Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - "મંગુમાસીની દિવાળી"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – “મંગુમાસીની દિવાળી”

-

લેખક- સુનિતા મહાજન, ટૂંક સાર – હા ક્યારેક મારા ધણીને મજૂરી વધુ મળી જાયને, તો સફેદ ચુનો લાવી આપે. તો અમે બંને સાથે મળી મસ્ત સફેદ ચુનાથી અમારું ઘર રંગી નાંખે. એ વર્ષે મારુ ઘર બહુ સુંદર દેખાય હોં.

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • નામ: સુનિતા મહાજન
  • ઉપનામ: “સુનિ”
  • ગામ:આકોટ
  • પ્રકાર: પ્રેરણાત્મક વાર્તા
  • વિષય: ગરીબોની દિવાળી

 “કાટેરી ચકરી ને સ્વાદિષ્ટ સેવ ચિવડો, ઘૂઘરા, અનારસા અને સક્કરપારા,

કરું હું તો દિવાળીમાં આપ ફરાળ કરવા જરૂર પધારજો.”

            હું મંગુમાસી દિવાળીના નાસ્તા બનાવવા માટે ઘેર ઘેર જાવું ને ઘરમાં પણ બનાવું. જેમ ઓર્ડર હોય એમ બનાવી આપું. તમારે જરૂર હોય તો બોલાવજો હોં.

             શ્રાદ્ધપક્ષથી જ મારે તો દોડધામ, પહેલાં તો બધાના ઘરની સાફસફાઈનું કામ હોય. ઢગલો વાસણોનો ઘસી આપું ને ઢગલો કપડાના ધોઈ આપું . ઝટકી ફટકી બાવા કાઢી આપું. બધાનું ઘર એકદમ ચોખ્ખું કરી આપું.

             અરે હા, મારુ ઘર પણ સાથે કરવાનું તો હોય જને? મારા ઘરે પણ દિવાળી હોય. ભલે મારુ ઘર નાનું હોય, માટીનું હોય, બરાબર ને? બધાના ઘર થઈ ગયા પછી મારા ઘરને મસ્ત ગાયના છાણથી લીપી નાખું, જો પૈસા વધુ મળ્યા હોય તો ક્યારેક પીળી માટીનો રંગ પણ લગાવી દવું. એમાં વળી મસ્ત ગેરુના લાલ રંગથી ચિત્રકામ કરી સજાવી દવું. મારા નાનકડા તુલસીના કુંડાને પણ રંગી નાંખુ સાથે.

             હા ક્યારેક મારા ધણીને મજૂરી વધુ મળી જાયને, તો સફેદ ચુનો લાવી આપે. તો અમે બંને સાથે મળી મસ્ત સફેદ ચુનાથી અમારું ઘર રંગી નાંખે. એ વર્ષે મારુ ઘર બહુ સુંદર દેખાય હોં.

              મારે ત્રણ બાળકો મારો મોટો પણ દિવાળીમાં પેન્ટર સાથે રંગકામ કરવા જાય. લોકોનાં ઘરો રંગીને એ બહુ ખુશ થાય છે અને હવે તો પેંટિંગમાં પણ નવી સુંદર ડિઝાઈનો એક ભીંત પર નાંખવાનું એ શીખ્યો છે, હોં. એણે મને કહ્યું છે કે આ વર્ષે કોઈકના ઘરે રંગ વધશે તો એ સસ્તામાં જો આપશે તો એ લેતો આવશે અને  મોંઘા સરસ રંગથી મારુ ઘર પણ રંગી આપશે.

              મારો નાનકો આકાશદિવા સરસ જાતે  ઘરે બનાવે અને કુંભારકાકા પાસે સસ્તામાં માટીના દિવા લાવે, પછી તો મારો નાનકોને નાનકી એને  મસ્ત રંગથી રંગે. એમાં ડિઝાઈનો બનાવે અને એને બજારમાં લઈને બેસે.

             દિવાળી આવે એટલે મારો ધણી પણ ડબલ મજૂરી કરે બહુ મહેનત કરે અમારે પણ દિવાળી મનાવવાની હોય ને, એટલે પૈસા તો જોઈએ જ ને?

              મારા હાથના બધાજ નાસ્તા બહુ સારા બને. હું દિવાળીનાં આઠ દિવસ પહેલાંજ બધા નાસ્તા બનાવી આપું પછી તો એ મારો ધણી પણ એના કામના જગ્યાએ નાના પેકેટ બનાવીને લઈ જાય બધાને મોફતમાં ટેસ્ટ કરાવે હોં. પછી કોઈક જેવા જેના ઓર્ડર આપે એવું  હું બનાવી આપું.

         હા હા દિવાળીના દિવસોમાં અમારે બધાને બહુંજ કામ હોય. સાચું કહું તો કોઈને જમવાનો પણ ઘણીવાર સમય મળતો નથી. સવારે ચહા સાથે રાતનાં જ વધુ ટીપેલાં રોટલાં અને ચટણીનો નાસ્તો કરી અમે બધાજ કામને લાગી જઈએ.

          આ તમારા મંગુમાસીની ડીમાંડ પણ બહુ એટલે જો મંગુમાસી જોઈએ કોઈકને, કોઈ પણ કામ માટે, તો  એડવાન્સમાં બુકીંગ કરવું પડે એમનું, નહીંતો સમય પર બોલાવો તો મંગુમાસીને

ના જ કહેવી પડે. હા, કોઈને નારાજ કરવું નથી ગમતું પણ એકલી બાઈ ક્યાં ક્યાં પોહચી વળે, તમે જ કહો. એમાં પાછું એનો તો નિયમ એવો કે દિવાળીનાં પાંચ દિવસ એ કોઈના ઘરે કામ કરવા ના જાય ધનતેરસથી ભાઈબીજ  સુધી એ તો પોતાના માટે, પોતાના પરિવાર માટે જ જીવે. હા, ઘરે રહીને તમને કશુંક જોઈએ તો કરી આપે. દિવાળીમાં તો એ વહેલાં પરોઢે જ ઉઠી જાય. કાર્તિક સ્નાન કરે. આંગણામાં રોજ મસ્ત રંગોળી કાઢે અને ભગવદ સ્મરણ કરે. રોજ મિષ્ટાન બનાવે, ફરસાણ બનાવે, નાસ્તાઓ બનાવે ઘર માટે અને બહાર વહેંચવા માટે.

સાંજે દિવા પ્રગટાવે.

       દિવાળીના આગળના દિવસે રાતે બધા પરિવાર  સાથે નવા કપડાંની ખરીદી કરવા જાય .બધા માટેજ મનગમતાં નવા કપડાં ખરીદીએ. થોડાક ફટાકડાં પણ લાવે. અમારે પણ દિવાળી હોય. મસ્ત મજાની ઉજવે હોં. તમારી મંગુ માસી ભલે ગરીબ છે. મહેનત એનો પૂરો પરિવાર કરે છે એટલે આજુબાજુ બધા પડોસીને ત્યાં પણ એ થોડોક  ફરાળ મોકલેજ.

અને બીજે દિવસે, નવા વર્ષે, રેલવે સ્ટેશન જઈ ગરીબ ભીખારીઓને પણ ફરાળ આપી આવે. દિવાળી તો બધાનીજ હોય ને? ચાલો આપ બધાને પણ આપની ગરીબ પણ મનથી શ્રીમંત મંગુમાસી તરફે  દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને

જય શ્રીકૃષ્ણ.

Must Read

women caught with drug mumbai airport

આ રીતે છુપાવ્યું હતું મહિલાએ 5 કરોડનું ડ્રગ મુંબઈ એરપોર્ટ પર...

Gujarati news : ડ્રગ્સ માફીયા ભારતમાં નશાનો કારોબાર કરવા માટે વિવિધ રસ્તા શોધી ડ્ર્ગ ઘુસાડી રહ્યાં છે. ત્યારે દેશભરમાં ડ્ર્ગ માફીયા અને પેડલર્સને પકડી...