vachharajani (Symbolic image) Diwali crackers

ગરીબોની દિવાળી હવે સુધરતી જાય છે . તમોને કહું ગરીબોનાં સન્માનનો વચાર કોક જુવાનિયાઓએ કર્યો. નવરાતમાં બધાનાં ઘરમાં નકામી, સાજીવસ્તુઓ,કપડા,જૂતા,ચંપલ,નાસ્તા,મીઠાઈ બધું ભેગું કરે, ને પછે ગરીબો હાટુ “ ખુશીનો કબાટ” બનાવે. ગરીબો અમે ખરાં મહેનત કરીએ પણ જે કમાઈએ તે ઓછું જ પડે,તહેવારે આનંદ મળે ને માનથી તે ગરીબોને પણ ગમે. તે આવા ખુશીનાં કબાટ મેદાનમાં ગોઠવાઈ જાય  વહેલો તે પહેલો દસ રુપિયા આપવાનાં મફતનું નથ લીધું એ મનમાં ન થાય.  ટેબલ,ટિપોય,વાસણ,કપડાં જુદા,જુદા કબાટ ને બંધાણમાં નાસ્તો,મીઠાઈ સરખી જ 

ગરીબોને તો બસ આ ખુશીનાં કબાટની રાહ જ હોય દર દિવાળીએ. બાકી ટમટમતી રોશની,ચમકતાં તારા મોટા,ફાનસ તો હરતાં, ફરતાં જોઈને આંખમાં ભરીએ,અમે આંગણે એક દિવો મુકીએ સકનનો. 

અમારાં એક શેઠાણી હમણાં જ ઑસ્ટ્રેલિયા દિકરાને ત્યાં વર રહી આવ્યાં,એમનું ઘર અમે સાચવતાં. ઈમણે જે વાત કરી કે વાર,તહેવારે ત્યાં એક નક્કી કરેલ જગ્યાએ આતશબાજી ત્યાની સરકાર તરફથી કરે ઘેર,ઘેર ફટાકડા આતશબાજી નહી કરવાની, દરેક દેશનાં તહેવારે સમૂહમાં જ ઉજવણી થાય.  એનાથી પર્યાવરણ સારું રહે,ગરીબ,પૈસાદારનો ભેદ નહીં,ને ખુશી સહુને સરખી. શેઠાણીની વાતે આ વેળા નેતા આવશે ત્યારે હું ઈમને કહીશ કે મારાં શેઠાણીએ જે વાત કરી એક જગ્યાએ જ આતશબાજી થાય તો આપણે ત્યાં ઈમ જ કરો બધા ગરીબોની દિવાળી સુધરી જાય,  દિવાળીની ખુશી  ઉધાર ન લેવી પડે.

Must Read