Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - લેખ "ગરીબનું કોણ?"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – લેખ “ગરીબનું કોણ?”

-

લેખક – વિનય બારિયા, ટૂંકસાર – 40-50 વર્ષની ગરીબ મહિલા ફાટેલા  કપડાંને  પગમાં  ચંપલ  વગર,  પોતાના બે દીકરાને  એક દીકરી ને  લઇને મંદિરના ઓટલા પર વિસામો કરે છે…

Garibo ni Diwali Gujarati essay – “ગરીબનું કોણ?”

  • નામ: વિનય બારીયા
  • ઉપનામ : “વિન”
  • ગામ : વણાંકબારા (દીવ) સંધ પ્રદેશ દમણ અને દીવ.
  • વિષય : ગરીબોની દિવાળી
  • પ્રકાર : સાહિત્ય મંથન (ગદ્ય)
  • શીર્ષક : “ગરીબનું કોણ?”

“ગરીબોની દિવાળી” શબ્દ સાંભળી મારુ મન સ્તબ્ધ થઈ જાય છે! આ દેવોની દિવાળી તો સાંભળેલી પણ ગરીબોની દિવાળી કંઈક મારા કાળજાને કંપાવી જાય છે. મધુર મોરલીનો સૂર જેમ કાનને કર્ણપ્રિય લાગે છે તેમ ગરીબોની દિવાળીની ચર્ચા સાંભરું છું તો  મારા રુવાડા  ખડા થઇ જાય છે!.

આમ તો આપણા દેશમાં બારે માસ ખૂણેખાંચરે તહેવારની હારમાળા આખું વર્ષ ચાલ્યા જ કરે છે, પરંતુ હોળી, નવરાત્રિ, દિવાળી વગેરે તહેવારોની વિવિધતાના રંગો આપણાં જીવનમાં ભરી દે છે. જાણે બારે મેઘ ખાંગા જેવું વાતાવરણ આપણા મન મસ્તિકમાં જમાવટ કરે છે!

દિવાળીના આ તહેવારમાં માનવીના જીવનની દરેક આફતો, દુઃખ, દર્દ જાણે વહેતી સરિતા વહીને સમુદ્રમાં ભળી જતી હોય છે તેમ તહેવારોના  રંગીલા રંગોના ઉત્સાહમાં  માનવીના મનને શાંતી અને શીતળતા મળે છે. નાના-મોટા, અમીર-ગરીબ, યુવાન-યુવતી, બાળકો અને વૃદ્ધો દરેકના મનમાં નવી આશાના કિરણો જાગૃત કરે છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written By Vinay Bariya (Symbolic image)

શહેરના મધ્યમ વિસ્તારમાં એક આનંદ નામે સમજુ વર્ગની સોસાયટી, જ્યાં એક શિવ મંદિરમાં પૂજારી પૂજા અર્ચના કરે છે,  પંચરંગી જ્ઞાતિના લોકો અહીં રહે છે. વાર તહેવારે ત્યાંના શિક્ષિત ને ધાર્મિક લોકો સૌ કોઈ સંપીને રહેતા હતા. 

એક દિવસ ત્યાં વર્તે માર્ગી  40-50 વર્ષની ગરીબ મહિલા ફાટેલા  કપડાંને  પગમાં  ચંપલ  વગર,  પોતાના બે દીકરાને  એક દીકરી ને  લઇને મંદિરના ઓટલા પર વિસામો કરે છે.  મંદિરના પૂજારી ને પૂરચા કરી નાના દીકરાને કેડે લઈ બીજા  દીકરા-દીકરીને સાથે રાખી એક હાથમાં દીકરો ને બીજા હાથમાં કિરતાર લઈ ગામનો ફેરો કરે છે!!

વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે…… સોસાયટીના લોકો ને કાને આ કર્ણ-  પ્રિય ધૂન સંભળાવે છે. સવારના 9:00 થી 11:00 સુધી એક છેડેથી બીજા છેડે આ ગરીબ પરિવાર ધૂન સંભળાવતા- સંભળાવતા આવ-જા કરે છે, ભર ઉનાળાના ધગધગતા તાપમાં પરસેવાથી રેબઝેબ આ પરિવારે પોતાના પેટનો ખાડો પુરવા સખત પરિશ્રમ કરવો પડે છે.

આ ગરીબ મહિલાના સુરીલા કંઠના અવાજને સાંભળી સોસાયટીના લોકો ઘરે ઘરેથી ડોકિયા કરી જોયા કરે છે પણ આ મહિલાને પૂછવા માટે કે તેમને કોઈ પ્રકારની સહાય કરવા માટે આગળ આવતું નથી. થોડા જ સમય બાદ સોસાયટીના એક વૃદ્ધ મહિલાથી આ પીડા સહન ન થતાં આખરે આ મહિલા પાસે આવી તેમની પૂચ્છપરછ કરી ત્યારે આ મહિલા કહે છે….

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written By Vinay Bariya (Symbolic image)

માજી  મારી એક ટેક (નિયમ) છે! કે આખા ગામ માંથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે જે કાંઈ પૈસા આવે તે જ મારે લેવા! હું આમ માંગીને પૈસા ન લઈશ! પણ પહેલાં રામનું નામ લઇ પરસેવો પાડીને જે કાંઈ “ફૂલ ની પાંખડી” આવે તે મારે મારા પરિવારના ગુજરાન ચલાવવા માટે હાથમાં “પાંખડી” રુપે લેવી!  

આ વાત સાંભળી ગામના લોકો સ્તબ્ધ થઈ ગયા! અરે.. રેરે  કે આને કેવી ટેક…હો…હો.. કમાલ કહેવાય આતો ગરીબાઈમાં પણ હાથ લાંબો ન કરવા અડીખમ છે હો! હે..રામ! આ તે કેવો પ્રતિજ્ઞા  કહેવાય?

બીજું કે માડી હું આખા વર્ષમાં એક -બે વાર આવી યાત્રા ગામ અને શહેરોમાં કરું છું જે દિવાળીના 15 દિવસ પહેલા કરું છું. મારા નાના બાળકોને દિવાળી તહેવાર કરવાનો ખૂબ ગમે છે, પણ શું થાય માડી?  અમે તો ગરીબ છીએ જે “તાણે મળે તે ભાણે” થાય.  દિવાળીના તહેવારમાં અમે તો બીજું હુ  કહીએ?  ગોખના કોડીયે તેલ ને પાણી નો દીવો હરગાવિયે! ને બાકસની કાંદી હરગાવી ને ફટાકડા ની મોજ લઈએ! સોખા (ચોખા) ની ખીર બનાવી મિષ્ટાનનો સ્વાદ માણીએ! તમે લોકોએ આપેલા ફાટેલા- ટુટેલા કપડા પહેરીને માઠે માતાજીના ગરબા લઈએ. ગરબાના પરકાશ ને અજવાળે- છાયે રાહડા લઈએ બસ!

હમારી દિવાળી તો આભે  ચમકતા તારલા- ચાંદના પ્રકાશે!,  ને અમીરોના ફટાકડાની રોહની (રોશની) ના નજારાની હોય છે!!

આ વાત સાંભળીને ત્યાંના લોકો હાઇ.. હાઇ… કરવા લાગે છે. બધા પોતપોતાના ઘરે રવાના થાય છે પણ કોઈના ગજવામાં હાથ ગયો નહીં. બીજી બાજુ આ ગરીબ પરિવાર રાબેતા મુજબ પોતાના રસ્તામાં રામધૂન સાથે આવ જા કરવામાં માંડ્યા.  સોસાયટીના દરેક વર્ગના લોકો પોતાના ઘરે ચાલ્યા ગયા. “કોઈના પેટનું પાણી પણ હલ્યું નહીં” કેવી કરમની કઠણાઈ”.

 એ બધા જ કોલોનીના લોકો પોતાના ઘરે આરામ કરતા હતા. પણ આ ગરીબ મહીલાને પ્રથમ પૂછવા માટે આવેલ ભીખીમાં ના  હૃદયમાં શાંતિ ન હતી. તે ઘરની  લોબીમાં અવર જવર કરે પણ કંઈ સૂઝે નહીં, તે વખતે તેમનો પૌત્ર તેમની પાસે આવે છે, અને કહેવા લાગ્યો દાદી આમ પરેશાન થાવ છો! છું વાત છે? હું એક વાત કહું! દાદી કહે હા બેટા… પૌત્ર કહે છે… દાદી મારો ગલ્લો (પૈસા ભેગા કરવા માટે માટી નો ગલ્લો)  તોડીને જે કાંઈ પૈસા નીકળે તે આ ગરીબ પરિવારની મહિલાને આપી દઈએ તો…!

 આ વાત દાદીના કાને પડતાં તેના પૌત્રને ગળે લગાવી લીધો… મારો વ્હાલો દિકરો…! મારી જાન તે તો કમાલ કરી, મુદ્દાની વાત કરી. હાલો.. હાલો.. લઈ આવ. ને પૌત્ર એ  દોટ મૂકી.. લઈ આવ્યો ત્યાં બીજા બે પુત્ર પણ ત્યાં આવ્યા. બધાની રાજી થી ગલ્લો તોડ્યો!  અને બાળકો સાથે મળી એક પ્રતિજ્ઞા લીધી કે આ વર્ષે ફટાકડા ન ફોડવા, આ વર્ષના ફટાકડા ની રકમ પણ આ ગરીબ પરિવાર મહિલાને આપવી. 

બાળકો સાથે દાદીમા પણ  મંદિરે મહિલા પાસે જઈને ફુલ નહીં તો ફૂલની પાંખડી રૂપે કંઈક રકમ ગરીબ મહિલાના બાળકો ની દિવાળીની ઉજવણી કરવા હાથમાં આપે છે. આમ દાદીમા ને બાળકોની સૂઝબૂઝ, સ્નેહ, પ્રેમ ભાવ, સમર્પણ અને માનવંતા પ્રત્યે ની લાગણી “ગરીબોની દિવાળી” ને સફળ બનાવવા માટે સંપૂર્ણપણે સફળ નીવડી.

Must Read

Gujarat Election 2022

રાજકોટમાં કેજરીવાલનો દાવો, ‘IB ના રિપોર્ટ પ્રમાણે આજે ચૂંટણી થાય...

Election News Gujarat: AAP આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલ(Arvind Kejarival) અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant mann) ગઈકાલથી રાજકોટના(Visit Rajkot) પ્રવાસે આવ્યા છે....