Homeવિશેષગરીબોની દિવાળીગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા - "દિવાળી"

ગરીબોની દિવાળી લેખન પ્રતિયોગીતા – “દિવાળી”

-

લેખક: શાંતિ ચાવડા, ટુંકસાર – યશોદાબેનના પરિવારની દશા અત્યંત પીડાજનક હતી, છેલ્લા પાંચ દિવસથી પાણી પર દિવસો પસાર થાય છે, તેમજ નાના છોકરાને….

Garibo ni Diwali Gujarati essay – ગરીબોની દિવાળી

  • સત્ય મંથન સાપ્તાહિક દિવાળી વિશેષાંક
  • નામ:- શાંતિ ચાવડા(આહિર)
  • ગામ:- કાલીતલાવડી -કરછ
  • વિષય:- ગરીબોની દિવાળી
  • પ્રકાર:- ગર્ધ

મહેરબાની કરીને મને નોકરીમાંથી ના કાઢો, હવે, કયારેય શિકાયતની તક નહીં આપું, પણ મને સર, કામમાંથી કાઢી ના નાખો,.! આ શબ્દ  અત્યંત લાચારીથી જીવન જીવતી  યશોદા બેનના  હતાં. યશોદાબેનનાં પતિ કિશોર કુમારનું બે વર્ષ પહેલાં એક અકસ્માતમાં મૂત્યુ થયું હતું, એ સમય પતિનો જીવ બચાવવા માટે એણે કોઈ કસર નહોતી રાખી. એમના બધા જ ઘરેણાં તેમજ તેમનું ઘર પણ તેણે પતિનો જીવ બચાવવા વહેંચી નાખ્યું.

તેમ છતાં પણ કિશોર કુમાર નો જીવ બચી શકયો નહીં, અને  ત્રીસ વર્ષની ઉંમરે જ યશોદાબેન વિધવા બન્યાં. જીંદગીમાં અચાનક આવી પડેલી અસહ્ય આફતનો સામનો કરવો યશોદાબેન માટે ખૂબ કઠિન હતો, તેમ છતાં તેમના ત્રણ નાના ભુલકાઓ ને જોઈ, તેણે હૈયું કઠોર કરી પરિસ્થિતિનો  સામનો કર્યો,  અને જેમ તેમ કરી રહેવા માટે નાનું અમથું એક ઝૂંપડું ઉભું કર્યું ! રહેવાનું તો જેમ તેમ કરી થઈ ગયું, પણ સૌથી મોટી સમસ્યા હતી, પેટનો ખાડો પુરવાની, યશોદાબેન બાળપણથી જ એક પગે લાચાર હતાં, તેમજ તેઓ ખાસ ભણેલા પણ નહિ, ચાર ચોપડી તેમણે  માંડ પુરી કરી, ત્યારે છોકરાઓ પણ ના ભણતા તો, યશોદાબેન તો દિકરીની જાત,  દિકરી તો રસોડે શોભે એવી એ સમયે પરિવારની માન્યતા હતી.

તેમણે પરિસ્થિતિને સમજતા મંજુરી કામ કરવાનું નક્કી કર્યું, અને  રોજ સોસાયટીમાં  કપડાં ધોવા જતાં, જેથી તેમની ઘરેથી એક બે ટક નું ભોજન મળી રહેતું, અને આમ જેમે તેમે તેઓ પરિવારનું ગુજરાન ચલાવતાં. પણ સાત -આઠ મહિના પછી સોસાયટીમાં બધાએ કપડાં ધોવા માટે વોશિંગ મશીન લઈ લીધા, એટલે યશોદાબેનની જરૂર રહી નહીં, ત્યારે એક અઠવાડિયા સુધી તેમના બાળકો ભુખ્યા રહ્યા હતાં, અને પછી બાજુની એક હોટલમાં વાસણ ધોવાનું કામ મળતાં, પરિવારમાં આનંદ છવાઈ ગયો, આઠ દિવસની ભુખનો અંત આવ્યો.! 

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Shanti chavada Kutch (Symbolic image)

આજે એક વર્ષથી ઉપર થયું, એ હોટલમાં વાસણ ધોવાના અને વધ્યું ઘટયું ભોજન મળી રહેતું, તેમ જ બે -ચાર પૈસા પણ મળી રહેતાં, જેથી, અંગ ઢાંકવા કપડાં પણ લઈ શકતા. પણ બન્યું એવું કે, એ હોટલ માલિકનું અચાનક મુત્યુ થઈ ગયું, જેથી, એમનો દિકરો હોટલનો કારોબાર સંભાળતો. એક દિવસ યશોદબેનના ૪ વર્ષના સૌથી નાનો છોકરો તાવથી ધબધબતો  હતો, જેથી…દિવાળીના દિવસે સારું ભોજન જમવાની આશાથી બચાવેલ રુપિયાની દવા લઈ અને  આખો દિવસ માથા પર પાણીના પોતા મુકયા.

બીજા દિવસે થોડી રાહત મળી, જેથી યશોદાબેન રોજની જેમ સમયસર હોટલે કામ પર આવ્યા, આગલા દિવસે કામ પર ના આવવાના લીધે હોટલ માલિકે હવે કયારેય કામ પર આવવાની જરૂર નથી તેવું યશોદાબેનને કહી દીધું, યશોદાબેને રોજથી વધુ કલાક સુધી કામ કરવા કહ્યું એમને પગે પડયાં પણ તે કામ પર ના આવવાના નિર્ણય પર મકકમ રહ્યો… અને યશોદાબેન પાછા બેરોજગાર થઈ ગયા,…! 

આજે દિવાળીનો શુભ મંગલ દિવસ હતો, ચારેકોર ઉત્સવનો ઉત્સાહ હતો, શેરીના સૌ છોકરાઓ અનેક જાતના ફટાકડાઓ અને ફુલઝરીથી રાત્રિને દિવસથી પણ વધુ પ્રકાશિત કરી દીધી હતી. ભાતભાતની મિઠાઈઓ અને વાનગીઓની ખુશ્બુ વાતાવરણમાં પ્રસરી રહી હતી, ત્યારે યશોદાબેનના પરિવારની દશા અત્યંત પીડાજનક હતી, છેલ્લા પાંચ દિવસથી પાણી પર દિવસો પસાર થાય છે, તેમજ નાના છોકરાને ફરીથી તાવ આવી જવાથી, યશોદાબેનની ચિંતાનો કોઈ પાર નથી, ખાવાનું તો દુરની વાત છે.

Satya Manthan Gujarati News - પ્રતીકાત્મક તસવીર
Garibo ni Diwali Gujarati essay written by Shanti chavada Kutch (Symbolic image)

પણ આ પરિસ્થિતિમાં તાવમાં તડપી રહેલ છોકરાની દવા માટે પણ કાંઈ જ મુડી નથી,બીજા બે છોકરાઓ  ભૂખના લીધે ખાવા માટે રડતાં હતાં, તેને જેમે તેમે, તપેલીમાં ખીર મુકી છે, એવું  કહીને  સુવડાવી  રહ્યા હતા, તેવામાં,કોઈ મોટા ફટાકડાનો તણખલું ઝુંપડી પર આવ્યું અને અચાનક ઝુંપડી સળગવા લાગી, અંધારી ઝુંપડીમાં અચાનક અજવાળું થતાં, યશોદાબેન ચોકી ઉઠયા, અને બચાવ…બચાવની બુમો પાડવા લાગ્યા, સૌ દિવાળીના આનંદમાં વ્યસ્ત હતાં, જેથી કોઈને તેનો સાદ સંભળાયો નહિં, અંતે, પગે લાચાર યશોદાબેને  હિમ્મત કરી છોકરાઓને સલામત રીતે બહાર કાઢયા..!

દિવાળી સૌના જીવનમાં અજવાસ ફેલાવે છે, પણ પરિસ્થિતિ સામે ઝઝુમતી યશોદાબેનના જીવનમાં દુર દુર સુધી  ના વિચારી , શકાય… એવો અંધકાર ફેલાવી ગઈ,… ખરેખર આ દિવાળી તો એમને જીંદગીભર યાદ રહેશે…. ! 

Must Read